તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • IAF MiG 21 Crashes Near Suratgarh In Rajasthan, Pilot Manages To Get Out Safely Before Crash

રાજસ્થાનમાં મિગ ક્રેશ:પાકિસ્તાન સરહદ નજીક સૂરતગઢ એરબેઝ પાસે મિગ-21 ક્રેશ, ઉડાન સમયે જ એરક્રાફ્ટમાં આગ લાગી ગઈ હતી

9 મહિનો પહેલા
  • કૉપી લિંક
મિગ-21 ફાઈટર જેટ ક્રેશ થવાનું કારણ ટેકનિકલ ખરાબી હોવાનું જણાવવામાં આવ્યું છે. વાયુસેનાએ તપાસના આદેશ આપી દિધા છે (ફાઈલ ફોટો) - Divya Bhaskar
મિગ-21 ફાઈટર જેટ ક્રેશ થવાનું કારણ ટેકનિકલ ખરાબી હોવાનું જણાવવામાં આવ્યું છે. વાયુસેનાએ તપાસના આદેશ આપી દિધા છે (ફાઈલ ફોટો)

રાજસ્થાનના સૂરતગઢ નજીક મિગ-21 ફાઈટર જેટ ક્રેશ થઈ ગયું છે. ન્યૂઝ એજન્સી ANI મુજબ ટેકનિકલ ખરાબીને કારણે આ દૂર્ઘટના થઈ છે. દૂર્ઘટના પહેલાં પાયલોટ પોતાને ઈજેક્ટ કરી લેતા તે સુરક્ષિત છે. ભારતીય વાયુસેનાએ દૂર્ઘટનાની તપાસના આદેશ આપી દિધા છે.

રશિયા અને ચીન પછી ભારત સૌથી મોટું ઓપરેટર
રશિયા અને ચીન પછી ભારત મિગ-21નું ત્રીજું સૌથી મોટું ઓપરેટર છે. 1964માં આ વિમાનને પહેલાં સુપરસોનિક ફાઈટર જેટ તરીકે એરફોર્સમાં સામેલ કરાયું હતું. શરૂઆતના જેટ રશિયામાં બન્યા હતા અને પછી ભારતે આ વિમાનને એસેમ્બલ કરવાની અને ટેકનિક પણ પ્રાપ્ત કરી લીધી હતી.
ત્યારથી જ અત્યાર સુધી મિગ-21એ 1971ના ભારત પાકિસ્તાન યુદ્ધ, 1999ના કારગિલ યુદ્ધ સહિત અનેક તબક્કે મહત્વની ભૂમિકા ભજવી છે. રશિયાએ તો 1985માં આ વિમાનનું નિર્માણ બંધ કરી દિધું, પરંતુ ભારત તેના અપગ્રેડેડ વેરિએન્ટનો ઉપયોગ કરતું રહ્યું છે.

26 નવેમ્બરે ક્રેશ થયું હતું નેવીનું MiG-29K
26 નવેમ્બરે ઈન્ડિયન નેવીના ટ્રેઈની એરક્રાફ્ટ MiG-29K ક્રેશ થઈ ગયું હતું. આ એરક્રાફ્ટમાં બે પાયલોટ સવાર હતા. જેમાંથી એકને રેસ્ક્યૂ કરી લેવાયું હતું અને બીજા પાયલોટની તપાસમાં અરબ સાગરમાં 11 દિવસ સુધી સર્ચ ઓપરેશન ચલાવવામાં આવ્યું હતું. જે બાદ તેમનો મૃતદેહ મળી આવ્યો હતો. ઈન્ડિયન નેવીએ જણાવ્યું કે મૃતદેહ કમાન્ડર નિશાંત સિંહનો હતો.

નેવીએ જણાવ્યું હતું કે MiG-29K ક્રેશ હોવાની જાણકારી 27 નવેમ્બરે અધિકારીઓને મળી હતી. આ વર્ષે MiG-29K ત્રીજું ક્રેશ હતું. ફેબ્રુઆરીમાં ગોવામાં રૂટિન સોર્ટી (પ્રેક્ટિસ ઉડાન) સમયે નેવીનું MiG ક્રેશ થઈ ગયું હતું. ત્યારે પાયલોટે પોતાને વિમાનમાંથી સુરક્ષિત રીતે બહાર નીકળવામાં સફળ રહ્યાં હતા.

MiG-29 એરક્રાફ્ટ કેરિયર વિક્રમાદિત્યથી ઓપરેટ થાય છે. હાલમાં જ માલાબારમાં ભારત, અમેરિકા, જાપાન અને ઓસ્ટ્રેલિયાના સંયુક્ત યુદ્ધાભ્યાસમાં MiG વિમાનોએ ભાગ લીધો હતો.

અન્ય સમાચારો પણ છે...