• Gujarati News
  • National
  • If Minister's Son Is Not Arrested Or Not Included In Investigation Till Tomorrow, I Will Go On Hunger Strike: Navjot Singh Sidhu

લખીમપુર ખીરી LIVE:કેન્દ્રીય મંત્રી અજય મિશ્રાના ઘરે નોટિસ ચોંટાડવામાં આવી, પુત્રને ક્રાઈમ બ્રાંચે કાલ હાજર થવાના આદેશ; સિદ્ધુ લખીમપુર જવા રવાના

17 દિવસ પહેલા
મંત્રીના ઘર પર નોટિસ ચિપકાવતી UP પોલીસ
  • નવજોતે કહ્યું-મંત્રીના દીકરા સામે પગલાં નહીં લેવાય તો ભૂખ હડતાળ

લખીમપુર ખીરીમાં કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રી અજય મિશ્રાના ઘરે પોલીસે નોટિસ ચિપકાવી છે. આ નોટિસ કલમ 160 અંતર્ગત ચિપકાવી છે. જેમાં પુત્ર આશીષ મિશ્રાને કાલ સવારે 10 વાગ્યે ક્રાઈમ બ્રાંચની પૂછપરછ માટે લખનઉ બોલાવ્યો છે. અહીં તેને તપાસ કમિટીની સામે પોતાનો પક્ષ રજૂ કરવાનો રહેશે. મંત્રીનું ઘર લખીમપુરના શાહપુરા કોઠી વિસ્તારમાં છે.

સિદ્ધુ છુટ્યા
લખીમપુર ખીરી જઈ રહેલા પંજાબ કોંગ્રેસના અધ્યક્ષ નવજોતસિંહ સિદ્ધુને UP બોર્ડર પર સહારનપુરમાં પોલીસે ધરપકડ કરી હતી. જેના પર નારાજ કોંગ્રેસીઓએ UP પોલીસની પહેલી બેરિકોડ તોડી દીધી. જે બાદ પોલીસે સિદ્ધુ અને તેમના સાથે ગયેલા મંત્રી અમરિંદરસિંહ રાજા વડિંગ, વિજયેન્દ્ર સિંગલા, ગુરકીરત કોટલી સહિત 4 ધારાસભ્યોની અટકાયત કરી હતી. જે બાદ તમામ લગભગ પાંચ કલાક સુધી ધરણાં પર બેસી રહ્યાં. સાંજે લગભગ 6 વાગ્યે તમામને પોલીસે છોડી દીધા. જે બાદ સિદ્ધુનો કાફલો લખીમપુર ખીરી જવા માટે રવાના થયા.

આ પહેલાં મોહાલીમાં સિદ્ધુએ કહ્યું હતું કે જો કાલ (શુક્રવાર) સુધીમાં કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રી અજય મિશ્રાના પુત્ર આશીષની ધરપકડ ન થઈ તો તેઓ ભૂખ હડતાળ પર બેસી જશે. આ વચ્ચે સપા નેતા અખિલેશ યાદવ લખીમપુર પહોંચ્યા છે. તેઓએ સૌથી પહેલાં મૃતક લવપ્રિતના પરિવાર સાથે મુલાકાત કરી. જે બાદ નક્ષત્ર સિંહના પરિવારને મળ્યા. બંનેને સંભવિત દરેક પ્રકારની મદદ કરવાનું કહ્યું. અખિલેશ યાદવે મૃતક પત્રકાર રમનના પરિવારના સભ્યો સાથે પણ મુલાકાત કરી.

આશિષની ધરપકડ માટે દરોડા
લખીમપુર હિંસા કેસમાં પોલીસે બે આરોપીની ધરપકડ કરી છે અને અન્ય 3 આરોપીની અટકાયત કરવામાં આવી છે. લવ, કુશ અને આશિષ પાંડેની ધરપકડ કરવામાં આવી છે. આશિષ મિશ્રાની ધરપકડ માટે પોલીસે દરોડા પાડવાની શરૂઆત કરી છે. આશિષને સમન્સ પણ મોકલવામાં આવ્યું છે.

ગૃહમંત્રીના દિકરાને સમન્સ મોકલવામાં આવ્યું- IG લક્ષ્મી
લખીમપુર કેસમાં IG રેન્જ લક્ષ્મી સિંહે કહ્યું કે, બે લોકોને પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા છે. બંનેની પૂછપરછમાં ઘણાં પુરાવા અને સાક્ષી મળ્યા છે. ઘટનામાં સામેલ 3 આરોપીઓ વિશે માહિતી મળી છે. અમુક પુરાવા મળ્યા છે તેને ફોરેન્સિક તપાસ માટે પણ મોકલવામાં આવ્યા છે. ગૃહ રાજ્ય મંત્રીના દિકરા આશિષ મિશ્રાની પૂછપરછ માટે તેને સમન્સ મોકલીને બોલાવવામાં આવ્યો છે.

પંજાબના કેબિનેટ મંત્રી પરગટ સિંહના જણાવ્યા પ્રમાણે, જ્યાં પણ આ કાફલાને રોકવામાં આવ્યો છે ત્યાં જ શાંતિપૂર્ણ પ્રદર્શન શરૂ કરવામાં આવશે અને તેઓ આશા રાખી રહ્યા છે કે ઉત્તરપ્રદેશ સરકાર તેમને લખીમપુર ખીરી સુધી જવાની પરવાનગી આપશે. આ અગાઉ સવારે પ્રોટેસ્ટ માર્ચને લઈને મોહાલીના જીરકપુરમાં એરપોર્ટ રોડ પર કોંગ્રેસના કાર્યકર્તા એકઠા થયા છે. મોહાલી એરપોર્ટ રોડ પર સીએમ ચરણજિત સિંહ ચન્ની અને નવજોત સિંહ સિદ્ધુના મોટાં-મોટાં પોસ્ટર લગાવવામાં આવ્યાં છે.

રેલીમાં સમગ્ર પંજાબમાંથી આશરે 10,000ની આસપાસ ગાડીઓ જોડાશે
કોંગ્રેસનેતાઓ દાવો કરી રહ્યા છે કે આ રેલીમાં સમગ્ર પંજાબથી આશરે 10,000ની આસપાસ ગાડીઓ જોડાશે. સિદ્ધુએ ધારાસભ્યો અને નેતાઓને 200 ગાડી લઈને રેલીમાં જોડાવાની અપીલ કરી છે. માનવામાં આવી રહ્યું છે કે આ રેલી માર્ચ નવજોત સિંહ સિદ્ધુ માટે શક્તિ પરીક્ષણની જેમ છે અને એને લીધે જ સિદ્ધુ આ રેલીમાં કાર્યકર્તાઓની ભારે ભીડ અને વાહનોની લાંબી લાઈનો લગાવવાના પ્રયત્નોમાં લાગ્યા છે. આ માર્ચને UP પોલીસ સહારનપુરની નજીક હરિયાણા સરહદ પર જ રોકી શકે છે.

સિદ્ધુ લખીમપુર જવા નીકળ્યા
સિદ્ધુ લખીમપુર જવા નીકળ્યા

શું છે સમગ્ર મામલો
ઉત્તરપ્રદેશના ઉપમુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્યના પ્રવાસને લઈને ખેડૂતોના વિરોધપ્રદર્શન દરમિયાન રવિવારે લખીમપુર ખીરી જિલ્લાના તિકોનિયા વિસ્તારમાં ચાર ખેડૂત સહિત 8 લોકોનાં મોત થયાં હતાં. સંયુક્ત કિસાન મોરચા (SKM)એ આરોપ લગાવ્યો છે કે કેટલાક પ્રદર્શનકારી ખેડૂતોને કથિતરૂપે બે SUV વાહનોથી કચડી નાખવામાં આવ્યા. ખેડૂત નેતાઓએ આરોપ લગાવ્યો હતો કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી અજય કુમાર મિશ્રાનો દીકરો દુર્ઘટનામાં સામેલ એસયુવી કારમાં સવાર હતો. અજય કુમાર મિશ્રાની ધરપકડ કરવામાં આવે અને મૃતક ખેડૂતોના પરિવારને ન્યાય આપવામાં આવે એવી માગ ઊઠી છે.

અન્ય સમાચારો પણ છે...