PUBG હત્યાકાંડમાં પત્ની ગુમાવવાનું દર્દ:ફોજી પિતાએ રડતાં રડતાં કહ્યું- હું ઈચ્છું છું કે મારો પુત્ર આજીવન જેલના સળિયા પાછળ રહે

લખનઉ15 દિવસ પહેલા
  • કૉપી લિંક

દરેક વ્યક્તિ ઈચ્છે છે કે તેમનું સંતાન હંસતા-રમતા પોતાનું જીવન માણે. પરંતુ હું ઈચ્છું છું કે મારો દીકરો આજીવન જેલના સળિયા પાછળ જ રહે. આ દરેક દીકરા માટે એક પાઠ હશે. કે જેથી કોઈ પોતાની માનો જીવ ન લે. ફોજી નવીન આટલું કહેતા જ રડી પડ્યા. તેમની દુવિધા અને ગુસ્સો, બંને ભાવ ચહેરા પર સ્પષ્ટ જોવા મળતા હતા. આ તે ફોજી નવીન છે જેમના 16 વર્ષના પુત્રએ PUBG ગેમ રમવા માટે પોતાની માની લાયસન્સવાળી પિસ્તોલથી 6 ગોળીઓ મારી દીધી.

ભાઈના ગુનાની એકમાત્ર સાક્ષી માસૂમ બહેન

નવીનના માતા નીરજા દેવીએ પૌત્ર વિરૂદ્ધ પુત્રવધૂની હત્યાનો કેસ કર્યો છે. આરોપી પુત્રને બાલ સુધાર ગૃહમાં મોકલી દેવાયો છે. નવીનનું કહેવું છે કે તેમની પોસ્ટિંગ બહાર છે. તેથી કેસની સુનાવણી અને દરેક તારીખ સમયે હાજર નહીં રહી શકે. તેથી માએ કેસ કર્યો. નવીનનું કહેવું છે કે પુત્રને તેના ગુનાની પૂરી સજા મળે. તે માટે અમે પ્રયાસ કરીશું. 10 વર્ષની દીકરીએ બધું જ નજરોનજર જોયું છે. તે કોર્ટમાં સાક્ષી તરીકે હાજર થશે. દીકરીને કોઈ ગેરમાર્ગે ન દોરે અને તે આ મેન્ટલ ટ્રોમામાંથી બહાર નીકળે તે માટે તેને અમારી સાથે રાખીશું.

દાહ સંસ્કાર કરીને પરિવાર બનારસ ગયો
નવીને જણાવ્યું કે તેમનો પુત્ર નાનપણથી જ જિદ્દી હતો. ઘટનાથી લગભગ 10 દિવસ પહેલાં જ તેને જિદ કરીને 8 હજાર રૂપિયાની ક્રિકેટ કિટ ખરીદી હતી. જે તેને તેની માએ જ લઈ આપી હતી. જેમની તેને હત્યા કરી નાખી. તે વારંવાર માને કહેતો હતો કે પપ્પા ઘરે આવે છે ત્યારે હું જે માગુ છું તે બધું જ મળી જાય છે. તો પછી તું કેમ નથી બધું અપાવતી. આ રૂપિયા પપ્પાની કમાણીના જ છે. બુધવારે પોસ્ટમોર્ટમ પછી સાધનાના મૃતદેહને પરિવારના લોકોને સોંપવામાં આવ્યો. પરિવારે લખનઉના ગુલાલા ઘાટ પર દાહ સંસ્કાર કર્યા. નવીને પત્નીને મુખાગ્નિ આપી. જે બાદ પરિવાર બનારસ જતો રહ્યો.

માને ગોળી માર્યા બાદ 3 દિવસ સુધી લાશ છુપાવી રાખી
વારાણસીના રહેવાસી નવીન કુમાર સિંહ સેનામાં જૂનિયર કમીશંડ ઓફિસર છે. તેમનું પોસ્ટિંગ પશ્ચિમ બંગાળમાં છે. લખનઉના PGI વિસ્તારની યમુનાપુરમ કોલોનીમાં તેમનું મકાન છે. અહીં તેમની પત્ની સાધના (40) પોતાના 16 વર્ષના પુત્ર અને 10 વર્ષની પુત્રી સાથે રહેતી હતી.

પુત્રએ મંગળવારે રાત્રે પોતાના પિતાન નવીનને વીડિયો કોલ કરીને જણાવ્યું કે તેમને માની હત્યા કરી દીધી છે. તેમને પિતાને મૃતદેહ પણ દેખાડ્યો. આ મામલામાં જે પ્રાથમિક વાત સામે આવી હતી તેમાં PUBG ન રમવા દેવાથી નારાજ પુત્રએ માને ગોળી મારીને હત્યા કરી દીધી. ત્રણ દિવસ સુધી તેને પોતાના ઘરમાં જ માની લાશને છુપાવી રાખી. હત્યા પછી તે રાત્રે પુત્રએ 10 વર્ષની બહેનની સાથે ઘરમાં રાત પસાર કરી. બીજા દિવસે એટલે કે રવિવારે બહેનને ઘરમાં બંધ કરીને મિત્રના ઘરે ગયો. રાત્રે દોસ્તને સાથે લઈ આવ્યો અને ઓનલાઈન ઓર્ડર કરીને ખાવાનું મંગાવ્યું. જમી લીધા બાદ લેપટોપમાં મૂવી પણ જોઈ હતી.