તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હવે લોકડાઉન જ બ્રહ્માસ્ત્ર!:મહામારીનું તાંડવ રોકવા ICMR હેડની સલાહ, કહ્યું- જે જિલ્લામાં કોરોના સંક્રમણનો દર 10 ટકાથી વધુ હોય ત્યાં 6-8 સપ્તાહનું લોકડાઉન અનિવાર્ય

3 મહિનો પહેલા
ICMR હેડ ડૉ. બલરામની ફાઈલ તસવીર

ભારત દેશ અત્યારે કોરોનાની બીજી લહેરને પરિણામે અનેક મુશ્કેલીઓનો સામનો કરી રહ્યો છે. તેવામાં આ મહામારીને નાથવામાં માટે દેશનાં વિવિધ રાજ્ય પણ અલગ-અલગ રણનીતિ બનાવતા હોય છે. અત્યારે મોટાભાગનાં રાજ્યમાં કોરોનાની સ્થિતિ પર કાબૂ મેળવવા માટે લોકડાઉન લાદવામાં આવ્યું છે. તેથી જ આ પરિસ્થિતિ અંગે ICMR (ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ)નાં હેડ ડૉ. બલરામ ભાર્ગવે સલાહ આપી હતી કે જે પણ જિલ્લામાં કોરોનાનો સંક્રમણ રેટ 10 ટકાથી વધુ હોય ત્યાં 6 થી 8 સપ્તાહનું લોકડાઉન લાદવું અત્યંત આવશ્યક છે.

ભાર્ગવે મંગળવારનાં રોજ જણાવ્યું હતું કે અત્યારે ભારત દેશમાં કોરોનાનો સંક્રમણ રેટ 21 ટકાની આસપાસ છે. 734 માંથી 310 જિલ્લામાં આ રેટ સમાંતર છે અથવા તો આના જેટલો જ છે.

બીજી લહેરમાં યુવાનોમાં સંક્રમણ વધ્યું
કોરોના મહમારીની બીજી લહેરમાં યુવાનોનાં સંક્રમણ અંગે ડૉ.બલરામે જણાવ્યું હતું કે કોવિડ-19ની પ્રથમ અને બીજી લહેરની જો તુલના કરવામાં આવે તો એ જાણવા મળે છે કે ઉંમરનું અંતર વધારે જણાઈ રહ્યું નથી. તેમણે કહ્યું કે 40 વર્ષથી વધુ ઉંમરના લોકો પ્રતિકૂળ અસરો માટે વધુ સંવેદનશીલ હોય છે.

વધુમાં તેઓએ જણાવ્યું હતું કે બીજી લહેરની શરૂઆતમાં મોટાભાગનાં યુવાનો બહાર નીકળ્યા હતા અને આવા સમયે પહેલાથી કેટલાક વાયરસનાં અંશ તો વાતાવરણમાં જીવંત હતા, તેથી એમનામાં પણ સંક્રમણનો દર વધ્યો હતો. અત્યારે ભારત દેશ કોરોના મહામારીની સૌથી ભયાનક લહેરનો સામનો કરી રહ્યો છે. કારણ કે દેશમાં પ્રતિદિવસ 4 લાખથી વધુ પોઝિટિવ દર્દીઓ સામે આવી રહ્યા છે.

દેશમાં પોઝિટિવિટી રેટમાં વધ-ઘટ જોવા મળી
સરકારે મંગળવારે જણાવ્યું હતું કે કોવિડ-19નાં કેસો અને મૃત્યુઆંકમાં પહેલા કરતા ઘટાડો નોંધાયો છે, જોકે કર્નાટક, કેરળ, તમિલનાડુ, પશ્ચિમ બંગાળ, ઓડિશા અને પંજાબ એવા 16 રાજ્યોમાં સામેલ છે જ્યાં રોજ આવતા કેસમાં સતત વધારો થતો જોવા મળ્યો છે. સરકારનાં જણાવ્યા પ્રમાણે મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, દિલ્હી, રાજસ્થાન, છત્તીસગઢ, બિહાર, ગુજરાત, મધ્ય પ્રદેશ અને તેલંગાણામાં સતત કેસોમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...