તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • If Petrol diesel Became Expensive In The Budget, Then A Hoarding Was Put Up Mocking PM Modi? Find Out The Truth Of This Photo And Claim

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ફેક ન્યુઝ એક્સપોઝ:બજેટમાં પેટ્રોલ-ડિઝલ થયું મોંઘુ તો PM મોદીની મજાક ઉડાવતું હોર્ડિંગ લગાવાયું? જાણો આ ફોટો અને દાવાની સત્યતા

એક મહિનો પહેલા
 • કૉપી લિંક

શું થઈ રહ્યું છે વાયરલ?: સોશિયલ મીડિયા પર એક ફોટો વાયરલ થઈ રહ્યો છે. ફોટોમાં PM મોદીનું હોર્ડિંગ લાગેલું છે, જેના પર લખ્યું છે; અક્કડ બક્કડ બમ્બે બોલ અસ્સી, નબ્બે પૂરે 100. દાવો થઈ રહ્યો છે કે 2021ના બજેટમાં એગ્રીકલ્ચર સેસ લાગવાથી પેટ્રોલ-ડિઝલની કિંમતોમાં વધારો થશે. પેટ્રોલ 2.50 રૂપિયા અને ડિઝલ 4 રૂપિયા મોંઘું થઈ જશે.

અને સત્ય શું છે?

 • વાયરલ ફોટોની સત્યતા જાણવા માટે અમે આ ફોટોને ગૂગલ પર રિવર્સ સર્ચ કર્યો. સર્ચ રિઝલ્ટમાં અમને વાયરલ ફોટોનો અસલી ફોટો ઈન્ડિયા માર્ટની વેબસાઈટ પર મળ્યો.

 • વેબસાઈટ પર આ ફોટો નેક્સસ મીડિયા વર્ક્સ નામની એક જાહેરાત એજન્સીએ અપલોડ કર્યો હતો. નેક્સસનો સંપર્ક કરતા અમને ખ્યાલ આવ્યો કે આ ફોટો મહારાષ્ટ્રનો છે, જેને 4-5 વર્ષ પહેલા પાડવામાં આવ્યો હતો.
 • એગ્રીકલ્ચર સેસથી પેટ્રોલ, ડિઝલની કિંમત વધવાના દાવાનું સત્ય જાણવા માટે અમે ભારત સરકારની અધિકૃત ઈન્ડિયન બજેટ વેબસાઈટ ચેક કરી. વેબસાઈટના પેજ નં. 58 પર લખ્યું છે કે પેટ્રોલ-ડિઝલ પર એગ્રીકલ્ચર સેસ લગાવાઈ છે, પરંતુ એક્સાઈઝ ડ્યુટી અને સ્પેશિયલ એક્સાઈઝ ડ્યુટીને ઘટાડવામાં આવશે. જેનાથી ગ્રાહકો પર વધારાનો બોજ નહીં આવે.

 • સ્પષ્ટ છે કે સોશિયલ મીડિયા પર PM મોદીના હોર્ડિંગનો વાયરલ થઈ રહેલો ફોટો ફેક છે. તેના ઉપરાંત ફોટોની સાથે પેટ્રોલ અને ડિઝલની કિંમત વધવાનો દાવો પણ 100 ટકા સાચો નથી.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...

  વધુ વાંચો