મેક ઇન ઇન્ડિયા અભિયાનને વેગ આપવા માટે હવે ભારતીય વાયુસેના દેશમાં જ અંદાજે 100 એડવાન્સ ફાઇટર જેટ બનાવવાની યોજના પર કામ કરી રહ્યું છે. આ યોજના માટે વાયુસેના વૈશ્વિક સ્તરે વિમાન નિર્માતાઓ સાથે વાતચીત કરી રહી છે. સેનાના સૂત્રો અનુસાર આ યોજના અંતર્ગત ભારતમાં 96 વિમાન બનાવવામાં આવશે, જેમાંથી 36નું પેમેન્ટ ભારતીય અને વિદેશી ચલણમાં કરવામાં આવશે. જ્યારે, 60 વિમાનો માટેનું પેમેન્ટ માત્ર ભારતીય ચલણમાં જ કરાશે.
114 વિમાન ખરીદવાની પણ યોજના કરાઈ
IAF 114 વિમાન ખરીદવાની પણ યોજના બનાવી રહ્યું છે. તેનાથી સેનાનું સામર્થ્ય વધશે તેમજ મિગ સિરીઝના વિમાનોને પણ બદલવામાં આવશે. આ યોજનામાં શરૂઆતના 18 વિમાનો વિદેશી વેન્ડર પાસેથી ખરીદાશે. આ પ્રોજેક્ટ માટે બોઇંગ, લૉકહીડ માર્ટિન, એમઆઇજી, દસૉલ્ટ જેવી કંપનીઓ રેસમાં છે. આ પ્રોજેક્ટ ત્રણ વર્ષમાં પૂર્ણ થવાની આશા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.