• Gujarati News
  • National
  • If Funds Are Received From Y Combinator, The Deadline Is Broken; Together With Her Sister, She Lured The Business Partner Into A Trap

16 કરોડના છેતરપિંડી કેસમાં AIIMSના ડૉક્ટરની ધરપકડ:વાય-કોમ્બીનેટર પાસેથી ફંડ મળ્યું તો નિયત બગડી; બહેન સાથે મળીને બિઝનેસ પાર્ટનરને જાળમાં ફસાવ્યો

2 મહિનો પહેલા
  • કૉપી લિંક

દિલ્હી પોલીસની ઇકોનોમીક ઓફેન્સ વિંગ (EOW)એ AIIMSના એક MBBS ડૉક્ટર અને તેની સોફ્ટવેર ઇન્જીનિયર બહેનને 16 કરોડના છેતરપિંડીના કેસના આરોપમાં ધરપકડ કરવામાં આવી છે.

EOWના અધિકારી રવીન્દ્ર યાદવે જણાવ્યું હતું કે બન્ને ભાઈ-બહેનની સામે ગત વર્ષે નોઈડા સેક્ટરમાં રહેનાર ડૉક્ટર ગંધર્વ ગોયલે ફરિયાદ દાખલ કરી હતી. ડૉ. ગંધર્વએ બન્ને ભાઈ અને બહેનની ઉપર તેની સાઈન લઈને તેની શેર 900 રૂપિયામાં ખરીદી લીધા હતા, ત્યારપછી તેને અન્ય નિવેશકોને 16 કરોડમાં વેંચી દેવાનો આરોપ લગાવ્યો છે.

ડૉ. ગંધર્વએ કહ્યું હતું કે તે અને ડૉ. ચેરિયન એકસાથે જ એઈમ્સમાં ભણ્યા હતા. બન્નેએ સાથે મળીને સિનૈપ્સિકો ટેક્નોલોજી પ્રાઇવેટ લિમિટેડ નામની કંપની ખોલી હતી. જેનું કાર્યાલય જસોલામાં આવેલું છે.

બહેનને સોફ્ટવેર એન્જીનિયરના રૂપમાં કંપનીમાં જોડી

ચેરિયનની બહેન મીનાક્ષી સિંહને પણ સોફ્ટવેર ઈન્જીનિયરના રૂપમાં કંપની સાથે જોડવામાં આવી હતી. ટીમે એક એવું સોફ્ટવેર ડેવેલોપ કર્યું હતું, જે રેડિયોલોજીસ્ટ ડૉક્ટર વિના જ સીટી સ્કેન, એક્સ રે અને એમઆરઆઈનો રિપોર્ટ તૈયાર કરી દેતી હતી. આ કામ મીનાક્ષી જ જોતી હતી. પછી મીનાક્ષી કંપનીની શેર હોલ્ડર પણ બની ગઈ હતી.

ડિસેમ્બર 2019માં તેમની કંપની વાય-કોમ્બીનેટરમાં પસંદ થઈ અને રોકાણકારોએ કંપનીમાં રૂ. 5 કરોડનું રોકાણ કર્યું હતું.

ભાઈ ડૉક્ટર, બહેન ઈન્જીનિયર

આરોપી ડૉક્ટરે દિલ્હી AIIMSથી પોતાનું MBBS પુરુ કર્યું હતું. તો તેની બહેન મીનાક્ષી સિંહે IIAMમાંથી કોમ્પ્યુટર સાઇન્સમાં ઈન્જીનિયરિંગ પુરુ કર્યું હતું. બન્ને બેંગ્લુરુના રહેવાસી છે. EOWની ટીમે આ બન્ને આરોપીને તમિલનાડુંના ડિંડિગુલ સ્થિત એક રિસોર્ટ પકડી લીધા હતા.

જાણો. શું છે વાઈ કોમ્બિનેટર

વાઈ કોમ્બિનેટર નવા સ્ટાર્ટઅપ્સને તેમના શરૂઆતના ચરણોમાં ફંડ દઈને તેમને મદદ કરતી હોય છે. આ કંપની વર્ષમાં બે વાર તેમના માપદંડ ઉપર ખરી ઉતરતી કંપનીઓને આર્થિક સહાયતા આપે છે.

વાઈ કોમ્બિનેટર જે પણ કંપનીઓને સહાય કરે છે, ત્યારે તેમની સાથે ત્રણ મહિના સાથે કામ કરે ચે. જેનાથી નવા સ્ટાર્ટઅપ્સ યોગ્ય રીતે કામ કરી શકે અને નવા ઈન્વેસ્ટર્સ તેમની સાથે જોડાય શકે. આ એક અમેરીકન કંપની છે, જેની શરૂઆત 2005માં કરવામાં આવી હત.