તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • ICMR Says Vaccination Is Not Necessary For Everyone If Some People Can Be Vaccinated To Prevent Corona

આરોગ્ય મંત્રાલયની સ્પષ્ટતા:કોરોનાની વેક્સિન દેશમાં દરેક વ્યક્તિને આપવાની જરૂર નથી, કેટલાક લોકોને રસી આપ્યા પછી સંક્રમણની ચેઈન તૂટી જશે

10 મહિનો પહેલા
  • કૉપી લિંક

ભારત સહિત દુનિયાભરમાં કોરોનાથી બચવા વેક્સિનની રાહ જોવાઈ રહી છે. આ દરમિયાન કેન્દ્ર સરકારે મંગળવારે સ્પષ્ટતા કરી હતી કે, જરૂરી નથી કે દેશમાં તમામને વેક્સિન લગાવાય. કેન્દ્રીય આરોગ્ય સચિવ રાજેશ ભૂષણે કહ્યું કે, હું સ્પષ્ટતા કરવા ઈચ્છીશ કે સરકારે ક્યારેય આખા દેશમાં વેક્સિન લગાવવાની વાત નથી કરી. ફક્ત એ જ લોકોને વેક્સિન લગાવાશે, જેનાથી કોરોના સંક્રમણની ચેઈન તૂટી જાય. આપણે ફક્ત વૈજ્ઞાનિક મુદ્દાની ચર્ચા કરીએ, જે ફક્ત તથ્યાત્મક જાણકારી પર આધારિત હોય. પ્રેસ કોન્ફરન્સમાં ભૂષણે સીરમ ઈન્સ્ટિટ્યૂટના ટ્રાયલના વિવાદ અંગે કહ્યું કે, ચેન્નાઈમાં વૉલેન્ટિયર પર કથિત રીતે પ્રતિકૂળ પ્રભાવ પડ્યો, પરંતુ તેનાથી વેક્સિનની ટાઈમલાઈન પર કોઈ અસર નહીં થાય. આઈસીએમઆરના ડિરેક્ટર જનરલ બલરામ ભાર્ગવે કહ્યું કે, જો વૉલેન્ટિયર પર ગંભીર અસર થશે તો તેને હોસ્પિટલમાં ભરતી થવાની જરૂર પડી હોત, પરંતુ આવુ કશું જ થયું ન હતું.

સીરમનો ખુલાસો - કોવિશીલ્ડ સંપૂર્ણ સુરક્ષિત-ઈમ્યુનોજેનિક
ઓક્સફોર્ડ યુનિવર્સિટી અને એસ્ટ્રાજેનેકાની વેક્સિન કોવિશીલ્ડનો ટ્રાયલ કરી રહેલી સીરમ ઈન્સ્ટિટ્યુટે વૉલેન્ટિયર પર વેક્સિનની પ્રતિકૂળ અસર થઈ હોવાનો દાવો ફગાવી દીધો હતો. સીરમે કહ્યું છે કે, કોવિશીલ્ડ સંપૂર્ણ સુરક્ષિત અને ઈમ્યુનોજેનિક છે. આ ટ્રાયલમાં વૉલેન્ટિયરને ડોઝથી કંઈ નુકસાન નથી થયું. આ ટ્રાયલમાં તમામ નૈતિક જવાબદારી રખાઈ છે અને દિશાનિર્દેશોનું પણ પાલન કરાયું છે. તપાસકર્તાઓએ પણ આ વાત માની છે. કોવિશીલ્ડના ટ્રાયલમાં વૉલેન્ટિયરે વેક્સિનની શરીર પર પ્રતિકૂળ અસર પડ્યાનો દાવો કર્યા પછી સીરમે આ ખુલાસો કર્યો હતો. સીરમે વિશ્વાસ અપાવ્યો હતો કે, મોટા પાયે વેક્સિન ત્યાં સુધી જારી નહીં કરાય, જ્યાં સુધી સાબિત ના થઈ જાય કે આ કોવિશીલ્ડ સંપૂર્ણ સુરક્ષિત છે.

વેક્સિનની આડ અસરો અંગે DCGIની તપાસ
સીરમ ઈન્સ્ટિટ્યુટની કોરોના વેક્સિન કોવીશીલ્ડ અંગે સર્જાયેલા વિવાદ અંગે સ્વાસ્થ્ય મંત્રાલયે પોતાનું વલણ સ્પષ્ટ કર્યું છે. મંત્રાલયના સચિવ રાજેશ ભૂષણે મંગળવારે કહ્યું કે આ પ્રકારની ઘટનાની તપાસ ડ્રગ કન્ટ્રોલ ઓફ ઈન્ડિયા (DCGI) કરી રહી છે. ભૂષણે કહ્યું કે કોઈ પણ વેક્સિનના ટ્રાયલ અગાઉ વોલેન્ટિયરની મંજૂરી મેળવવામાં આવે છે. તેમની પાસે ફોર્મ ભરાવવામાં આવે છે. જેમા એ સ્પષ્ટ લખવામાં આવે છે કે ટ્રાયલ સમયે કોઈ આડઅસર થઈ શકે છે. કેવી કેવી આડઅસરો સર્જાઈ શકે છે તે અંગે પણ લખવામાં આવેલુ હોય છે. તેને જોયા બાદ લોકો ટ્રાયલની મંજૂરી આપે છે.

તેમણે કહ્યું કે ટ્રાયલ સમયે હોસ્પિટલમાં એક એથિક્સ કમિટી હોય છે, જે વેક્સિનની આડઅસરો પર નજર રાખે છે. જો એવી કોઈ અસરની જાણ થાય છે તો તેને 30 દિવસની અંદર જ તે અંગે ડ્રગ કન્ટ્રોલ ઓફ ઈન્ડિયા (DCGI)ને જાણ કરવામાં આવે છે. ત્યારબાદ તેના દ્વારા તપાસ કરવામાં આવે છે.

વેક્સિન વિવાદ અંગે મંત્રાલયે શુ કહ્યું

  • ક્લિનિકલ ટ્રાયલ બહુ કેન્દ્રિત હોય છે. એટલે કે તેના ટ્રાયલ ફક્ત એક જ જગ્યા પર થતા નથી, પણ અનેક જગ્યા પર થાય છે.
  • ટ્રાયલ સમયે વેક્સિનની આડઅસરો પર નજર રાખનારી એથિક્સ ટીમ સરકાર અથવા એવી કોઈ કંપની હોતી નથી. તે એવી હોસ્પિટલની ટીમ હોય છે જ્યાં ટ્રાયલ ચાલી રહ્યા હોય છે.
  • ICMR ના ડિરેક્ટર જનરલ ડો. બલરામ ભાર્ગવે કહ્યું કે વેક્સિનની આડઅસરોની જવાબદારી નિયમનકારની હોય છે. તે આ અંગેના ડેટાને લગતી તપાસ કરે છે કે શું કોઈ ઈવેંટ અને ઈન્ટરનવેન્શન વચ્ચે કોઈ લિંગ છે. એટલે કે વેક્સિન અને વોલન્ટિયર પર થતી અસર વચ્ચે કોઈ લિંક છે?