• Gujarati News
 • National
 • If Allop Is Wrong, The Government Should Stop, Otherwise It Should File A Case Against Ramdev

ભાસ્કર ઈન્ટરવ્યૂ:એલોપથી ખોટી છે તો સરકાર બંધ કરી દે, નહીં તો રામદેવ સામે કેસ કરે

તિરુવનંતપુરમ/નવી દિલ્હી8 મહિનો પહેલાલેખક: પવન કુમાર
 • કૉપી લિંક
 • બાબા રામદેવને આઈએમએ અધ્યક્ષ ડૉ. જે. એ. જયલાલનો જવાબ

યોગગુરુ બાબા રામદેવે એલોપથીની સારવાર સામે સવાલ ઉઠાવ્યો છે. ઈન્ડિયન મેડિકલ એસોસિયેશનને તેમને 25 સવાલ પૂછ્યા છે. પરંતુ આઈએમએના અધ્યક્ષ ડૉ. જોનરોજ ઓસ્ટીન જયલાલનું સ્પષ્ટ કહેવું છે કે ડૉક્ટર્સ રામદેવ જેવી કોઈપણ વ્યક્તિના દબાણ સામે ઝૂકવા તૈયાર નથી. એલોપથીની સારવાર સામે સવાલ ઉઠાવવા અંગે ડૉ. જયલાલે કહ્યું કે કોઈપણ આયુર્વેદિક ડૉક્ટર સાથે તેઓ વાદ-વિવાદ કરવા તૈયાર છે. પરંતુ બાબા રામદેવ તો ડૉક્ટર પણ નથી. પોતાના કન્યાકુમારી ખાતેના ઘરેથી તેમણે ભાસ્કર જૂથ સાથે ફોન પર વિશેષ વાતચીત કરી તેના મુખ્ય અંશ.

 • બાબા રામેદવ એલોપથી સારવારની પદ્ધતિ અને ડૉક્ટર સામે સવાલ ઉઠાવી રહ્યા છે.

આપણા દેશમાં ચિકિત્સા વ્યવસ્થાનું અલગ તંત્ર છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય છે, આઈસીએમઆર, ડીસીજીઆઈ જેવી પ્રતિષ્ઠિત સંસ્થા છે. રાજ્યોના આરોગ્ય વિભાગ છે. જો રામદેવને એલોપથી સામે કંઈ ફરિયાદ હોય તો આ સક્ષમ લોકોને વાત કરવી જોઈએ. તેઓ આરોગ્ય મંત્રાલય સાથે વાત કરે કે વડાપ્રધાનને અરજી કરે. સરકારે એલોપથી સારવારને આઈએમએના દબાણ હેઠળ માન્યતા આપી નથી. જો આરોગ્ય મંત્રાલયને લાગતું હોય કે રામદેવના આક્ષેપ સાચા છે તો તેઓ એલોપથીની માન્યતા ખતમ કરી દે, ડૉક્ટરોને સારવાર કરતાં અટકાવી દે. જો તેમ ના કરવું હોય તો મંત્રાલય રામદેવ સામે ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ હેઠળ કેસ કરે.

 • કોવિડ ટ્રીટમેન્ટનો પ્રોટોકલ બદલાતો રહ્યો છે. તમને લાગે છે કે તેમાં આયુર્વેદ કે અન્ય પદ્ધતિને સામેલ કરવી જોઈએ?

આવી માંગ હું કેવી રીતે કરી શકું. આ તો સરકારનો વિશેષાધિકાર છે. કોવિડ ટ્રીટમેન્ટ પ્રોટોકલ ઊંડા સંશોધન અને ફીડબેક પછી બદલાય છે. વાઈરસના નવા નવા સ્વરૂપો સામે આવી રહ્યા છે. સારવારની પદ્ધતિ શોધવી તો બિલકુલ સામાન્ય છે. હું આયુર્વેદ કે અન્ય કોઈ પદ્ધતિ અંગે કોમેન્ટ કરવા માંગતો નથી.

 • રામદેવ કહે છે કે ફાર્મા ઉદ્યોગના દબાણમાં આયુર્વેદને જાકારો અપાય છે. તમે સંમત છો?

સવાલ ઊઠાવનાર બાબા રામદેવ કોણ છે? હું કોઈ પણ આયુર્વેદ ડૉક્ટર સાથે ચર્ચા કરવા તૈયાર છું. રામદેવ તો ડૉક્ટર પણ નથી. તેઓ ફાર્મા ઉદ્યોગના દબાણની વાત કરે છે. તમે પોતે જ જુઓ કે દેશની સૌથી મોટો ફાર્મા ઉદ્યોગ કયો છે. રામદેવ અને તેમની પતંજલિ બ્રાન્ડ જ પોતે દબાણ કરે છે. અમારી સિસ્ટમમાં દવા કંપનીઓ અત્યંત કડક નિયમ હેઠળ કામ કરે છે. આ નિયમો હેઠળ મંજૂર કરાયેલી દવાને જ ડૉક્ટર પ્રિસ્ક્રાઈપ કરે છે.

 • કોવિડની સારવારમાં વપરાયેલી અનેક દવાની ગંભીર સાઈડ અસર જોવા મળી છે. બ્લેક ફંગસ રોગચાળાનું રૂપ લઈ રહી છે. શું ટ્રીટમેન્ટ પ્રોટોકોલ નક્કી કરવામાં ભૂલ થઈ છે.

સાઈડ ઈફેક્ટ તો પતંજલિના ઉત્પાદનોમાં પણ છે. ઘણા અભ્યાસ અને તપાસમાં આ સામે આવ્યું છે. એલોપથી દવાઓની પણ સાઈડ ઈફેક્ટ છે. કોઈપણ ચિકિત્સા પદ્ધતિમાં સાઈડ ઈફેક્ટ હોય છે. ચિકિત્સા પ્રણાલિ તેને કામ કરવા માટે સતત સંશોધન અને ટ્રાયલ કરતી રહે છે. કોણે કહ્યું કે સ્ટિરોઈડના વપરાશથી બ્લેક ફંગસ થયું છે. મેં પહેલા કહ્યું કે કોવિડ પ્રોટોકોલ નક્કી કરવામાં આઈએમએની કોઈ ભૂમિકા નથી. બાબા રામદેવ સરકારને કેમ મનાવી લેતા નથી કે ટ્રીટમેન્ટ પ્રોટોકોલ તેમની સગવડના હિસાબે નક્કી કરે.

 • બાબા રામદેવનો દાવો છે કે એલોપથીમાં 25 લાઈફ સ્ટાઈલ રોગની કોઈ સારવાર નથી. આ અંગે આઈએમએને પત્ર પણ લખ્યો છે. તમારો શું જવાબ છે.

અમે આવા કમનસીબ પત્રનો જવાબ શા માટે આપીએ કે જેનો કોઈ વિજ્ઞાની આધાર જ નથી. આ સવાલનો જવાબ પણ કેન્દ્રીય આરોગ્ય મંત્રીએ આપવો જોઈએ. આધુનિક ચિકિત્સા પ્રણાલિ એક સતત વિકસતું વિજ્ઞાન છે. સંશોધન અને ટ્રાયલ દ્વારા અમે સતત અપડેટ થતા હોઈએ છીએ.

 • બાબા કહી રહ્યા છે કે ડૉક્ટરો અંગે આપેલું નિવેદન પાછું ખેંચી લીધું છે. શું હજી પણ તમે રાજદ્રોહના કેસની માંગ પર અડગ છો.

નિવેદન પાછું ખેંચવું એ સમાધાન નથી. તેમણે પોતાની ભૂલ માનવી પડશે અને બિનશરતી માફી માંગવી પડશે. નહીં તો અમે માનહાનિના દાવાની પ્રક્રિયામાં આગળ વધીશું.

 • બાબાના સહયોગી આક્ષેપ કરે છે કે તમે ધર્માંતરણ કરાવી રહ્યા છો.

હું આવા બકવાસ આક્ષેપોનો જવાબ શા માટે આપું. જો એવું હોય તો આપણો કાયદો શાંત કેમ છે? હું એટલો શક્તિશાળી નથી કે આવો ગુનો કર્યા પછી સિસ્ટમમાં વગ વાપરી સજામાંથી બચી જાઉં. મારા હિસાબે રામદેવ એક ફાર્મા ઈન્ડસ્ટ્રીના એક મોટા કોર્પોરેટ ખેલાડી છે. તેમના આક્ષેપો ભ્રામક છે. આ બધું તેઓ એટલા માટે કરી રહ્યા છે કે પરિસ્થિતિનો લાભ ઊઠાવે અને લોકોમાં ભયનો માહોલ બનાવી પોતાની ગેરકાયદે અને મંજૂરી વિનાની તથાકથિત દવા વેચીને પૈસાની કમાણી કરે.

આઈએમએના મહાસચિવ ડૉ. જયેશ લેલેનો આક્ષેપ...
રામદેવ પોતાની દવા વેચવા માટે રસી અંગે ડર ફેલાવવા માંગે છે
ઈન્ડિયન મેડિકલ એસોસિયેશનના મહાસચિવ ડૉ. જયેશ લેલેનું કહેવું છે કે બાબા રામદેવ વેક્સિન પછી પણ ડૉક્ટરોના મોતની વાત કરી લોકોમાં રસી અંગે ડર ફેલાવવા માંગે છે. આ સરકારી રસીકરણ કાર્યક્રમને પાટા પરથી ઉતારવાની રીત છે. ભાસ્કર સાથે તેમણે વિશેષ વાતચીત કરી તેના મુખ્ય અંશ...

રામદેવ 25 લાઈફસ્ટાઈલ રોગની સારવાર એલોપથીમાં નથી તેઓ દાવો કરે છે...
25 સવાલ એક અભણ વ્યક્તિએ અમને પૂછ્યા છે. અમે જવાબ આપીશું. વિશ્વભરના રેફરન્સ આપી જવાબ તૈયાર કરીશું, પરંતુ તેમને નહીં આપીએ. દેશના લોકો માટે વેબસાઈટ પર અપલોડ કરીશું. મજાની વાત એ છે કે જે 25 લાઈફસ્ટાઈલ રોગના નામ લખ્યા છે તે તમામ એલોપથી નામ છે. આયુર્વેદિક નામ નથી લખ્યા, આયુર્વેદિક નામ લખોને!

બાબા કહે છે કે એલોપથીથી માત્ર 10 ટકા ગંભીર દર્દી સાજા થયા, આપનું શું કહેવું છે?
આ બિલકુલ ખોટું છે. એલોપથીથી 2.30 કરોડથી વધુ લોકો સાજા થયા છે. ગંભીર દર્દીના આંકડા અલગથી જોવા જોઈએ. રામદેવ મુજબ 90 ટકા દર્દીની સારવાર આયુર્વેદ દ્વારા થઈ છે તો પુરાવા બતાવો અથવા ખોટા નિવેદન ન કરો.

બાબા રામદેવને આટલી તાકાત ક્યાંથી મળે છે કે પોતાની વાત આ રીતે રજૂ કરે?
આ સરકારે વિચારવું જોઈએ. 10 હજાર ડૉક્ટરના મોત રસી લીધા બાદ થયા હોવાનું નિવેદન આપી રહ્યા છે. સરકારી રસીકરણ કાર્યક્રમને પાટા પરથી ઉતારવાની આ રીત છે. રામદેવનું નિવેદન એલોપથી દવા અને રસી અંગે ડર ફેલાવવાનું છે. જેથી તેમને પોતાની દવા વેચવાની તક મળે. આથી રામદેવ સામે ડિઝાસ્ટર મેનેજમેન્ટે, આઈપીસીની કલમો અને રાજદ્રોહ હેઠળ કેસ કરવો જોઈએ. બાબા રામદેવની દવાને સારવાર માટે મંજૂરી મળી છે તે સાબિત કરવું જોઈએ. રામદેવે પોતાની આયુર્વેદિક દવાનું આયુર્વેદિક હોસ્પિટલના સ્થાને જયપુરની એલોપથી હોસ્પિટલમાં ટ્રાયલ કેમ કરી તે પણ જણાવવું જોઈએ.

કોરોના વાઈરસની ટ્રીટમેન્ટનો પ્રોટોકલ સતત બદલાતો રહ્યો છે. શું તમને લાગે છે કે તેમાં આયુર્વેદ કે અન્ય વૈકલ્પિક મેડિસિનને સામેલ કરવી જોઈએ?
માર્ગરેખા તૈયાર કરવાનું કામ સરકાર અને આઈસીએમઆરનું છે. સરકાર જે ગાઈડલાઈન તૈયાર કરે છે તે વૈજ્ઞાનિક આધારે હોય છે. વિશ્વભરમાં જે સંશોધન થાય છે તેના આધારે આ તૈયાર થાય છે. આયુર્વેદિક પોતાની જગ્યાએ અને એલોપથી પોતાની જગ્યાએ છે. બાકી ચિકિત્સા પદ્ધતિનું પણ મહત્ત્વ છે. આયુર્વેદ માટે અમારા મનમાં કોઈ આશંકા નથી. આ એશિયન સાયન્સ છે. સરકારે આયુર્વેદ રિસર્ચ જેટલું પ્રમોટ કરવું જોઈએ એટલું કર્યું નથી. પરંતુ વિશ્વભરમાં આધુનિક ચિકિત્સા અંગે ઘણું રિસર્ચ થયું અને તેનો પ્રભાવ વધતો ગયો. દર્દીને જે પદ્ધતિ પસંદ હોય તે આપવી જોઈએ. પરંતુ એકબીજા પર પથ્થર ફેંકવા જોઈએ નહીં. જો હું આયુર્વેદ ભણાવતો નથી અને એવું કહું કે આયુર્વેદ ખરાબ છે તો તે ખોટી વાત છે. જો તમે એલોપથીનો અભ્યાસ કર્યો છે તો શા માટે તેની સામે રમત રમો છો. તમને આવો કોઈ અધિકાર નથી.

કોવિડ સારવારમાં વપરાતી અનેક દવાની ગંભીર સાઈડ ઈફેક્ટ છે. બ્લેક ફંગસ રોગચાળાનું સ્વરૂપ લઈ રહી છે. શું ભારતમાં કોવિડ ટ્રીટમેન્ટ પ્રોટોકલ નક્કી કરવામાં ભૂલ થઈ રહી છે?
ના, દરેક દવાની સાઈડ ઈફેક્ટ અને એડવર્સ ઈફેક્ટ નોર્મલ છે અને એ સ્વીકાર્ય છે. દરેક કેસ પર નિર્ભર કરે છે. આ અંગે કોઈ જનરલ નિવેદન આપી શકાય નહીં. સ્ટિરોઈડ દવાને બ્લેક ફંગસ સાથે કોઈ લેવાદેવા નથી. ગયા વર્ષે પણ સ્ટિરોઈડ અપાઈ હતી. પણ આવી સ્થિતિ ઊભી થઈ નહોતી. આ વર્ષે પણ છેલ્લા 20 દિવસમાં એવું જોવા મળ્યું કે ઇન્ડસ્ટ્રીયલ ઓક્સિજન સિલિન્ડર મેડિકલ ઓક્સિજન તરીકે વપરાવવા માંડ્યા. સિલિન્ડર સાફ કરવાનું તેમનું કામ હતું.

અન્ય સમાચારો પણ છે...