• Gujarati News
  • National
  • ICMR Approval Of Saline Gargle RT PCR Test; Can Collect Manually Own Sample, Will Get Report In 3 Hours

કોરોના ટેસ્ટિંગની નવી પદ્ધતિ:સલાઈન ગાર્ગલ RT-PCR ટેસ્ટને ICMRની મંજૂરી; જાતે જ કલેક્ટ કરી શકાશે પોતાના સેમ્પલ, 3 કલાકમાં મળશે રિપોર્ટ

નવી દિલ્હી8 મહિનો પહેલા
  • કૉપી લિંક

કોરોના મહામારી સાથે સંકળાયેલા સંશોધનમાં ભારતને મોટી સફળતા મળી છે. નાગપુરની નેશનલ એન્વાયરમેન્ટ એન્જીનિયરિંગ રિસર્ચ ઈન્સ્ટિટ્યુટ (NEERI)ને કોરોના ટેસ્ટની સરળ પદ્ધતિ શોધી કાઢી છે. તેના મારફતે 3 કલાકમાં જ RT-PCR જેટલા સચોટ નિદાન મળી શકે છે.

​​​​​​​તેને સલાઈન ગાર્ગલ RT-PCR ટેસ્ટ નામ આપવામાં આવ્યું છે. તેનો અર્થ છે કે મીઠાના પાણીથી કોગળા મારફતે કોરોનાની તપાસ કરી શકાશે.આ પ્રોસેસ બિલકુલ સરળ, ઝડપી અને દર્દી માટે આરામદાયક છે.

ગ્રામીણ વિસ્તારો માટે આ ખૂબ જ લાભદાયક સાબિત થશે. NEERIના વાયરોલોજી ડિપાર્ટમેન્ટના મુખ્ય વૈજ્ઞાનિક ડો.કૃષ્ણ ખૈરનારે જણાવ્યું કે આ પ્રક્રિયા ઘણી સરળ છે.

સામાન્ય રીતે લોકોને RT-PCR ટેસ્ટ માટે સ્વાનના નમૂના આપવા કલાકો લાઈનમાં લાગવું પડે છે. ત્યારબાદ નમૂના એકત્રિત કરી લેબ સુધી પહોંચાડવામાં સમય લાગે છે.

દર્દી કેવી રીતે લઈ શકે છે સેમ્પલ?

તેના મારફતે એક સામાન્ય સેમ્પલ કલેક્શન ટ્યુબની જરૂર પડે છે. દર્દીને સલાઈન વોટરથી 15 સેકન્ડ કોગળા કર્યાં બાદ તેને ટ્યુબમાં નાંખવાનું હોય છે.

સેમ્પલને રૂમના તાપમાન પર NEERI દ્વારા તૈયાર કરવામાં આવેલા વિશેષ મિશ્રણમાં રાખવામાં આવે છે. મિશ્રણને ગરમ કરતા એક RNA ટેમ્પ્લેટ તૈયાર થાય છે. તેને RT-PCR માટે પ્રોસેસ કરવામાં આવે છે. RNAના એક્સટ્રેક્શનની બીજી પ્રક્રિયાની તુલનામાં તે ઘણી સસ્તી છે. આ પ્રોસેસ બાદ વેસ્ટેજ ઘણો ઓછો નિકળે છે. આ પર્યાવરણ માટે લાભદાયક છે. ટેસ્ટ કેવી રીતે થાય છે?

RT-PCR એટલે રિવર્સ ટ્રાન્સક્રિપ્શન પોલીમરીઝ ચેઈન રિએક્શન ટેસ્ટ થાય છે. તેમા દર્દીની અંદર વાયરસની ભાળ મેળવવા માટે DNA ચેઇન રિએક્શન કરવામાં આવે છે. ટેસ્ટ મારફતે વાયરસને જેનેટિક મટેરિયલને ટેસ્ટ કરવામાં આવે છે. કોરોના RNA વાયરસ છે. તેમા ટેસ્ટ માટે ઉપયોગ કરવામાં આવતા RNA દર્દીના સ્વાબથી કાઢવામાં આવે છે.