• Gujarati News
  • National
  • If He Did Not Do His Homework, The Father Tied His Hands And Feet And Hung His Son Upside Down. The Innocent Son Was Crying And Begging.

નિર્દયી પિતા:હોમવર્ક ન કર્યું તો હાથ-પગ બાંધીને પિતાએ પુત્રને ઊંધો લટકાવ્યો, રડતાં-રડતાં માસૂમ દીકરો આજીજી કરતો રહ્યો

ચિત્તોડગઢ6 દિવસ પહેલાલેખક: ઋતુપર્ણા મુખર્જી
  • લાકડી લઈને મારવા દોડેલા પિતાથી માસૂમને માતાએ બચાવ્યો

રાજસ્થાનના ચિત્તોડગઢમાં દીકરાએ હોમવર્ક ન કરતાં તેના પિતાએ તેને ઊંધો લટકાવી દીધો હતો. નિર્દય પિતા આટલે જ અટક્યો ન હતો. દીકરાને ઉલ્ટો લટકાવ્યા બાદ તેને લાકડી વડે માર મારવા આવ્યો ત્યારે માતાએ વચ્ચે પડીને દીકરાનો બચાવ કર્યો હતો. દીકરાને ઉલ્ટો લટકાવ્યા બાદ રડતાં-રડતાં તે પિતા સામે આજીજી કરતો રહ્યો અને કહ્યું કે મને મારી નાંખો પણ ઉલ્ટો ન લટકાવો. આ તરફ નિર્દય બાપની કરતૂત સામે લાવવા માટે માતાએ તેની વીડિયો બનાવી લીધો હતો.

પિતાએ માસૂમ પુત્રને ઉલ્ટો લટકાવી દીધો
ઘટના ચિત્તોડગઢના બુંદી જિલ્લાના ડાબીનો છે. અહીં 8 વર્ષનો માસૂમ હોમવર્ક પૂરું કરવાને બદલે રમવા માટે જતો રહ્યો હતો. આ વાતની તેના પિતાને ખબર પડતાં માસૂમ દીકરાના દોરડા વડે હાથ પગ બાંધીને જમીનપર પટક્યો હતો, ત્યારબાદ તેને ઉલ્ટો લટકાવી દીધો હતો. નિર્દય પિતાએ રોષે ભરાઈને દીકરાને અપશબ્દો પણ કહ્યા હતા. આ દરમિયાન દીકરો વારંવાર આજીજી કરતો રહ્યો હતો કે મને ઉલ્ટો ન લટકાવો. બાદમાં પિતા લાકડી લઈને દીકરાને મારવા આવ્યો ત્યારે માસૂમને માતાએ બચાવી લીધો હતો.

માસૂમની માતાએ વીડિયો બનાવી લીધો હતો
નિર્દય પિતા આ પહેલા પણ પુત્ર સાથે આવું વર્તન કર્યું હતું. આ ઘટના બાબતે પિતાને પાઠ ભણાવવા માટે પુત્રની માતાએ મોબાઈલ ફોન દ્વારા ઘટનાનો વીડિયો શુટ કરી લીધો હતો. આ સમગ્ર ઘટના મોબાઇલફોનમાં રેકોર્ડ કરવામાં આવી હતી. પુત્રની માતા મંગળવારે તેને લઈને બુંદીથી ચિત્તોડગઢના જોગણીયા માતા ગામે જઈને પોતાના ભાઈને બોલાવીને તેણે આ વીડિયો ભાઈને બતાવ્યો હતો. આ સાથે જ માસૂમ પુત્રને પણ પોતાના ભાઈની સાથે જ મોકલી દીધો હતો. ભાઈ ચંદ્રભાને ચાઇલ્ડ હેલ્પલાઇનને ફોન કરીને આ મામલે જાણ કરી હતી.

8 વર્ષનો માસૂમ હોમવર્ક પૂરું કરવાને બદલે રમવા માટે જતો રહ્યો હતો, આ બાબતે નિર્દય પિતાએ માસૂમ દીકરાને દોરડા વડે બાંધીને ઉલ્ટો લટકાવી દીધો હતો.
8 વર્ષનો માસૂમ હોમવર્ક પૂરું કરવાને બદલે રમવા માટે જતો રહ્યો હતો, આ બાબતે નિર્દય પિતાએ માસૂમ દીકરાને દોરડા વડે બાંધીને ઉલ્ટો લટકાવી દીધો હતો.

પત્ની સાથે પણ મારપીટ કરતો હતો શખ્સ
માસૂમના મામાએ જણાવ્યુ હતું કે જીજાજી અવારનવાર તેની બહેન અને પુત્રની સાથે મારપીટ કરે છે. માસૂમ હજી 8 વર્ષનો જ છે અને તેની એક નાની બહેન 5 વર્ષની છે. માસૂમ ભણવામાં તો હોશિયાર છે , પણ ક્યારેક-ક્યારેક દિવસે રમવા જતો રહે છે, પરંતુ સાંજે હોમવર્ક પૂરું કરી નાખે છે. આ તરફ તેના પિતા ઇચ્છતા હતા કે શાળાએથી આવીને તરત જ પુત્ર હોમવર્ક કરે. બસ આ મામલે રોષે ભરાઈને પિતાએ માસુમને ઉલ્ટો લટકાવી દીધો હતો. મામાએ જણાવ્યુ હતું કે આ બાબતે ડાબી પોલીસ ફરિયાદ નોંધાવવા માટે બોલાવી રહી છે પરંતુ આટલે દૂર જઈને ફરિયાદ નોંધાવવી પણ મુશ્કેલ છે. બીજી તરફ માસૂમના મામાને ડર પણ હતો કે જીજાજી બદમાશ છે અને જો પોલીસ ફરિયાદ કરીશું તો ગુંડાઓને મોકલીને અમારી સાથે પણ મારપીટ કરશે.

અન્ય સમાચારો પણ છે...