તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • If Mamata's Right Hand Man Ravindra Had Not Joined BJP, He Would Have Fought Didi Singur

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પશ્ચિમ બંગાળમાં વિધાનસભા ચૂંટણી:મમતાના રાઇટ હેન્ડ રવીન્દ્ર ભાજપમાં ન જોડાયા હોત તો દીદી સિંગુરથી લડત

સિંગુર16 દિવસ પહેલાલેખક: મધુરેશ
  • કૉપી લિંક
મમતા બેનર્જી - ફાઇલ તસવીર - Divya Bhaskar
મમતા બેનર્જી - ફાઇલ તસવીર
  • સિંગુરમાં ટીએમસી 20 વર્ષથી જીતે છે

મમતા બેનરજીને પ.બંગાળમાં સત્તા સિંગુર-નંદીગ્રામ આંદોલનથી મળી હતી પણ આ વખતે બંને બેઠક પર જંગ જામ્યો છે. સિંગુરમાં આ વખતે મમતાને બેચારામ મન્નાની જીતની વધુ શક્યતા જણાઇ. તેથી તેમણે સિંગુરમાં તેમના જમણા હાથ અને 4 ટર્મથી ધારાસભ્ય ચૂંટાતા રવીન્દ્રનાથ ભટ્ટાચાર્ય (માસ્ટર મોશાય) સાથે છેડો ફાડ્યો. અજીબ સંયોગ છે કે મમતાને રાજપાટ અપાવનારા બંને મોટા મુદ્દા- સિંગુર અને નંદીગ્રામના બંને ખાસ સેનાની (રવીન્દ્રનાથ, સુવેન્દુ) આ ચૂંટણીમાં મમતાની સામે છે.

નંદીગ્રામમાં મતદાન થઇ ચૂક્યું છે, સિંગુરમાં હજુ બાકી છે. સિંગુર-નંદીગ્રામના જોરે જ મમતાએ સીપીએમનો ગઢ ગણાતા પ.બંગાળ પર કબજો કર્યો પણ ગત લોકસભા ચૂંટણીનાં પરિણામ તેમના માટે ડરાવનારા છે. સિંગુર હુગલી લોકસભા મતક્ષેત્રની વિધાનસભા બેઠક છે. ભાજપે હુગલી લોકસભા બેઠક તો જીતી અને અહીંની 7માંથી સિંગુર સહિત 5 વિધાનસભા બેઠક પર સરસાઇ પણ મેળવી. ભાજપે રવીન્દ્રનાથને ઉમેદવાર બનાવ્યા છે. મમતાનો આ ગઢ આંચકી લેવાની ભાજપની આતુરતાનો એ બાબત પરથી અંદાજ લગાવી શકાય છે કે ભાજપે આસપાસની વિધાનસભા બેઠકો પર બે સાંસદને (લોકેટ ચેટરજી, સ્વપન દાસગુપ્તા) મેદાને ઉતાર્યા છે. સિંગુરનો ગઢ જીતવા ચૂંટણી પરિણામોનું વર્તમાન વિશ્લેષણ એ જ છે કે મમતાનો કબજો સીપીએમને મળનારા મતો પર નિર્ભર કરશે. સીપીએમ ભાજપમાં શિફ્ટ થયેલા પોતાના મત જેટલા વધુ હાંસલ કરશે તેટલી મમતાના ઉમેદવારની સ્થિતિ વધુ મજબૂત થશે. જોકે, ભાજપમાંથી મતોની વાપસી સરળ નથી.

ગત લોકસભા ચૂંટણી તેનો પુરાવો છે. ખાસ કરીને ટીએમસી અને સીપીએમના લોકો હાઇવે પરથી ઉજ્જડ બની ચૂકેલા ખેતરોમાં આવતાં ખચકાય છે. વોટ બગડવાનું જોખમ છે. ભાજપ આ સ્થિતિનો સોનેરી તક તરીકે ઉપયોગ કરી રહ્યો છે. મતદારોને સમજાવી રહ્યો છે કે કેવી રીતે તેમને સ્વાર્થી રાજકારણનું મહોરું બનાવાયા? મતદારો પોતે પીડિત હોવાથી બધું બરાબર સમજી રહ્યા છે કે કેવી રીતે 2006માં તાતાએ અહીં નેનોની ફેક્ટરી નાખવાનું નક્કી કર્યું, કેવી રીતે હજાર એકર જમીનનો મોટો હિસ્સો ડાબેરી સરકારે કબજે કર્યો, 2007માં બાંધકામ શરૂ થયું, રોજગારીની વાત ચાલી, વળતરના રૂપિયા ક્યારના ખતમ થયા, મમતાના ભારે વિરોધના કારણે ઓક્ટોબર, 2008માં નેનોનો પ્લાન્ટ હટી ગયો, સુપ્રીમકોર્ટના આદેશથી જમીન પરત કરાઇ, આ જમીન કોઇ કામની નથી રહી. સ્થાનિકોનો સવાલ છે કે 10 વર્ષમાં આ જમીન ખેતીલાયક ન બનાવી શકાઇ હોત? આ પાયાના સવાલનો પ્રામાણિક જવાબ બંગાળ સરકારના આ ઔપચારિક કારનામામાં નથી.

2.30 લાખ મતદાર, જેમાંથી 12% લઘુમતી સમુદાયના
સિંગુરમાં 2.30 લાખથી વધુ મતદારો છે, જેમાંથી અંદાજે 12% લઘુમતી સમુદાયના છે. નિષ્ણાતોના કહેવા મુજબ, લેફ્ટ-સીપીએમ-કોંગ્રેસના ગઠબંધનના કારણે લઘુમતી મતો વિભાજિત થશે જ્યારે હિન્દુ મતો મુખ્યત્વે ટીએમસી અને ભાજપ વચ્ચે જ વહેંચાશે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

    વધુ વાંચો