• Gujarati News
  • National
  • ICMR Approves Kit For Rapid Antigen Test, Report Will Be Available Through Mobile App

હવે ઘરે થઈ શકશે કોરોના ટેસ્ટ:ICMRએ રેપિડ એન્ટિજન ટેસ્ટ માટે 'કોવીસેલ્ફ' નામની કિટને મંજૂરી આપી, મોબાઇલ એપ દ્વારા રિપોર્ટ મળશે

નવી દિલ્હી2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ICMRના નિવેદન અનુસાર, હોમ ટેસ્ટિંગ માત્ર સિમ્પ્ટોમેટિક દર્દીઓ માટે છે. - Divya Bhaskar
ICMRના નિવેદન અનુસાર, હોમ ટેસ્ટિંગ માત્ર સિમ્પ્ટોમેટિક દર્દીઓ માટે છે.

કોરોના ટેસ્ટિંગ પર ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)એ બુધવારે મોટો નિર્ણય લીધો. ICMRએ ઘરમાં કોરોના ટેસ્ટ કરવા માટે એક રેપિડ એન્ટિજન ટેસ્ટ કિટને મંજૂરી આપી દીધી છે. કોવીસેલ્ફનામની આ કિટ દ્વારા લોકો નાક દ્વારા સેમ્પલ લઈને સંક્રમણની તપાસ કરી શકશે. એના ઉપયોગ માટે નવી એડવાઈઝરી પણ જારી કરાઈ છે.

મોબાઈલમાં એપ ડાઉનલોડ કરવાની રહેશે
ICMR તરફથી જારી નિવેદન અનુસાર, હોમ ટેસ્ટિંગ માત્ર સિમ્પ્ટોમેટિક દર્દીઓ માટે છે અથવા તો એવા લોકો, જેઓ લેબમાં કન્ફર્મ કેસના સીધા સંપર્કમાં આવ્યા હોય. હોમ ટેસ્ટિંગ કિટ બનાવનાર કંપનીએ જણાવેલા મેન્યુઅલ રીતે થશે. એના માટે ગૂગલ પ્લે સ્ટોર અને એપલ સ્ટોરમાંથી એપ ડાઉનલોડ કરવાની રહેશે. મોબાઈલ એપ દ્વારા પોઝિટિવ અને નેગેટિવ રિપોર્ટ મળશે.

આવી રીતે કરી શકાશે ટેસ્ટ

  • આ કિટ દ્વારા લોકોનો નેસલ સ્વેબ લેવાનું રહેશે.
  • હોમ ટેસ્ટિંગ કરનારા લોકોએ સ્ટ્રિપનો ફોટો લેવાનો રહેશે. આ ફોટો એ ફોનથી લેવાનો રહેશે, જેના પર મોબાઈલ એપ ડાઉનલોડ કરી હોય.
  • મોબાઈલ ફોનનો ડેટા સીધો ICMRના ટેસ્ટિંગ પોર્ટલ પર સ્ટોર થઈ જશે.
  • આ ટેસ્ટ દ્વારા જેમનો રિપોર્ટ પોઝિટિવ આવશે, તેમને સંક્રમિત માનવામાં આવશે, તેમને અન્ય કોઈ ટેસ્ટની જરૂર નહીં પડે.
  • જે લોકો પોઝિટિવ હશે તેમણે આઈસોલેશન અંગે ICMR અને આરોગ્ય મંત્રાલયની ગાઈડલાઈન્સ માનવાની રહેશે.
  • લક્ષણવાળા જે દર્દીઓનું રિઝલ્ટ નેગેટિવ આવશે, તેમણે RT-PCR ટેસ્ટ કરાવવાનો રહેશે.
  • તમામ રેપિટ એન્ટિજન નેગેટિવ સિમ્પ્ટોમેટિક લોકોને શંકાસ્પદ કોવિડ કેસ માનવામાં આવશે.
  • આવા લોકોએ RT-PCR ટેસ્ટનો રિપોર્ટ આવે ત્યાં સુધી હોમ આઈસોલેશનમાં રહેવું પડશે.
  • આ સમગ્ર પ્રક્રિયામાં દર્દીની ગોપનીયતા યથાવત્ રહેશે.

કિટનું નામ કોવીસેલ્ફ
હોમ આઈસોલેશન ટેસ્ટિંગ કિટ માટે પુણેની કંપની માય લેબ ડિસ્કવરી સોલ્યુશન લિમિટેડને અધિકૃત કરાઈ છે. ટેસ્ટિંગ કિટનું નામ COVISELF (Pathocatch) છે.