• Gujarati News
  • National
  • 'I Will Give My House To The One Who Will Bring Nupur Sharma's Head Off' Video Of Viral Of Ajmer Dargah Khadim

નૂપુર શર્મા વિવાદ:'જે નૂપુર શર્માનું માથું વાઢીને લાવશે તેને મારું મકાન આપી દઈશ'- અજમેર દરગાહના ખાદિમનો Video Viral

એક મહિનો પહેલા

ટેલર કનૈયાલાલા અને ઉમેશ કોલ્હેની હત્યાનો મુદ્દો હજી શાંત નથી થયો અને હવે અજમેરથી વધુ એક વિવાદાસ્પદ વીડિયો વાઇરલ થયો છે. આ વીડિયો દરગાહના ખાદિમ સલમાન ચિશ્તીનો છે. આ વીડિયોમાં ખાદિમ સલમાન ચિશ્તી ભારતીય જનતા પાર્ટી (ભાજપ)નાં પૂર્વ પ્રવક્તા નૂપુર શર્મા માટે વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. વાઇરલ વીડિયોમાં હજરત ખ્વાજા મોઈનુદ્દીન હસન ચિશ્તીની દરગાહના એક ખાદિમ કહી રહ્યા છે કે જે નૂપુર શર્માનું ગળું કાપીને લઈ આવશે તેને તે પોતાનું મકાન આપી દેશે. અજમેર પોલીસે વીડિયોને આધાર બનાવીને ખાદિમની સામે ફરિયાદ નોંધી લીધી છે.

વીડિયોમાં માથું કાપવાની વાત
વાઇરલ વીડિયોમાં દેખાતો માણસ દરગાહનો ખાદિમ છે અને સાથે સાથે દરગાહ પોલીસ સ્ટેશનનો હિસ્ટ્રીશીટર પણ છે. તેના પર વિવાદ કેસ નોંધાયેલા છે. તેણે પોતાનું નામ સલમાન ગણાવ્યું છે. વીડિયોમાં આ વ્યક્તિ રોતી રોતી કહે છે કે સમય હવે પહેલાં જેવો નથી રહ્યો, નહીં તો હું ના બોલત. તેમના વડીલોના સોગંદ ખાઈને સલમાન કહે છે, મને મારી માના સોગંદ.. હું તેને જાહેરમાં ગોળી મારી દેત, મને મારાં બાળકોના સમ... હું તેને ગોળી મારી દેત અને આજે પણ છાતી ઠોકીને કહું છું, જે પણ નૂપુર શર્માનું ગળું કાપીને લઈને આવશે તેને મારું ઘર આપીને હું રસ્તા પર આવી જઈશ. આ સલમાનનો વાયદો છે.

વીડિયોમાં આગળ તેણે પોતાને તેમના ખ્વાજાના સાચા સિપાહી ગણાવીને કહ્યું છે કે હું આજે પણ ચીરવાની તાકાત રાખું છું. વાઇરલ વીડિયોમાં સલમાન મુસ્લિમોને ઉશ્કેરવાની વાતો કરી રહ્યો છે. નોંધનીય છે કે 17 જૂને ગરીબ નવાઝની દરગાહમાંથી બહાર કાઢવામાં આવેલા મૌન સરઘસમાં દરગાહના ખાદિમ ગૌહર ચિશ્તીએ ભડકાઉ ભાષણ આપ્યું હતું. નારેબાજી પણ કરી હતી કે ગુસ્તાખ-એ-રસૂલની આ જ સજા છે, માથું ધડથી અલગ, માથું ધડથી અલગ. ત્યાર પછી ઉદયપુરમાં કનૈયાલાલની હત્યા કરવામાં આવી હતી.

કાશ્મીરમાં છે સલમાનનું લોકેશન
વીડિયો વાઇરલ થયા પછી સલમાન ચિશ્તી વિરુદ્ધ અજમેર શહેરના અલવર ગેટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે. એએસપી વિકાસ સાંગવાને જણાવ્યું હતું કે સલમાન ચિશ્તી સામે ફરિયાદ નોંધી લેવામાં આવી છે અને તેને શોધવામાં આવી રહ્યો છે. માનવામાં આવે છે કે હાલ સલમાન ચિશ્તીનું લોકેશન કાશ્મીરનું દેખાડે છે. બીજી બાજુ, પોલીસે આ પ્રમાણેનો વીડિયો વાઇરલ થયા પછી કડક પગલાં લેવાનો નિર્ણય કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...