• Gujarati News
  • National
  • 'If Gujaratis Rajasthani Removed From Maharashtra': Governor Bhagat Singh Koshiari, Sanjay Raut Says, 'Insult To Marathis'

ગુજરાતીઓ ધનવાન ને મરાઠીઓ ભિખારી?:રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારીએ કહ્યું- ગુજરાતી-રાજસ્થાનીઓને કાઢી મૂકશો તો મહારાષ્ટ્રમાં પૈસો જ નહીં બચે; સંજય રાઉત લાલઘૂમ

13 દિવસ પહેલા

મહારાષ્ટ્રમાં રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારીના નિવેદનથી વધુ એક વિવાદ ઊભો થયો છે. એક કાર્યક્રમમાં સંબોધન કરતાં રાજ્યપાલે એવું કહી દીધું હતું કે જો મુંબઈ-થાણેથી ગુજરાતીઓ અને રાજસ્થાનીઓને કાઢી મૂકીશું તો તમારો અહીં કોઈ રૂપિયો નહીં બચે. આ જે આર્થિક પાટનગર છે એ પછી આર્થિક પાટનગર કહેવાશે જ નહીં.

હવે રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારીના નિવેદનનો વિરોધ થઈ રહ્યો છે. શિવસેનાએ રાજ્યપાલના નિવેદનને મહારાષ્ટ્રનું અપમાન ગણાવ્યું છે. મુંબઈના અંધેરી-પશ્ચિમમાં એક સ્થાનિક ચોકનું નામ સ્વર્ગસ્થ શ્રીમતી શાંતિદેવી ચંપાલાલજી કોઠારીના નામે રાખવામાં આવ્યું છે. શુક્રવારે આ જ કાર્યક્રમમાં રાજ્યના રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારી મુખ્ય અતિથિ તરીકે પહોંચ્યા હતા. આ દરમિયાન સંબોધન કરતાં રાજ્યપાલે કહ્યું હતું કે ક્યારેક હું અહીંના લોકોને કહું છું કે મહારાષ્ટ્રમાં અને એમાં પણ ખાસ કરીને મુંબઈ-થાણેથી ગુજરાતીઓ અને રાજસ્થાનીઓને બહાર કાઢી દઈએ તો તમારે અહીં પૈસો વધશે જ નહીં. આ મુંબઈ આર્થિક પાટનગર કહેવાય છે, એ પછી આર્થિક પાટનગર નહીં કહી શકાય.

રાજ્યપાલના આ નિવેદનનો હવે શિવસેનાના દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. સેનાના પ્રવક્તા સંજય રાઉતે ટ્વિટર પર લખ્યું છે કે મહારાષ્ટ્રમાં ભાજપ પ્રાયોજિત મુખ્યમંત્રી આવવાથી મરાઠી લોકોનું અપમાન કરવામાં આવી રહ્યું છે. મહારાષ્ટ્રમાં સ્થાનિક મરાઠી અને છત્રપતિ શિવાજી મહારાજનું અપમાન થવાનું શરૂ થઈ ગયું છે. સ્વાભિમાન અને અભિમાનના નામે બનેલી શિવસેનામાંથી નીકળનારા લોકો આ સાંભળીને પણ ચૂપ છે તો હવે સીએમ શિંદે કદી શિવસેનાનું નામ ના લે. રાજ્યપાલનો વિરોધ તો કરવો જોઈએ. આ મરાઠી મહેનતુ લોકોનું અપમાન છે. આ જ મહારાષ્ટ્રએ હિન્દુત્વની લડાઈ લડી હતી. ના માત્ર શિવસેના, પરંતુ દરેક વ્યક્તિ રાજ્યપાલના નિવેદનની નિંદા કરે છે.

રાઉતે કહ્યું હતું કે મહારાષ્ટ્રના રાજ્યપાલનું નિવેદન આઘાતજનક અને નંદનીય છે. રાજ્યના લોકોએ તેમની મહેનતથી મહારાષ્ટ્ર બનાવવા માટે લોહી-પાણી એક કર્યું છે. 105 લોકોએ બલિદાન આપ્યું અને ઘણા લોકો જેલ ગયા છે. રાજ્યપાલ મહારાષ્ટ્રનો ઈતિહાસ નથી જાણતા. મુખ્યમંત્રી એકનાથ શિંદેએ આ નિવેદન વખોડવું જોઈએ અને કેન્દ્રને રાજ્યપાલ હટાવવાની માગણી કરવી જોઈએ. આ સાવિત્રીબાઈ ફૂલે અને શિવાજીનું અપમાન છે. આ નિવેદનથી આખા મહારાષ્ટ્રને ગુસ્સો આવ્યો છે.

શિંદે જૂથે પણ નિવેદન વખોડ્યું
શિંદે જૂથના પ્રવક્તા દીપક કેસરકરે કહ્યું હતું કે તેઓ રાજ્યપાલ સામે કેન્દ્ર સરકારમાં ફરિયાદ નોંધાવશે. તેમણે એવું પણ કહ્યું હતું કે રાજ્યપાલના નિવેદનથી રાજ્યનું અપમાન થયું છે. રાજ્યપાલ એક બંધારણીય પદ છે, તેથી કેન્દ્ર સરકારે દખલગીરી દેવી જોઈએ કે કોશ્યારી તરફથી આ પ્રમાણેના નિવેદન ના થવા જોઈએ. મુંબઈના નિર્માણમાં દરેક જૂથની ભાગીદારી છે. એમાં મરાઠી લોકોનો પણ ખૂબ મોટો હિસ્સો છે. મુંબઈના ઔદ્યોગિક વિકાસમાં પારસી સમુદાયનું પણ ખૂબ મોટું યોગદાન છે.

સાંસદ પ્રિયંકાએ કહ્યું- માફી માગે રાજ્યપાલ
રાજ્યસભા સાંસદ પ્રિયંકા ચતુર્વેદીએ કહ્યું હતું કે આ નિવેદનથી મહારાષ્ટ્રના મહેનતી લોકોનું અપમાન થયું છે. મરાઠી લોકો દિવસ-રાત મહેનત કરીને દેશમાં મહારાષ્ટ્રને આગળ પહોંચાડ્યું છે. રાજ્યપાલે તરત માફી માગવી જોઈએ, નહીં તો અમે તેને બદલવાની માગણી કરીશું. તેમણે આકરા પ્રહાર કરતાં કહ્યું હતું કે શું CM અને ડેપ્યુટી સીએમ આ વાત સાથે સહમત છે? તેઓ અત્યારસુધી તેમના કેબિનેટ મંત્રીઓ પણ સહમતી નથી દર્શાવી શક્યાને.

કોંગ્રેસે પણ નિવેદન વખોડ્યું

બીજી બાજુ, કોંગ્રેસ-પ્રવક્તા સચિન સાવંતે પણ કહ્યું હતું કે આ ભયાનક વાત કહેવાય કે રાજ્યના રાજ્યપાલ જ રાજ્યના લોકોને બદનામ કરી રહ્યા છે. તેમના રાજ્યપાલ રહેવાથી મહારાષ્ટ્રની રાજનીતિની પરંપરાનું પતન થયું છે અને મહારાષ્ટ્રનું પણ સતત અપમાન કરવામાં આવી રહ્યું છે.

રાજ્યપાલ કોશ્યારી માફી માગે: NCP

એ ઉપરાંત રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના ધારાસભ્ય અમોલ મિતકારીએ રાજ્યપાલના નિવેદનનો વિરોધ કર્યો છે. NCP ધારાસભ્યએ કહ્યું હતું કે મહારાષ્ટ્ર અને મુંબઈના લોકો કુશળ અને સક્ષમ છે. અમે વફાદાર લોકો છીએ, જે ચટણી અને રોટલી ખાઈએ છીએ અને બીજાને પણ ખવડાવીએ છીએ. ધારાસભ્ય તમે મરાઠી લોકોનું અપમાન કર્યું છે. તમારે ટૂંક સમયમાં જ મહારાષ્ટ્રની માફી માગવી જોઈએ.

અન્ય સમાચારો પણ છે...