• Gujarati News
  • National
  • If Crude Oil Became Cheaper, Fuel Prices Were Reduced By 65 Paise For 50 Days, If Crude Became More Expensive, It Was Increased By 45 Paise In 3 Days.

‘ક્રૂર’ ઓઈલ:ક્રૂડ ઑઇલ સસ્તું થયું તો ઇંધણના ભાવ 65 પૈસા ઘટાડતા 50 દિવસ થયા, ક્રૂડ મોંઘું થયું તો 3 દિવસમાં 45 પૈસા વધારી દેવાયા

નવી દિલ્હી8 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પેટ્રોલના ભાવમાં લિટરે 25 પૈસા અને ડીઝલના ભાવમાં 30 પૈસાનો વધારો
  • પેટ્રોલના ભાવ 3 દિવસમાં બીજી વાર, ડીઝલના 7 દિવસમાં પાંચમી વાર વધ્યા

પેટ્રોલ-ડીઝલના ભાવ વધતાની સાથે જ ગુરુવારે દેશભરમાં તેના ભાવ રેકોર્ડબ્રેક સ્તરે પહોંચ્યા હતા. ઑઇલ કંપનીઓએ ત્રણ દિવસમાં પેટ્રોલના ભાવ બે વખત જ્યારે ડીઝલના ભાવમાં 7 દિવસમાં પાંચ વખત વધારી દીધા હતા. દિલ્હીમાં ગત ત્રણ દિવસમાં પેટ્રોલ 45 પૈસા પ્રતિ લિટર જ્યારે ડીઝલ 1.25 રૂપિયા પ્રતિ લિટર મોંઘું થયું છે.

આ સાથે દિલ્હીમાં પેટ્રોલના ભાવ 101.64 રૂપિયા પ્રતિ લિટર, મુંબઈમાં 107.71 રૂપિયા પ્રતિ લિટર થઈ ગયા છે. દિલ્હીમાં ડીઝલના ભાવ વધીને 89.87 રૂપિયા જ્યારે મુંબઈમાં 97.52 રૂપિયા પ્રતિ લિટર થયા છે. આ અગાઉ જુલાઇમાં દિલ્હીમાં પેટ્રોલ 101.84 રૂપિયે લિટર તથા મુંબઈમાં 107.83 રૂપિયે લિટર થઈ ગયું હતું. ડીઝલના ભાવ વધવાથી જુલાઇમાં દિલ્હીમાં 89.87 રૂપિયે લિટરના ભાવ સાથે સર્વોચ્ચ સ્તરને સમાંતર પહોંચી ગયા છે.

ભાવ ઘટાડવામાં ધીમી ઑઇલ કંપનીઓ
ખાસ વાત એ છે કે જુલાઇથી ઓગસ્ટ વચ્ચે ક્રુડ ઑઇલના ભાવમાં ચાર ડોલર પ્રતિ બેરલનો ઘટાડો થયો હતો. ત્યારે ઑઇલ કંપનીઓએ પેટ્રોલના ભાવમાં 65 પૈસા પ્રતિ લિટરનો ઘટાડો કરવા માટે 50 દિવસનો સમય લીધો હતો.

નેચરલ ગેસના ભાવ વધ્યા, CNG 10-11% મોંઘો થશે
સરકારે નેચરલ ગેસના ભાવમાં 62%નો વધારો કર્યો છે. એપ્રિલ 2019 પછી પહેલીવાર નેચરલ ગેસના ભાવ વધ્યા છે. વધારાને પગલે સીએનજીના ભાવમાં 10થી 11 ટકાનો વધારો થશે. ખાતરનું ઉત્પાદન પણ મોંઘું બનશે. જો કે સરકાર ખાતર પર સબસિડી આપી રહી છે.

ભારતમાં 25 વર્ષ સુધી પેટ્રોલ-ડીઝલની માગ ઘટશે નહીં: ઓપેક
ભારતમાં હાઈબ્રિડ તથા ઇલેક્ટ્રિક વાહનોને સરકાર પ્રોત્સાહન આપી રહી છે ત્યારે પેટ્રોલિયમ પ્રોડક્ટ્સની નિકાસ કરતા દેશોના સંગઠન ઓપેકનું કહેવું છે કે ભારતના વાહનચાલકો આગામી 25 વર્ષ સુધીમાં પેટ્રોલ-ડીઝલના યુગમાંથી બહાર આવી શકશે નહીં. ઓપેકનો દાવો છે કે ઇલેક્ટ્રિક વાહનોને પ્રોત્સાહન આપવાની સરકારની પહેલ સંપૂર્ણ રીતે સફળ થશે નહીં. આગામી 25 વર્ષોમાં પેટ્રોલ-ડીઝલની માગ ઘટવાને બદલે વધતી રહેશે. ઓપેકની લોંગ ટર્મ રિપોર્ટ મુજબ આગામી 25 વર્ષોમાં ભારતની કુલ ઑઇલ ડિમાન્ડમાં પેટ્રોલ-ડીઝલનો હાલનો હિસ્સો 51 ટકાથી વધીને 58 ટકા થઈ જશે. આ સમયગાળામાં ખાનગી અને કોમર્શિયલ વાહનોની સંખ્યામાં 20 કરોડથી વધારેનો વધારો થશે.

અન્ય સમાચારો પણ છે...