તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • "I Was Kidnapped From A Friend's House. Two Indians Were Also Involved In The Conspiracy," He Said In A Police Complaint.

મેહુલ ચોક્સીએ જણાવી સમગ્ર કહાની:કહ્યું- મને મહિલા મિત્રના ઘરેથી કિડનેપ કરાયો, આ ષડયંત્રમાં બે ભારતીય પણ સંડોવાયેલા હતા

નવી દિલ્હી7 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • છેલ્લા એક વર્ષથી બારબરા જેબરિકા સાથે મિત્રતાભર્યા સંબંધ
  • બારબરા પણ ષડયંત્રમાં સામેલ હોવાની વાત કહી
  • અપહરણ કરી ડોમિનિકા લઈ ગયા, અહીં પહોંચી કહેવામાં આવ્યું કે હાઈ રેન્ક ધરાવતા ભારતીય રાજનેતા સાથે ચોક્સીને મુલાકાત માટે લવાયા છે

ડોમિનિકાની જેલમાં બંધ ભાગેડુ કારોબારી મહેલુ ચોક્સીએ સોમવારે એક આશ્ચર્યજનક ખુલાસો કર્યો છે. ચોક્સીએ એન્ટીગુઆ પોલીસ સમક્ષ કરેલી ફરિયાદમાં કહ્યું છે કે તેનું અપહરણ કરવામાં આવ્યું હતું. તેમા તેની મહિલા મિત્ર બારબરા જેબરીકા ઉપરાંત અન્ય બે ભારતીય નરેન્દ્ર સિંહ અને ગુરમીત સિંહના નામનો સમાવેશ થાય છે. મેહુલ રૂપિયા 13,500 કરોડના PNB કૌભાંડનો આરોપી છે.

ચોક્સીએ પોલીસને આપેલી માહિતીમાં જણાવ્યું કે છેલ્લા એક વર્ષથી બારબરા જેબરિકા સાથે મિત્રતાભર્યા સંબંધ છે. 23 મેના રોજ બારબરાએ તેના ઘરેથી પિક કરવા માટે કહ્યું. જ્યારે હું ત્યાં ગયો તો અચાનક ઘરના તમામ પ્રવેશ દ્વારથી 8-10 લોકો આવ્યા અને મને ખરાબ રીતે માર માર્યો. આ તમામ લોકો પોતાને એન્ટીગુઆના પોલીસ કર્મચારી તરીકે ઓળખ આપતા હતા. ત્યારબાદ અપહરણ કરી લેવામાં આવ્યું.

ચોક્સીએ જણાવ્યું કે તમામ લોકો તેનું અપહરણ કરીને ડોમિનિકા લઈ ગયા. અહીં પહોંચી તેમણે કહ્યું કે હાઈ રેન્ક ધરાવતા એક ભારતીય રાજનેતા સાથે ચોક્સીને મુલાકાત કરવા માટે લાવવામાં આવ્યો છે.

ચોક્સી પર ડોમિનિકામાં ગેરકાયદેસર રીતે ઘુસવાનો આરોપ
ડોમિનિકા પોલીસે પણ ઈસ્ટર્ન કેરેબિયન સુપ્રીમ કોર્ટમાં દાવો કર્યો છે કે તેને મેહુલ ચોક્સી ખાડીના કિનારે ટોકરી ઘાટ પાસે 24 મેની રાત્રે આશરે 11.30 વાગે શંકાસ્પદ સ્થિતિમાં મળ્યો હતો. જ્યારે ચોક્સી પર ગેરકાયદેસર રીતે ડોમિનિકામાં એન્ટ્રી કરવાનો આરોપ છે, જોકે તેણે પોતાની અટકાતને હાઈકોર્ટમાં ચેલેન્જ કરી છે. ચોક્સીએ દાવો કર્યો છે કે તેણે એન્ટીગુઆ-બારબુડાથી અપહરણ કરી ડોમિનિકા લાવવામાં આવ્યો હતો. આ હેઠળ ચોક્સીએ આ નવો ખુલાસો કર્યો છે.

બારબરાએ મદદ માટે કોઈ બોલાવ્યા નહીં, તે ષડયંત્રનો ભાગ છે
ચોક્સીએ ફરિયાદમાં દાવો કર્યો છે કે તેની મિત્ર બારબરા પણ અપહરણના ષડયંત્રમાં સામેલ છે. તેણે કહ્યું કે જ્યારે 8-10 લોકો તેના ઘરે મારપીટ કરી રહ્યા હતા ત્યારે બારબરાએ મદદ માટે કોઈ પ્રયત્ન કર્યો નહીં. તેણે બુમો પાડવા, ફોન કરવા અથવા બહાર જઈને કોઈની મદદ મેળવવાનો પ્રયત્ન કર્યો નહીં. તેનો અર્થ એવો છે કે તે પણ અપહરણના ષડયંત્રનો ભાગ હતી.

ચોક્સીના જણાવ્યા પ્રમાણે એન્ટીગુઆ પોલીસના લોકો હોવાની ઓળખ આપનારા આરોપીઓએ તેની સાથે મારઝૂડ કરી હતી. જેને લીધે ગંભીર ઈજા પહોંચી હતી. તેમણે ફોન, ઘડિયાળ તથા પર્સ પણ છીનવી લીધા હતા. મારઝૂડ બાદ આરોપીઓએ કહ્યું તેમનો ઈરાદો લૂટ ચલાવવાનો નથી. પણ ચોક્સી નાણાં પરત કરે તે છે.

ભારતીય અધિકારી ડોમિનિકા આવી પ્રશ્ન પૂછી શકે છેઃ ચોક્સી
ચોક્સીએ ભારત સમક્ષ રજૂઆત કરી છે કે ભારતીય અધિકારીઓ ડોમિનિકા આવે અને પોતાની તપાસને લગતા કોઈ પણ પ્રશ્ન પૂછી શકે છે. ચોક્સીએ દાવો કર્યો છે કે તેણે ભારત ફક્ત સારવાર માટે જ છોડ્યું હતું. તે કાયદાનું પાલન કરનારો નાગરિક છે. ચોક્સીએ ડોમિનિકા હાઈકોર્ટમાં રજૂ કરેલા સોગંદનામામાં કહ્યું કે ભારતીય અધિકારી મારી સામે કોઈ પણ તપાસના સંદર્ભમાં પ્રશ્ન કરી શકે છે. હું તેમને અહીં આવવા અને પ્રશ્ન પૂછવા અંગે ઓફર કરું છું. મે ભારતમાં કોઈ જ એજન્સીથી બચવાનો પ્રયત્ન કર્યો નથી.