• Gujarati News
  • National
  • If He Did Not Answer The Question, The Teacher First Hit Him On The Head With A Shovel And Then With A Shoe

લાઈવ કોચિંગમાં વિદ્યાર્થીને ફટકાર્યો:સવાલનો જવાબ ન આપ્યો તો શિક્ષકે લાફાવાળી કરી અને પછી પગમાંથી જૂતૂ કાઢી માર માર્યો

એક મહિનો પહેલા

હરિયાણાના એક કોચિંગ સેન્ટરમાં વિદ્યાર્થી સાથે મારપીટનો વીડિયો વાઈરલ થયો છે. વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે લાઈવ સેશન દરમિયાન શિક્ષકે પહેલા વિદ્યાર્થીના મોઢા પર થપ્પડ મારી, પછી તેને જૂતા વડે માર માર્યો. વિદ્યાર્થીની ભૂલ એટલી હતી કે તે ગણિતના પ્રશ્નનો જવાબ આપી શક્યો ન હતો. સોશિયલ મીડિયા યુઝર્સ ટિચરના આ પ્રકારના વર્તનની ટીકા કરી રહ્યા છે.

આ છે વાઈરલ વીડિયો
વાઈરલ વીડિયોમાં વિદ્યાર્થીને મારનાર શિક્ષક કહી રહ્યા છે કે ઝડપથી બોલ, રોજનું કામ રોજ કરવાનું કહેવામાં આવે છે. કેમ ન કર્યું આ પછી શિક્ષકે વિદ્યાર્થીને થપ્પડ મારી. જ્યારે તેમનો ગુસ્સો શમ્યો ન હતો ત્યારે શિક્ષકે તેને જૂતા વડે માર માર્યો હતો. શિક્ષક તેને કહે છે કે તમે અહીં શું કરી રહ્યા છો. તે જ સમયે, ઓનલાઈન સેશનમાં હાજર કેટલાક વિદ્યાર્થીઓ એમ કહેતા સાંભળવા મળે છે કે આ કઈંક વધુ પડતુ જ થઈ રહ્યું છે.

સોશિયલ મીડિયા યુઝર્સમાં ઝઘડો
મીડિયા પર ઘણા યુઝર્સ દ્વારા શેર કરવામાં આવ્યો છે. એક યુઝરે સોશિયલ મીડિયા પર વીડિયો શેર કરીને પ્રશ્ન ઉઠાવ્યો છે. યુઝરે લખ્યું કે, "આ કોઈ મજાક નથી... 22-23 વર્ષના વિદ્યાર્થીઓ કોચિંગ સેન્ટરમાં આવે છે જેઓ પોતાના ભવિષ્યને લઈને ગંભીર હોય છે... લાઈવ ક્લાસમાં જૂતા ઉતારીને મારવા ખૂબ જ ખોટું છે.

આના જવાબમાં યુઝર્સે લખ્યું કે, "આજ રીતે હજારો લોકો માર ખાઈને સફળ થાય છે અને જ્યારે આ છોકરાને નોકરી મળી જશે, ત્યારે હું જોઈ લઈશ, પછી તમે શું કહેશો."

સાથે જ યુઝર પ્રિયાએ લખ્યું કે, "જ્યારે સ્ટુડન્ટ્સને પ્રોબ્લેમ નથી, તો તમને કેમ પ્રોબ્લેમ છે. જો તમને બોલવાનો આટલો જ શોખ છે, તો જ્યાં ખોટું થઈ રહ્યું હોય ત્યાં બોલવું સારું રહેશે. તે યોગ્ય નથી. શિક્ષક વિદ્યાર્થીઓને સાચો રસ્તો બતાવે છે. આ તમને પસંદ નથી.

વીડિયો શેર કરનારા યુઝરે આ બધી કમેન્ટનો જવાબ આપ્યો કે, આ તમને કોણે કહ્યું કે વિદ્યાર્થીને કોઈ પ્રોબ્લમ નથી. તમે આ પ્રમાણે માર ખાવો, મોઢા પર બે-ત્રણ જૂતા પણ ખાવો, પછી લોકો તમારો વીડિયો બનાવે, વાઈરલ પણ કરે પછી કહો કેવું લાગે છે.

અન્ય એક યુઝરે કહ્યું કે આ કોઈ રીત નથી વિદ્યાર્થીઓને ભણાવવાની. ટીચરમાં યોગ્યતા હોવી જોઈએ કે તેઓ દરેક પ્રકારના વિદ્યાર્થીઓને સમજી શકે, મારપીટ તો કોઈ પણ અભણ પણ કરી લેશે.

અન્ય સમાચારો પણ છે...