તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • If India Gets Control Over Terrorists, Now 'narco Terrorism' Is Spreading Through Rajasthan. Pakistan Seizes Rs 300 Crore Worth Of Drugs In Bikaner

સરહદ પર જૈશ-એ-મોહમ્મદની નવી ચાલ:ભારતે આતંકવાદ પર અંકુશ મેળવ્યો તો હવે 'નાર્કો ટેરરિઝમ' રાજસ્થાન માર્ગે વધારી રહ્યું છે પાકિસ્તાન, બિકાનેરમાં 300 કરોડના માદક પદાર્થ જપ્ત

બિકાનેર4 મહિનો પહેલા
  • કૉપી લિંક

ભારતમાં આતંકવાદનું નેટવર્ક બિછાવવા માટે પાકિસ્તાને જમ્મુ અને કાશ્મીરનો માર્ગ બનાવ્યો હતો. બસ એવી જ રીતે ભારતમાં 'નાર્કો ટેરરિઝમ' માટે પંજાબ બાદ હવે રાજસ્થાનનો માર્ગ ખોલવાનો ભરપૂર પ્રયત્ન કરી રહ્યું છે. પડોશી દેશના આ ષડયંત્રમાં હવે પાકિસ્તાની રેન્જર્સની ભૂમિકા પણ શંકાના ઘેરાવામાં આવી ગઈ છે.

રાજસ્થાનમાં આશરે રૂપિયા 300 કરોડનું મૂલ્યના હેરોઈનનો અત્યારસુધીનો સૌથી મોટો જથ્થો મોકલવાના પ્રયત્નને નિષ્ફળ બનાવી બોર્ડર સિક્યોરિટી ફોર્સ (BSF)એ બે યુવકોની ધરપકડ કરી લીધી છે. આ યુવકોની પૂછપરછ બાદ BSF DIG પુષ્પેન્દ્ર શેખાવત માને છે કે પાકિસ્તાન રેન્જર્સની ભૂમિકા શંકાસ્પદ છે.

આતંકવાદી સંગઠનની સંડોવણી
અત્યાર સુધી એવું માનવામાં આવી રહ્યું છે કે પાકિસ્તાને બહાવલપુર સ્થિત જૈશ-એ-મોહમ્મદના વડા મથકે આતંકને બદલે નશાથી ભારતીય યુવાનોને ટાર્ગેટ કરવાની નીતિ અપનાવી છે. આ એક 'નાર્કો ટેરરિઝ્મ' છે. આ અંતર્ગત મોટા પ્રમાણમાં માદક પદાર્શો પહોંચડવામાં આવી રહ્યા છે. આ માદક પદાર્શોને અમદાવાદ, મુંબઈ અને દિલ્હી સહિતના મોટા શહેરોમાં મોકલવામાં આવી રહ્યા છે. જોકે સંગઠન ચલાવવા માટે ભંડોળની પણ જરૂર પડે છે, આ સંજોગોમાં આ સંગઠન માદક પદાર્થોના કારોબાર માટે ગુજરાત અને રાજસ્થાન સરહદને પસંદ કરે છે.

1. કેવી રીતે સરહદ પર પહોંચ્યા?
જે રીતે સ્મગલર્સ ભારતીય સરહદ પાસે દાણચોરીનો સામાન મેળવવા માટે પહોંચતા હતા, બસ એવી જ રીતે પાકિસ્તાનની સીમામાં દાણચોરો પહોંચતા હતા. આપણી બાજુની જેમ ત્યાં પણ રેન્જર્સ વગર પહોંચવું શક્ય નથી. આ સંજોગોમાં કોઈ પરવાનગી વગર કોઈ સરહદ નજીક પહોંચી જાય છે તો પાકિસ્તાની રેન્જર્સ શું કરતાં હતા? જે પીવીસી પાઈપમાં નાંખી રૂપિયા 300 કરોડનું હેરોઈન ભારતમાં મોકલવામાં આવ્યું હતું, તે પાઈપ પાકિસ્તાનની સરહદ સુધી કેવી રીતે પહોંચી? આ પાઈપને એક-બે વ્યક્તિ લાવી શકે તેમ ન હતા. એટલે કે તે કોઈ વાહન મારફતે પહોંચાડવામાં આવી હશે. જે પાકિસ્તાની રેન્જર્સની ભૂમિકા વગર શક્ય નથી.

2.પથ્થર ફેકવામાં આવ્યા, તેમ છતાં રેન્જર્સ ઉંઘતા રહ્યાં
ભારતીય સરહદ બાજુથી પાકિસ્તાનની સરહદમાં પથ્થર ફેંકવામાં આવ્યા હતા. જે બે પંજાબી યુવકોને માદક પદાર્થની હેરાફેરી કરતાં ધરપકડ કરાઈ છે, તે આ બાબતનો સ્વીકાર કરે છે કે તેઓ પથ્થર ફેકતા હતા.એટલા બધા પથ્થર ફેકવામાં આવ્યા કે પાકિસ્તાની સ્મગલર્સને આ અંગે સંકેત મળી ગયા. ભારતના BSF જવાનો સાવચેત થઈ ગયા, પણ પાકિસ્તાની રેન્જર્સને જાણ જ ન થઈ.

3. સરહદ નજીક છે ચોકી
જે જગ્યાથી આ કાર્યવાહી થઈ છે, તેની બિલકુલ સામે પાકિસ્તાની ચોકી છે. પાકિસ્તાન તરફથી કોઈ જ જવાબી કાર્યવાહી કરવામાં આવી નથી. ભારતીય BSF જવાનોએ ફાયરિંગ કરી ભારતીય સીમામાં આવેલા તસ્કરોની ધરપકડ કરવામાં આવી, પણ પાકિસ્તાની તસ્કરોને પકડવા માટે કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી.

4. ઈન્કાર કરી દેવામાં આવ્યો
ભારતે મોટા પ્રમાણમાં હેરોઈન એકત્રિત કરવામાં આવી છે. તેને વિશ્વ સામે જાહેર પણ કરવામાં આવી છે. એવી માહિતી મળી રહી છે કે રાત્રીના સમયે જ્યારે ભારતીય જવાનોએ પાકિસ્તાની રેન્જર્સ સાથે વાત કરી તો તેમણે માદક પદાર્થની હેરાફેરીનો સ્પષ્ટ ઈન્કાર કરી દીધો. હવે આ હેરોઈન પાકિસ્તાની તસ્કરોએ મોકલી ન હોય તો ભારતમાં તે કેવી રીતે આવી તે એક પ્રશ્ન સર્જાઈ શકે છે. સ્પષ્ટ છે કે પાકિસ્તાની રેન્જર્સ ખોટું બોલે છે.

5. પોતાની ચોકી પર ગભરાયા પાક રેન્જર્સ
BSFના જવાનોએ જ્યારે મોટી સંખ્યામાં પહોંચી ઘટના અંગે તપાસ કરી તો પાકિસ્તાની પોસ્ટ પર રહેલો રેન્જર બુમો પાડવા લાગ્યો. તેણે પોતાના સાથીઓને બૂમો પડી બોલાવ્યો. આ દરમિયાન પડોસી દેશના રેન્જર્સે કોઈ પણ પ્રકારની જાણકારીનો ઈન્કાર કરી દીધો.

6.માદક પદાર્થના સ્થળો પર પાક ચોકી
બોર્ડરના જે ભાગથી પાઈપ નાંખી હેરોઈન ભારતીય સરહદમાં ફેકવામાં આવી હતી. ત્યાંથી માંડ 50 મીટરના અંતર પર પાકિસ્તાની રેન્જર્સની ચોકી છે. આ સંજોગોમાં પાક રેન્જર્સ અને સેનાની તસ્કરીમાં મિલીભગતનો શક વધારે ઘેરો થઈ જાય છે.

(રિપોર્ટઃ અનુરાગ હર્ષ, બિકાનેર, ઈનપુટ સહયોગ, ડીડી વૈષ્ણવ,જયપુર)