તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • Ice Festival In China, Lovely Sculptures Made From Ice In Harbin, A Fast food Eatery Discovered At Pompeii Is Now Completely Excavated

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિશ્વભરના સમાચારો તસવીરોમાં:ચીનમાં આઈસ ફેસ્ટિવલ, હર્બિનમાં બરફમાંથી કંડારાઈ મનોરમ પ્રતિમાઓઃ ઈટાલીમાં 2000 વર્ષ જૂની ફાસ્ટફૂડની દુકાન મળી!

2 મહિનો પહેલા
 • કૉપી લિંક
ઈટાલીમાં 2000 વર્ષ પૂર્વે જ્વાળામુખીની રાખમાં ધરબાઈ ગયેલા પોમ્પેઈ શહેરની ‘ફાસ્ટફૂડ’ની દુકાન ખનન દરમિયાન મળી આવી. પુરાતત્વવિદોએ આને અભૂતપૂર્વ શોધ ગણાવી છે. - Divya Bhaskar
ઈટાલીમાં 2000 વર્ષ પૂર્વે જ્વાળામુખીની રાખમાં ધરબાઈ ગયેલા પોમ્પેઈ શહેરની ‘ફાસ્ટફૂડ’ની દુકાન ખનન દરમિયાન મળી આવી. પુરાતત્વવિદોએ આને અભૂતપૂર્વ શોધ ગણાવી છે.

કૃષિ કાયદો રદ કરાવવા ખેડૂતો અડગ

ખેડૂતોએ દિલ્હી પાસે સિંઘુ બોર્ડર પર વડાપ્રધાન મોદીના રેડિયો કાર્યક્રમ ‘મન કી બાત’નો વિરોધ તાળી-થાળી વગાડીને કર્યો હતો. નવા કૃષિ કાયદાના વિરોધમાં દેશભરના ખેડૂત 32 દિવસથી દિલ્હી બોર્ડર પર એકઠા થયા છે. ખેડૂત સંગઠન કાયદો પાછો લેવા માટે જીદ પર અડગ છે. તેમનું કહેવું છે કે તે કાયદામાં કોઈ પણ પ્રકારના સુધારા માટે તૈયાર નથી, સરકારે તેને પાછા લેવા પડશે.

ઈટાલીમાં 2000 વર્ષ જૂની ફાસ્ટફૂડની દુકાન મળી!

ઈટાલીના પોમ્પેઈ શહેરમાં ખનન દરમિયાન પુરાતત્વવિદોને 2000 વર્ષ જૂની ઈટરી મળી છે. આ દુકાન ભીંતચિત્રોથી સજાવાઈ હતી.

પોમ્પેઈ શહેર સને 79માં જ્વાળામુખીના વિસ્ફોટ પછી રાખના ઢગલા નીચે દબાઈ ગયું હતું અને મોટી સંખ્યામાં લોકો માર્યા ગયા હતા. આ પ્રાચીન દુકાન આધુનિક સ્ટ્રીટ ફૂડ શોપ જેવી હતી અને પસાર થતા વટેમાર્ગુઓ અહીં ભોજન કરતા હતા. લેટિન ભાષામાં આવી દુકાનોને પ્રાચીન કાળમાં થર્મોપોલિયમ કહેવામાં આવતી હતી. જેમાં હોટ ડ્રિન્ક્સનું કાઉન્ટર પણ રહેતું હતું. ભીંતચિંત્રોમાં મરઘા અને બતક દેખાય છે જે અહીંના મેન્યુમાં સામેલ હશે એવું મનાય છે.

ઉત્તર ભારતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ

જલંધરમાં ગાઢ ધુમ્મસની ઝલક. રવિવારથી ઉત્તર ભારતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થઈ રહ્યું છે, ત્યારબાદ પંજાબ, હરિયાણા અને ચંદીગઢ સહિત ઘણા રાજ્યોમાં વરસાદ પડી શકે છે. શનિવારે અમૃતસરમાં ગાઢ ધુમ્મસને કારણે 6 ફ્લાઇટ્સ મોડી પડી હતી

લિપા કેમ્પમાં કાતિલ ઠંડી વચ્ચે માઈગ્રન્ટસની દયનીય હાલત

ક્રોએશિયા નજીક ઉત્તરપશ્ચિમ બોસ્નિયામાં સ્થિત લિપા માઈગ્રન્ટ કેમ્પમાં થોડા દિવસ પહેલા અનેક ટેન્ટ આગમાં ખાક થઈ ગયા હતા. જેના કારણે સેંકડો માઈગ્રન્ટ્સને હાડ થિજાવતી ઠંડીમાં ખુલ્લામાં રહેવાનો વારો આવ્યો છે. અહીં ભારે બરફ વર્ષા સતત થઈ રહી છે અને તાપમાન શૂન્ય ડિગ્રી સે.થી ક્યાંય નીચે પહોંચી ગયું છે.

બોસ્નિયાના બિહાક શહેર નજીક આવેલા લિપા કેમ્પ પાસે ચોતરફ બરફ અને કાતિલ ઠંડીમાં એક ધાબળાથી ગરમાવો મેળવવા પ્રયાસ કરી રહેલો એક માઈગ્રન્ટ યુવક.

ચીનના આઈસ સિટી હર્બિનમાં આઈસ સ્કલ્પચર શો

ઠંડીની ઋતુમાં ‘આઈસ સિટી’ નામથી પ્રખ્યાત ચીનના હર્બિન શહેરમાં આ આઈસ ફેસ્ટિવલ જોવા માટે મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવે છે પરંતુ આ વખતે કોરોના વાયરસના કારણે વિદેશ પ્રવાસીઓની સંખ્યા ખૂબ ઓછી છે.

માઈનસ 10 ડિગ્રીમાં સરહદની સુરક્ષા

પૂર્વ લદાખમાં એલએસી પર તણાવ વચ્ચે અરૂણાચલ પ્રદેશના તવાંગ સેક્ટરમાં આઈટીબીપીના જવાનો હાઈ એલર્ટ પર છે. સુસવાટા મારતા કાતિલ ઠંડા પવનમાં સ્નો-સૂટ પહેરીને સરહદ પર ઝીરો લાઈન સુધી પેટ્રોલિંગ કરી રહ્યા છે. અહીં તાપમાન માઈનસ 10 ડિગ્રી સે. છે અને 90 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાય છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો