• Home
  • National
  • If it became difficult to stand in line in 40 degree temperature, keep the bags in line, 1500 workers lined up for the bus from 4 in the morning.

બમ્બઇથી બનારસ LIVE / 40 ડિગ્રી તાપમાનમાં લાઇનમાં ઉભા રહેવું મુશ્કેલ બન્યું તો બેગને લાઇનમાં રાખી, સવારે ચાર વાગ્યાથી બસ માટે 1500 મજૂરો લાઇનમાં લાગ્યા

If it became difficult to stand in line in 40 degree temperature, keep the bags in line, 1500 workers lined up for the bus from 4 in the morning.
X
If it became difficult to stand in line in 40 degree temperature, keep the bags in line, 1500 workers lined up for the bus from 4 in the morning.

  • બનારસના મોહમ્મદ રાજૂએ કહ્યું- મેં ટ્રેનથી જવા માટે વેબસાઇટ પર ફોર્મ ભર્યું હતું, ક્યાંય નામ ન આવ્યું તો બસમાં ગામડે જવા નિકળ્યો
  • મનીષ ચૌરસિયાની ફરિયાદ- અમારી પાસે ખાવા પીવા કંઇ નથી, અહીં ભૂખે મરવાની નોબત આવી તો શું કરીએ

દિવ્ય ભાસ્કર

May 17, 2020, 10:29 PM IST

મનીષા ભલ્લા અને વિનોદ યાદવ , ખારેગાંવ ટોલનાકાથી. ભાસ્કરના પત્રકાર મુંબઇથી બનારસના સફરે નિકળ્યા છે. એ રસ્તાઓ પર મોટી સંખ્યામા લોકો તેમના ઘરે જવા નિકળ્યા છે. ઉઘાડા પગે, સાઇકલ, ટ્રકો અને ગાડીઓમાં નિકળ્યા છે. કોઇ પણ ભોગે તેઓ ઘરે જવા માગે છે. તે રસ્તાઓની કહાણીઓ તમારા સુધી લાવી છે. વાંચતા રહો.

પહેલો રિપોર્ટ
નાસિક હાઇવે પર ઠાણેનું પહેલુ નાકુ છે ખારેગાંવ ટોલ. બપોરનો સમય છે. અહીં લગભગ 1500-2000 મજૂરોની ભીડ છે. રુદ્રપુરની અંજૂ બે નાના બાળકો સાથે સવારથી લાઇનમાં ઉભી છે. તે કહે છે, હવે નિકળી ગયા છીએ તો જરૂર જઇશું, પછી ગમે તેમ જવું પડે. પ્રતાપગઢ જવા માટે લાઇનમાં ઉભેલા સંજય કહે છે- બસ નહીં મળે તો પગપાળા જઇશું.  જેનાથી પણ વાત કરીએ તેઓ ઘરે જવા માગે છે.આ જગ્યાથી મહારાષ્ટ્ર સરકાર તેમને બોર્ડર સુધી છોડે છે જ્યાંથી તેઓ તેમના રાજ્યમાં જશે. સવારે 4 વાગ્યાથી લાઇનમાં લાગ્યા હતા અને બપોરના 12 વાગ્યા સુધી તેમાંથી કોઇ જાણતું ન હતું કે કોને જવા મળશે અને કોને નહીં. સ્વભાવિક છે કે દરેક લોકો જઇ નહીં શકે. 

સંતોષકુમાર મિસ્ત્રીનું કામ કરતા હતા. મુંબઈના કલવામાં 1500 રૂપિયા રૂમનું ભાડું હતું પરંતુ બે મહિનાથી તેઓ ભાડુ આપી નથી શકતા. દૂધ પીતા 9 મહિનાના બાળકને લઇને લાઇનમાં ઉભા છે. કહે છે કે અમારી ચાલમાં કોઇએ કહ્યું કે અહીંથી બસો મોકલવામાં આવી રહી છે તેથી અમે આવી ગયા. સંતોષને ભદોઇ જવું છે. તેની પત્ની બીજા બાળકને દૂધ પીવડાવી રહી છે. આ નાકા પર લાઇનમાં લાગેલા સૌથી વધારે લોકો ઉત્તરપ્રદેશના જૌનપુર, ભદોઇ અને ગોરખપુરના છે. પ્રતાપગઢ જવા માટે સવારે સાત વાગ્યાથી લાઇનમાં લાગેલા સંજય કહે છે કે પ્રતાપગઢ જઇને કમસે કમ ભૂખથી નહીં મરીએ. સંજયે જણાવ્યું કે જો બસ નહીં મળે તો પરિવાર સાથે પગપાળા પ્રતાપગઢ જશે. જોકે તેમને ખાવાપીવાની કોઇ પરેશાની નથી. લોકો ભોજનની વ્યવસ્થા કરી રહ્યા છે. દરરોજ ભોજનની વ્યવસ્થા કરનાર શાકિર કહે છે કે અત્યારે તો બસો લાગેલી છે પરંતુ સાંજ થતા જ પગપાળા ચાલવાનું શરૂ કરી દેશે. અહીં ટ્રક ઉભી રહેશે જે લોકો પાસેથી તગડું ભાડૂ વસૂલશે. 

અહીં અમને તેજૂરામ જાયસવાલ, સત્યધામા અને ચંદ્રભાન મળ્યા જે યૂપીના આઝમગઢ જવા નિકળ્યા છે. તેજૂરામે કહ્યું- મુંબઇના ભાંડુપમાં રહું છું, આઝમગઢ મારું ઘર છે. કામધંધો બંધ છે . બે મહિના તો બેસીના ખાધું પણ હવે કામ શરૂ થવાની સંભાવના ઓછી છે તેથી ગામડે જઇ રહ્યો છું. સચિન ચૌરસિયા 40 ડિગ્રી ગરમીમાં જૌનપુર જિલ્લાના શાહગંઝ જવા માટે નિકળ્યા છે. સચિન મુંબઈના કાંદિવલી વિસ્તારમાં એક હોલસેલ દુકાનમાં કામ કરતા હતા. હવે દુકાન બંધ છે તો ગામડે જવા સિવાય કોઇ વિકલ્પ નથી. ટોલનાકા પર જ અમને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સંસદીય ક્ષેત્રના મૂળ નિવાસી મોહમ્મદ રાજૂ મળ્યા. તેમણે કહ્યું- મેં ટ્રેનમાં જવા માટે મહારાષ્ટ્ર અને બન્ને રાજ્ય સરકારની વેબસાઇટ પર ફોર્મ ભર્યું હતું . પણ ક્યાંય નામ ન આવ્યું તો હવે બસમાં ગામડે જવા નિકળ્યો છું. 

મહારાષ્ટ્ર સરકારની બસોથી મધ્યપ્રદેશની બોર્ડર પર મોટી સંખ્યામાં યૂપી-બિહારના લોકો પહોંચી રહ્યા છે. ખારેગાંવ ડેપો પર આ લોકોના નામનું લિસ્ટ તૈયાર કરવામાં આવે છે. ત્યારબાદ લોકોને એસટી બસમાં બેસાડીને મધ્યપ્રદેશ બોર્ડર સુધી પહોંચાડવામાં આવે છે. 

ખારેગાંવ ડેપો પર તૈનાત એક સરકારી અધિકારીએ જણાવ્યું કે ખારેગાંવ નાકાથી 11 બસો રોજ છોડવામાં આવે છે. આવી જ રીતે આસપાસના ડેપોમાંથી પણ દરરોજ 16 જેટલી બસો છોડવમાં આવે છે. એક બસમાં લગભગ 20-22 લોકોને બેસાડવામાં આવે છે. ખારેગાંવ ટોલનાકા પર અમને સન્માન સોસાયટીના અમુક લોકો મળ્યા. તેઓ સૌ મધ્યમવર્ગીય મરાઠીભાષી પરિવારથી છે. તેમણે 20 હજાર રૂપિયા ભેગા કરીને આ લોકો માટે પાણી, બિસ્કિટ , પુલાવ જેવી ચીજોની વ્યવસ્થા કરી છે. 

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી