ખેડૂતો મુદ્દે ગુરુવારે રાહુલ ગાંધીના નેતૃત્ત્વ હેઠળ કોંગ્રેસના નેતાઓની રાષ્ટ્રપતિ ભવન સુધીની કૂચ અટકાવાઇ. કલમ 144 લાગુ થવા છતાં કૂચ કરવા બદલ કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા વાડરા સહિતના નેતાઓની અટકાયત કરાઇ હતી. જોકે, થોડી વારમાં તેમને છોડી મુકાયા હતા. બાદમાં રાહુલ ગુલામ નબી આઝાદ અને અધીર રંજન ચૌધરી સાથે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને મળ્યા.
બાદમાં મીડિયા સાથે વાતચીતમાં રાહુલે કહ્યું કે, ‘મોદીની સામે પડવાનો પ્રયાસ કરનારને આતંકી ગણાવી દેવાશે, પછી ભલે RSS (રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ)ના વડા મોહન ભાગવત પણ તેમની સામે પડ્યા હોય પરંતુ ત્રણેય કાયદા પાછા નહીં ખેંચાય ત્યાં સુધી ખેડૂતો ઊઠશે નહીં.’
રાહુલને કોંગ્રેસ પણ ગંભીરતાથી નથી લેતી
કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરે કહ્યું-‘રાહુલ ગાંધીને તો કોંગ્રેસ જ ગંભીરતાથી નથી લેતી, દેશનો તો સવાલ જ નથી. તેઓ રાષ્ટ્રપતિ સમક્ષ વિરોધ વ્યક્ત કરવા ગયા ત્યારે કોંગ્રેસમાંથી એકેય નેતા ખેડૂતોના હસ્તાક્ષર કરાવવા નહોતા આવ્યા કે ખેડૂતોએ હસ્તાક્ષર પણ નહોતા કર્યા.’
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.