ગોવા મુક્તિ દિવસે PM બોલ્યા...:સરદાર પટેલ જીવતા હોત તો ગોવા પણ વહેલું આઝાદ થઈ ગયું હોત!

પણજીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
નરેન્દ્ર મોદી - ફાઇલ તસવીર - Divya Bhaskar
નરેન્દ્ર મોદી - ફાઇલ તસવીર

ગોવાના પોર્ટુગલના શાસનથી મુક્ત થવાના 60 વર્ષ પૂરાં થવાના અવસરે આયોજિત સમારોહમાં પહોંચેલા વડાપ્રધાન મોદીએ મીરામરમાં એક ફ્લાય પાસ્ટ અને સેલ પરેડ નિહાળી હતી. તેમણે આ દમિયાન કહ્યું કે, ‘સરદાર વલ્લભ ભાઈ પટેલ જો વધુ સમય જીવતા રહ્યા હોય તો ગોવા પોર્ટુગલના શાસનથી ઘણા સમય પહેલા જ મુક્ત થઈ ગયું હોત.’

પીએમ મોદીએ એ સ્વાતંત્ર્ય સેનાનીઓની પણ પ્રશંસા કરી હતી જેમણે રાજ્યની સ્વતંત્રતા માટે લડત લડી હતી. તેમાં ગોવાની બહારના લોકો પણ સામેલ હતી. ઉલ્લેખનીય છે કે ગોવા મુક્તિ દિવસ 19 ડિસેમ્બરે મનાવાય છે. તટીય રાજ્ય ગોવાને ભારતીય સશસ્ત્ર દળોએ 1961માં પોર્ટુગલના શાસનથી મુક્ત કરાવ્યું હતું. મોદીએ કહ્યું કે જ્યારે દેશના એક મોટા ભાગ પર મુઘલોનું શાસન હતું ત્યારે ગોવા પોર્ટુગલના શાસન હેઠળ આવ્યું પણ સદીઓ પછી ન તો ગોવા તેની ભારતીયતા ભૂલ્યું અને ન તો ભારત ગોવાને ભૂલ્યું.

પૂર્વ CM દિવંગત મનોહર પર્રિકરને યાદ કર્યા
પીએમ મોદીએ ગોવાના પૂર્વ મુખ્યમંત્રી દિવંગત મનોહર પર્રિકરને યાદ કરતા કહ્યું કે તેમણે રાજ્યની ક્ષમતા સમજી અને લોકોના કલ્યાણ માટે તેનું પોષણ કર્યું. કાર્યક્રમ દરમિયાન મોદીએ ગોવાને આઝાદ કરાવવા માટે ભારતીય સેના દ્વારા ચલાવાયેલા ઓપરેશન વિજયના સ્વાતંત્ર્ય સેનાનીઓ અને ભૂતપૂર્વ સૈનિકોને સન્માનિત કર્યા.

અન્ય સમાચારો પણ છે...