તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Idli Dhonsa Changes Labourer's Son's Life, Builds Rs 730 Crore Company Through Hard Work

'હેલ્ધી' સ્ટાર્ટઅપ:શ્રમિકના દીકરાએ ઓર્ગનિક ઈડલી-ઢોંસાના બિઝનેસથી ઊભી કરી 730 કરોડની કંપની, શિક્ષકે જીવનની ગાડી ટ્રેક પર ચડાવી

20 દિવસ પહેલા
  • કૉપી લિંક
મુસ્તફા પીસી- પ્રતીકાત્મક તસવીર - Divya Bhaskar
મુસ્તફા પીસી- પ્રતીકાત્મક તસવીર
  • છઠ્ઠા ઘોરણમાં નાપાસ થયા હતાં
  • હાલ રોજના 50,000 પેકેટ્સનું વેચાણ થાય છે

એવું કહેવાય છે કે તમારો જુસ્સો બુલંદ હોય તો મોટામાં મોટું સંકટ પણ અવસરમાં બદલાઈ જાય છે. આ કહાની પણ એવાજ કોઈ વ્યક્તિની છે. કેરળના સુદૂર ગામના જન્મેલા મુસ્તફા પીસી જેઓના પિતા એક મજૂર હતા, તેઓ બાગ-બગીચાઓમાં મજૂરી કરીને પોતાના ઘરનું ગુજરાન ચલાવતા હતા અને તેમણે 10 રુપિયા દૈનિક વેતને પણ મજૂરી કરેલી છે. ગરીબ પરિવારમાં જન્મ્યા હોવાને લીધે મુસ્તફા સ્કૂલ પછી તેમના પિતા સાથે મજૂરી કામે જતા હતા. આજે મુસ્તફાએ એક મોટુ નામ હાંસલ કરી દીધુ છે અને 730 કરોડની મોટી કંપની ઉભી કરી દીધી છે. તેમની કંપનીનું નામ ID FRESH FOOD છે. જો તમે રેડી ટૂ ઈટ ફુડના જાણકાર હશો તો આ કંપનીનું નામ તમે અવશ્ય જાણતા હશો. ઈડલી ઢોંસા દુનિયાના હેલ્થી બ્રેકફાસ્ટમાં સામેલ છે અને આજ હેલ્દી બ્રેકફાસ્ટે પીસી મુસ્તફાની જિંદગી બદલી લીધી છે.

છઠ્ઠા ઘોરણમાં નાપાસ થયા હતા
છઠ્ઠા ઘોરણમાં નાપાસ થયા પછી મુસ્તફાએ સ્કૂલ છોડી દીધી હતી. બાદમાં એક શિક્ષકે મુસ્તફા પીસીને સ્કૂલમાં પરત બોલાવામાં મદદ કરી હતી. અને મફતમાં શિક્ષણ પૂરૂ પાડ્યું હતું. શિક્ષકના આ નિર્ણયને કારણે આજે મુસ્તફા એક મોટી કંપનીનો માલિક છે. મુસ્તફાએ હ્યૂમન ઓફ બોમ્બેને જણાવ્યું કે ભોજન શિક્ષાથી વધુ મહત્વપૂર્ણ છે અને મુસ્તફાએ ગણિતમાં પોતાના ક્લાસમાં ટોપ કર્યુ હતું. તેમણે નોકરી કરી અને પહેલું વેતન 14,000 મળ્યું. પછી તેમને વિદેશમાં નોકરી મળી ગઈ અને તેમના પિતાની લોન ચૂકાવવા માટે પર્યાપ્ત કમાઈ થઈ.

આવી રીતે આવ્યો ID FRESH FOODનો વિચાર
મુસ્તફા નોકરી કરવા માંગતા નહોતા તેમને પોતાનો વ્યવસાય ચાલૂ કરવો હતો. તેમણે પોતાના એક પિતરાઈ ભાઈને એક સપ્લાયરને પાઉચમાં ઈડલી-ઢોંસા બૈટર વેચતા જોયા. અહીથી જ તેમને આઈડી ફ્રેશ ફૂડનો વિચાર આવ્યો. ગ્રાહક ઉત્પાદની ગુણવત્તાના સંદર્ભમાં ફરિયાદ કરી રહ્યા હતાં. ત્યારે તેમના પિતરાઈ ભાઈએ તેમને ગુણવત્તા વાળી બૈટર કંપની બનાવા માટે બોલાવ્યા અને તેમણે આઈડી ફ્રેશ ફૂડ કંપનીની શરુઆત કરી.

તેમણે કંપનીમાં 50,000 રુપિયાનું રોકાણ કર્યું. કંપનીની શરુઆત 50 વર્ગ ફૂટના રસોડામાં ગ્રાઈન્ડર, મિક્ષર અને એક વજન કાંટા સાથે થઈ. ત્રણ વર્ષ પછી તેમણે પોતાની કંપની માટે નોકરી છોડી દીધી અને પોતાની બધી બચત પોતાના વ્યવસાયમાં લગાવી દીધી.

વર્ષોના સંઘર્ષ પછી રોકાણકારો મળ્યા બાદ કંપનીની કિસ્મત બદલાઈ ગઈ અને રાતોરાત 2000 કરોડ કંપની બનાવી દીધી. ધ હિન્દુના અનુસાર, આઈડી ફ્રેશ ફુડે નાણાકીય વર્ષ 2011માં 294 કરોડ રુપિયાના નફા સાથે સમાપ્ત કર્યુ હતું. વર્ષ 2018માં તેમને હાવર્ડમાં ભાષણ આપવા માટે આમંત્રણ આપવામાં આવેલું. તેમણે તેમના પિતા અને પોતાના શિક્ષકોને તેમની સફળતાના કારણો ગણાવ્યા હતાં. 2018માં તેમણે કહ્યું હતું કે તેમની કંપની 100 મિલિયન ડોલરની બ્રાન્ડ છે.

એક દિવસમાં 50,000 પેકેટ્સ વેચાય છે
મુસ્તફાની કંપની ઈડલી ઢોંસા બનાવવા માટે જરુરી મિશ્રણને વહેચે છે. ભારતમાં એક દિવસમાં 100 પેકેટ વેચનારી કંપની હાલ એક દિવસમાં 50,000 પેકેટ વેચે છે. કંપનીમાં 650 લોકો કામ કરે છે. હવે ID FRESH કંપની દુબઈમાં પણ શરુ થવાના પ્રયત્નમાં છે.

અન્ય સમાચારો પણ છે...