કોરોનાથી મોતના આંકડા નહીં છૂપાવી શકાય:ડેથ સર્ટિફિકેટ પર કોરોનાથી મોત થયાનો ઉલ્લેખ થશે, સુપ્રીમ કોર્ટ દ્વારા અપાયેલી સૂચનાના 10 દિવસ બાદ સરકારે જાહેર કરી નવી ગાઈડલાઈન

4 મહિનો પહેલા

હવે કોરોનાથી જીવ ગુમાવનારા લોકોના ડેથ સર્ટિફિકેટ પર કોરોનાથી મૃત્યુ થયું છે તેવું કારણ પણ દર્શાવવામાં આવશે. આ જાણકારી ભારત સરકારે સુપ્રીમ કોર્ટને આપી છે. સરકારે જણાવ્યું કે સ્વાસ્થ્ય મંત્રાલય અને ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ(ICMR)એ નવી ગાઈડલાઈન તૈયાર કરી છે, જે પ્રમાણે કોરોનાથી સંબંધિત મોતમાં ઓફિશિયલ ડોક્યૂમેન્ટ જાહેર કરવામાં આવશે. સુપ્રીમ કોર્ટના કડક વલણ બાદ 10 દિવસ પછી સરકારે આ ગાઈડલાઈન્સ જાહેર કરી છે.

ગાઈડલાઈનમાં શેનો ઉલ્લેખ છે?
ગાઈડલાઈન પ્રમાણે, માત્ર એવા મોતને કોરોના સંબંધિત ગણવામાં આવશે, જેમાં દર્દીનો RT-PCR ટેસ્ટ, મોલિક્યૂલર ટેસ્ટ, રેપિડ એન્ટિજન ટેસ્ટ કરાયેલો હોય તથા કોઈ હોસ્પિટલ અથવા ઘરમાં ડોક્ટરે તપાસ કરીને સંક્રમણની પુષ્ટિ કરી હોય. આવા દર્દીઓનું મોતનું કારણ કોરોના ગણીને ડેથ સર્ટિફિકેટમાં તેની જાણકારી આપવામાં આવશે. ઝેર પીને, આત્મહત્યા, હત્યા કે અકસ્માત સહિત અન્ય કારણોથી થયેલા મોતને કોરોના સંબંધિત મોત ગણવામાં આવશે નહીં, ભલે મૃત્યુ પામનાર દર્દી કોરોના સંક્રમિત હોય.

એવા દર્દીઓ જેમનું હોસ્પિટલમાં અથવા ઘર પર મોત થયું હોય અને જેમાં પંજીકરણ સંસ્થાને જીવન અને મૃત્યુ પંજીકરણ એક્ટ 1969(સેક્શન 10) પ્રમાણે મેડિકલ સર્ટિફિકેટનું ફોર્મ 4 અને 4A આપવામાં આવ્યું છે, માત્ર તેમના મોત જ કોરોના સંબંધિત ગણવામાં આવશે.

ટેસ્ટ કરાયાના 30 દિવસમાં થનારા મોત કોરોના સંબંધિત ગણવામાં આવશે
સુપ્રીમ કોર્ટમાં રજૂ કરાયેલા સોગંદનામા અનુસાર ICMRના એક અભ્યાસ મુજબ, કોઈ વ્યક્તિના કોરોના સંક્રમિત થયાના 25 દિવસોમાં 95% મોત થઈ જાય છે. નિયમોમાં ફેરફાર કરીને કોરોના ટેસ્ટની તારીખ અથવા કોરોના સંક્રમિત થયાના 30 દિવસની અંદર થનારા મોતને કોરોના સંબંધિત મોત ગણવામાં આવશે, પછી ભલે દર્દીનું હોસ્પિટલમાં અથવા ઘરે થયું હોય.

જોકે, જો કોઈ કોરોના દર્દી 30 દિવસ પછી હોસ્પિટલ અથવા ઘરે મૃત્યુ પામે છે, તો તેને કોરોના સંબંધિત મૃત્યુ માનવામાં આવશે.

ગાઈડલાઈનમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે, જો કોઈ મૃત્યુના કિસ્સામાં મૃત્યુ પ્રમાણપત્ર ઉપલબ્ધ ન હોય, અથવા મૃત્યુ પ્રમાણપત્રમાં આપવામાં આવેલા મૃત્યુના કારણથી મૃતકના પરિવારને સંતોષ ન થાય અને જેઓ ઉપરોક્ત ધોરણો દ્વારા આવરી લેવામાં આવતા નથી, તો રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશો જિલ્લા સ્તરે રચાયેલી સમિતિને જાણ કરશે.

અન્ય સમાચારો પણ છે...