• Gujarati News
  • National
  • ICU Of Ahmednagar District Hospital Burnt Down; Estimated Death Of 5 Patients, Many Patients Shifted

હોસ્પિટલમાં ભીષણ આગથી 10નાં મોત:મહારાષ્ટ્રમાં અહમદનગર ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલનો ICU વોર્ડ બળીને ખાખ; આગને કાબૂમાં લેવાનાં ઉપકરણો કોઈ જ કામમાં ન આવ્યાં

એક મહિનો પહેલા

મહારાષ્ટ્રમાં શનિવારે સવારે અહમદનગર જિલ્લા હોસ્પિટલમાં ભીષણ આગ લાગી છે. અહેવાલો અનુસાર, હોસ્પિટલ ICUમાં આગ લાગી હતી. આગ બુઝાવવા માટે ફાયરબ્રિગેડની ઘણી ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. બીજી તરફ, ICUમાં દાખલ દર્દીઓને અન્ય સ્થળોએ ખસેડવામાં આવી રહ્યા છે. ICUમાં ઘણા દર્દીઓ હતા, જે વેન્ટિલેટર પર હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર, આ અકસ્માતમાં 10 દર્દીએ જીવ ગુમાવ્યા છે. જોકે વહીવટીતંત્રે એની પુષ્ટિ કરી નથી.

શનિવારે સવારે 11.30 વાગ્યાની આસપાસ આગ લાગી હતી. આગ લાગી એ સમયે ICU વોર્ડમાં 20 લોકો હાજર હતા. હોસ્પિટલના વોર્ડ બોય્ઝ, નર્સો અને ડોકટરોએ તમામ દર્દીઓને સલામત વોર્ડમાં ખસેડ્યા હતા. જે વોર્ડમાં આગ લાગી હતી એ હોસ્પિટલની મધ્યમાં છે.

આગ લાગવાથી ICU વોર્ડ સંપૂર્ણરીતે બળીને ખાખ થઈ ગયો છે
આગ લાગવાથી ICU વોર્ડ સંપૂર્ણરીતે બળીને ખાખ થઈ ગયો છે
ICUમાં આગ લાગવાથી દર્દીઓમાં ભયનો માહોલ છે અને ઘણા દર્દીઓને બીજી હોસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવી રહ્યા છે.
ICUમાં આગ લાગવાથી દર્દીઓમાં ભયનો માહોલ છે અને ઘણા દર્દીઓને બીજી હોસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવી રહ્યા છે.

આગને કાબૂમાં લેવાના પ્રયત્નો જારી
આગ લાગવા પર હોસ્પિટલના અગ્નિશામક યંત્રથી આગને કાબૂમાં લેવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ એ નિષ્ફળ ગયો હતો. અહમદનગર મ્યુનિસિપલ કોર્પોરેશન અને એમઆઈડીસી ફાયર વિભાગની ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી છે.

તાજેતરની માહિતી મુજબ, આગને કાબૂમાં લેવાનો પ્રયાસ અંતિમ તબક્કામાં છે. ફાયર વિભાગના કર્મચારીઓ, પોલીસકર્મીઓ અને હોસ્પિટલ મેનેજમેન્ટ ઘટનાસ્થળે રાહત અને બચાવ કામગીરીમાં રોકાયેલા છે. પ્રારંભિક અંદાજો એ છે કે આગ શોર્ટસર્કિટને કારણે લાગે છે, જોકે એની પુષ્ટિ થવાની બાકી છે.

હોસ્પિટલમાં આગ કયા કારણોસર લાગી એની જાણકારી નથી મળી શકી.
હોસ્પિટલમાં આગ કયા કારણોસર લાગી એની જાણકારી નથી મળી શકી.
ઘટનાસ્થળે ફાયરબ્રિગેડ પહોંચી છે અને આગ પર કાબૂ મેળવવાનો પ્રયત્નો હાથ ધરાયા છે.
ઘટનાસ્થળે ફાયરબ્રિગેડ પહોંચી છે અને આગ પર કાબૂ મેળવવાનો પ્રયત્નો હાથ ધરાયા છે.

મહારાષ્ટ્રમાં બેદરકારીવાળી હોસ્પિટલ

  1. મહારાષ્ટ્રમાં એપ્રિલમાં મુંબઈને અડીને આવેલા વિરાર-વેસ્ટની વિજય વલ્લભ કોવિડ હોસ્પિટલમાં લાગેલી આગમાં 13 લોકોનાં મોત નીપજ્યાં હતાં. અહીં આઈસીયુના એરકન્ડિશનરમાં બ્લાસ્ટ થયા બાદ આ અકસ્માત સર્જાયો હતો.
  2. જાન્યુઆરી 2021માં ભંડારાની સરકારી હોસ્પિટલના સિક ન્યૂબોર્ન કેર યુનિટ (SNCU) વોર્ડમાં 10 નવજાત શિશુઓનાં મોત થયાં હતાં. એમાંથી 8 છોકરી હતી. વોર્ડમાં 17 બાળક હતાં, જેમાંથી 7ને બચાવી લેવામાં આવ્યાં હતાં.
  3. મુંબઈના ભાડુંપ વિસ્તારમાં એક મોલના ત્રીજા માળે આવેલી કોવિડ હોસ્પિટલમાં રાત્રે 12 વાગ્યાની આસપાસ આગ લાગી હતી. આ અકસ્માતમાં 10 લોકોનાં મોત થયાં હતાં.
  4. નાશિકમાં સરકારી હોસ્પિટલમાં ઓક્સિજનટેન્ક લીક થવાને કારણે 30 મિનિટ સુધી પુરવઠો અટકાવી દેવામાં આવ્યો હતો અને આ અકસ્માતમાં 24 દર્દીનાં મોત થયાં હતાં.

કોરોનાકાળમાં હોસ્પિટલોમાં આગ લાગવાના બનાવો બન્યા હતા
ગુજરાતમાં છ મહિના પહેલાં ભરૂચની પટેલ વેલ્ફેર કોવિડ હોસ્પિટલમાં રાત્રે ભીષણ આગ લાગી હતી. આ અકસ્માતમાં 18 લોકોનાં મોત થયાં હતાં, જેમાં 16 દર્દી અને ૨ સ્ટાફ નર્સો હતી. ચાર માળની હોસ્પિટલમાં 50 દર્દી દાખલ થયા હતા. હોસ્પિટલ ભરૂચ-જંબુસર હાઇવે પર આવેલી છે. ગુજરાતના એ સમયના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ અકસ્માત અંગે દુઃખ વ્યક્ત કર્યું હતું અને રૂ.4 લાખની આર્થિક સહાય પૂરી પાડી હતી.

અમદાવાદની હોસ્પિટલમાં 8 દર્દીનાં મોત થયાં હતાં
એક વર્ષ પહેલાં અમદાવાદના નવરંગપુરા વિસ્તારમાં આવેલી કોવિડ હોસ્પિટલમાં લાગેલી આગમાં 8 દર્દીનાં મોત થયાં હતાં, જેમાં 5 પુરુષ અને 3 મહિલા પણ હતાં. રિપોર્ટ અનુસાર, બધાના શ્વાસમાં કાર્બન મોનોક્સાઇડને કારણે મૃત્યુ થયાં હતાં. હોસ્પિટલના ચોથા માળે આગ લાગી હતી. પોલીસે આ કેસમાં હોસ્પિટલના ટ્રસ્ટી ભરત મહંત અને એક કર્મચારીની અટકાયત કરી હતી.

અન્ય સમાચારો પણ છે...