• Gujarati News
  • National
  • If Shivling Is Found Then We Need To Strike A Balance, Save Space But Don't Stop Praying

જ્ઞાનવાપી પર સુપ્રીમ કોર્ટ:જો શિવલિંગ મળ્યું છે તો તેને સુરક્ષિત રાખો; નમાઝને ન રોકવામાં આવે... અમારી દ્રષ્ટીએ આ જ સંતુલન છે

નવી દિલ્હીએક મહિનો પહેલા

વારાણસીમાં જ્ઞાનવાપી મસ્જિદનો સરવે કરાવવા માટે વારાણસી કોર્ટના આદેશ વિરૂદ્ધ મુસ્લિમ પક્ષની અરજી પર સુપ્રીમ કોર્ટે કેટલાંક મહત્વના નિર્દેશ આપ્યા છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે પરિસરમાં જે જગ્યાએ શિવલિંગ મળ્યું છે, તે જગ્યાને સુરક્ષિત રાખવામાં આવે. પરંતુ કોર્ટે એમ પણ કહ્યું કે લોકોને નમાઝ અદા કરવાથી ન રોકવામાં આવે. મુસ્લિમ પક્ષ દ્વારા લોબિંગ કરી રહેલા હુફૈઝા અહમદીને સુપ્રીમ કોર્ટે કહ્યું કે આ અરજી પૂજા-અર્ચના માટેની છે, ન કે માલિકી હક્કની ત્યારે આ અંગે અહમદીએ કહ્યું હતું કે એવામાં ત્યાંની સ્થિતિ જ બદલી જશે.

જસ્ટિસ ચંદ્રચૂડે નિર્દેશ આપ્યા- જો શિવલિંગ મળ્યું છે તો અમારે સંતુલન જાળવી રાખવું પડશે. અમે DMને નિર્દેશ આપીશું કે તેઓ તે જગ્યાની સુરક્ષા કરે પરંતુ મુસ્લિમોને નમાઝ અદા કરતા ન રોકવામાં આવે.

સુપ્રીમ કોર્ટમાં સુનાવણી દરમિયાન શું શું થયું....

  • સુપ્રીમ કોર્ટે કહ્યું કે અમે નોટિસ જાહેર કરી રહ્યાં છીએ. અમે નીચલી અદાલતને નિર્દેશ આપવા માગીએ છીએ કે જ્યાં શિવલિંગ મળ્યું છે તે જ્યાગે સુરક્ષિત રાખવામાં આવે. પરંતુ લોકોને નમાઝથી ન રોકવામાં આવે.
  • સુપ્રીમ કોર્ટે પૂછ્યું કે સર્વેનું સ્ટેટસ શું છે? આ અંગે મુસ્લિમ પક્ષે કહ્યું કે તમે પરિસરને સીલ કઈ રીતે કરી શકો છે. ગેરકાયદે નિર્દેશો થઈ રહ્યાં છે. જો તમે પરિસરને સીલ કરી દેશો તો આ યથાસ્થિતિ રાખવાના નિર્દેશનું ઉલ્લંઘન છે.
  • સુપ્રીમ કોર્ટે જ્યારે મુસ્લિમ પક્ષના અરજદાર અહમદીએ કહ્યું કે આ મામલો માલિકી હક્કનો નથી, પરંતુ પૂજાનો છે તો મુસ્લિમ પક્ષે કહ્યું કે તેનાથી તો સ્થિતિ જ બદલાય જશે. અહમદીએ કહ્યું કે આ કોર્ટે જ કહ્યું હતું કે 15 ઓગસ્ટ, 1947નાં રોજ જે ધર્મસ્થળ જે સ્થિતિમાં હતા તેને ન બદલી શકાય. આ પ્રકારનો ઓર્ડર (વારાણસી કોર્ટ)માં ષડયંત્રની ઘણી જ આશંકા છે.
  • સુપ્રીમ કોર્ટે કહ્યું કે અમે શું કરી શકીએ છીએ. અમે આ પૂજા-અર્ચનાની અરજી ફગાવવા માટે ટ્રાયલ કોર્ટને ઓર્ડર આપી શકીએ છીએ. જેના પર અહમદીએ કહ્યું કે તમે તમામ નિર્દેશોને નિરસ્ત કરો, કેમકે આ બધું સંસદના નિયમોની વિરૂદ્ધનું છે.

મામલાની સુનાવણી ડીવાય ચંદ્રચૂડ અને જસ્ટિસ પીએસ નરસિમ્હાની બેંચ કરી રહી છે. મુસ્લિમ પક્ષે સર્વે પર રોક લગાડવા માટે હાઈકોર્ટમાં પણ અપીલ કરી હતી, પરંતુ તેને ફગાવી દેવામાં આવી હતી. જે બાદ સુપ્રીમો કોર્ટ અરજી દાખલ કરાઈ હતી.

SCએ તાત્કાલિક રોકનો ઈનકાર કર્યો હતો

વારાણસીમાં કાશી વિશ્વનાથ મંદિરની બાજુમાં જ જ્ઞાનવાપી મસ્જિદને લઈને સેંકડો વર્ષોથી વિવાદ ચાલી રહ્યો છે. માનવામાં આવે છે કે 1699માં મુઘલ શાસક ઔરંગઝેબે મૂળ કાશી વિશ્વનાથ મંદિરને તોડીને જ્ઞાનવાપી મસ્જિદ બનાવી હતી.
વારાણસીમાં કાશી વિશ્વનાથ મંદિરની બાજુમાં જ જ્ઞાનવાપી મસ્જિદને લઈને સેંકડો વર્ષોથી વિવાદ ચાલી રહ્યો છે. માનવામાં આવે છે કે 1699માં મુઘલ શાસક ઔરંગઝેબે મૂળ કાશી વિશ્વનાથ મંદિરને તોડીને જ્ઞાનવાપી મસ્જિદ બનાવી હતી.

સુપ્રીમ કોર્ટે 13 મેનાં રોજ વારાણસીમાં જ્ઞાનવાપી મસ્જિદમાં સર્વે પર તાત્કાલિક રોક લગાડવાનો ઈનકાર કર્યો હતો. કોર્ટ મામલાની લિસ્ટિંગ માટે તૈયાર થઈ ગયું હતું. કોર્ટે કહ્યું હતું કે મામલા સાથે જોડાયેલાં તમામ દસ્તાવેજ જોયા બાદ જ કોઈ નિર્ણય લઈ શકાય છે.

સર્વે દરમિયાન શિવલિંગ મળ્યું, કોર્ટે જગ્યા સીલ કરવાનું કહ્યું
વારાણસી કોર્ટના આદેશ પછી 3 દિવસમાં સરવેનું કામ પુરું થયું છે. તો ત્રીજા દિવસે સોમવારે સર્વે દરમિયાન જ્ઞાનવાપી પરિસરની અંદર શિવલિંગ મળ્યું. જે બાદ હિન્દુ પક્ષની અપીલ પર વારાણસી કોર્ટે DMને આદેશ આપ્યા કે જે જગ્યાએ શિવલિંગ મળ્યું છે તે જગ્યા તાત્કાલિક સીલ કરવામાં આવે.

ત્યાં કોઈ પણ વ્યક્તિના પ્રવેશવા દેવામાં ન આવે. કોર્ટે DM, પોલીસ કમિશનર અને CRPF કમાન્ડન્ટને જગ્યાને સંરક્ષિત અને સુરક્ષિત રાખવા માટે વ્યક્તિગત રીતે જવાબદારી આપી છે. જે બાદ પ્રશાસનની ટીમ ત્યાં પહોંચી અને કોર્ટના આદેશ અનુસાર 9 તાળા મારીને તે જગ્યા સીલ કરી.

અન્ય સમાચારો પણ છે...