• Gujarati News
  • National
  • Ice Sheet Spread In Himachal, Mercury In Minus; The Coldest Day Of The Season In Delhi

પહાડોથી લઈ મેદાની વિસ્તારોમાં કડકડતી ઠંડી:હિમાચલમાં બરફની ચાદર પથરાઈ, પારો માઈનસમાં; દિલ્હીમાં સીઝનનો સૌથી ઠંડો દિવસ

એક મહિનો પહેલા
  • કૉપી લિંક

મનાલી અને હિમાચલ પ્રદેશ અને અન્ય હિલ સ્ટેશન આ વખતે વ્હાઇટ ક્રિસમસ અને નવા વર્ષની ઉજવણી માટે તૈયાર છે. અટલ ટનલને કારણે પ્રથમ વખત દેશ-વિદેશથી આવતા પ્રવાસીઓ લાહૌલના બરફીલા મેદાનોમાં પણ વ્હાઇટ ક્રિસમસની ઉજવણી કરશે. લાહૌલના મેદાની વિસ્તારોમાં સતત હિમવર્ષા થઈ રહી છે, જેના કારણે ચારેબાજુ બરફની સફેદ ચાદર પથરાઈ ગઈ છે.

હિમલર્ષા થતા અટલ ટનલ બંધ કરી દેવામાં આવી છે
હિમલર્ષા થતા અટલ ટનલ બંધ કરી દેવામાં આવી છે

રાજ્યમાં 23મી ડિસેમ્બરથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થઈ રહ્યું છે. આ કારણે ક્રિસમસના દિવસે 25 ડિસેમ્બરે હિમવર્ષા થવાની સંભાવના છે. મનાલીની મોટાભાગની હોટલોમાં 60% રૂમ બુક છે. અન્ય રાજ્યોમાંથી આવતા પ્રવાસીઓનો ધસારો દરરોજ વધી રહ્યો છે. ટુરિસ્ટ પ્લેસ પર બરફની સફેદ ચાદર છવાઈ જતા હોટેલોમાં બુકિંગ વધી ગયું છે.

તે જ સમયે, રવિવારે દિલ્હીમાં સિઝનની સૌથી વધુ ઠંડી સવારે નોંધાઈ હતી. અહીં લઘુત્તમ તાપમાન 4.6 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આજે મહત્તમ તાપમાન 18 ડિગ્રી સુધી રહી શકે છે. જ્યારે તાપમાન 10 °Cની નીચે અને સામાન્યથી 4.5 °C ડિગ્રી હોવા પર તે કોલ્ડ ડે તરીકે ગણવામાં આવે છે.

લાહૌલમાં બરફની ચાદર પથરાઈ ગઈ છે
લાહૌલમાં બરફની ચાદર પથરાઈ ગઈ છે

મનાલીમાં લગભગ 60% હોટેલો પેક થઈ ગઈ છે. આગામી સપ્તાહ સુધીમાં 80% હોટલ બુક થઈ જવાની અપેક્ષા છે. મોટાભાગનામાં 25 થી 35% છૂટ આપવામાં આવી રહી છે. ડીજે અને વાંસળીના તાલે હોટલોમાં કેન્ડલ લાઈટ ડિનરનું પણ આયોજન કરવામાં આવ્યું છે. ટૂરિસ્ટ સિટી મનાલીની સ્થાનિક સાઇટ સીન ક્લબ હાઉસ, મનુ મંદિર, હિડિમ્બા મંદિર, મોહક વન વિહાર, વશિષ્ઠ મંદિર, નાગર રોરીચ આર્ટ અને કેસલ પર પણ પ્રવાસીઓ એકઠા થવા લાગ્યા છે.

બરફની ચાદરથી ઢંકાયેલ સોલંગ અને કોઠી પહેલા કરતા વધુ સુંદર બની ગયા છે. અટલ ટનલ બંધ થવાની સ્થિતિમાં સોલંગનાલા પ્રવાસીઓ માટે ટૂંકું પડવા લાગ્યું છે. મનાલી મિશન હોસ્પિટલના સીએમઓ ડૉ. એ. ફિલિપ અને એડમિનિસ્ટ્રેટિવ મેનેજર ક્રિસ્ટીનાએ કહ્યું- મિશન હોસ્પિટલ મનાલી પણ ક્રિસમસ તહેવાર માટે તૈયાર છે. નાતાલની ધામધૂમથી શરૂઆત થઈ ગઈ છે. આ એક અઠવાડિયા સુધી ચાલુ રહેશે. પ્રવાસીઓ આ વખતે બરફની સફેદીમાં વ્હાઇટ ક્રિસમસ ઉજવશે.

હોટલ કારોબરમાં વધારાની આશા
બીજી તરફ પ્રવાસીઓનો ધસારો વધવાથી ફોટોગ્રાફર, ટેક્સી, ગાઈડ, હોટેલીયર્સ અને અન્ય પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા સેંકડો લોકો ખુશ છે. હોટેલ કારોબારીઓનું કહેવું છે કે ક્રિસમસ અને નવા વર્ષ દરમિયાન બિઝનેસમાં વૃદ્ધિની અપેક્ષા છે. હોટેલ ગ્લેશિયરના મેનેજર રાણા અને સ્નોફ્લેક્સના મેનેજર દિપાંકર કપૂરનું કહેવું છે કે હિમવર્ષાના કારણે હોટેલનું બુકિંગ વધી ગયું છે.

અન્ય સમાચારો પણ છે...