• Gujarati News
  • National
  • "I Have Not Absconded From The Country. I Have Agreed To Appear Before The CBI Within 48 Hours," He Told The Apex Court

પરમવીર સિંહનો મોટો ખુલાસો:સુપ્રીમ કોર્ટમાં કહ્યું- હું દેશમાંથી ફરાર નથી થયો, આદેશ મળશે તો 48 કલાકમાં CBI સમક્ષ હાજર થઈશ

મુંબઈ14 દિવસ પહેલા
  • કૉપી લિંક
સ્ટેટ CID અને થાણે પોલીસે પરમબીર વિરુદ્ધ લુક આઉટ સર્ક્યુલર જારી કર્યો છે. સિંહ સામે અત્યાર સુધીમાં 5 કેસ નોંધાયા છે. - Divya Bhaskar
સ્ટેટ CID અને થાણે પોલીસે પરમબીર વિરુદ્ધ લુક આઉટ સર્ક્યુલર જારી કર્યો છે. સિંહ સામે અત્યાર સુધીમાં 5 કેસ નોંધાયા છે.
  • આગામી સુનાવણી 6 ડિસેમ્બરે કરવામાં આવશે, ત્યાં સુધી પરમવીરની ધરપકડ નહીં કરી શકાય
  • કોર્ટે આ મામલે મહારાષ્ટ્ર સરકાર અને CBIને પણ એક નોટિસ ફટકારી

વસૂલી કરવાના એક કેસમાં ભાગેડુ જાહેર કરવામાં આવેલ મુંબઈના પૂર્વ પોલીસ કમિશ્નર પરમવીર સિંહ 48 કલાકમાં CBI સમક્ષ હાજર થઈ શકે છે. આ જાણકારી સોમવારે તેમના વકીલ પુનિત બાલી તરફથી સુપ્રીમ કોર્ટમાં જણાવવામાં આવી હતી. પૂર્વ ગૃહ મંત્રી અનિલ દેશમુખ પર વસૂલી કરવાના આરોપ લગાવનાર પરમવીરના વકીલે સુપ્રીમ કોર્ટમાં જણાવ્યુ હતું. પરમવીરને તેમના જીવનું જોખમ છે, માટે તેઓ સંતાઈને રહે છે. એવું પણ કહેવામા આવ્યું હતું કે તેઓ ગુમ નથી દેશમાં જ રહે છે. આ બાબતે આશ્ચર્ય વ્યક્ત કરતા કોર્ટે કહ્યું- આશ્ચર્યની વાત એ છે કે માત્ર મુંબઈના પૂર્વ પોલીસ કમિશનર જ મુંબઈ આવીને રહેવાથી ડરી રહ્યા છે.

કોર્ટે પરમવીરની આ દલીલ સામે ધરપકડ પર રોક લગાવતી તેમની અરજીને સુનાવણી માટે મંજૂર કરી હતી. હવે આ મામલે આગામી સુનાવણી 6 ડિસેમ્બરે કરવામાં આવશે. ત્યાં સુધી પરમવીરની ધરપકડ નહીં થઈ શકે. કોર્ટે આ મામલે મહારાષ્ટ્ર સરકાર અને CBIને પણ એક નોટિસ ફટકારી છે.

મારી પાસે DGPની એક ઓડિયો ટેપ પણ છે
પરમબીર સિંહના વકીલોએ કોર્ટને જણાવ્યું હતું કે, "મારી પાસે પૂર્વ ગૃહમંત્રી સામેની ફરિયાદ પાછી ખેંચવાની ડીજીપીની એક ઓડિયો ટેપ પણ છે. તેઓ મને ધમકી પણ આપી રહ્યા છે. જો ફરિયાદ અને
કેસ પાછો નહીં ખેંચાય તો મને અનેક આરોપોમાં ફસાવવાની ધમકી આપવામાં આવી રહી છે.

સુપ્રીમ કોર્ટમાં રજુ કરાઈ ફોન પર થયેલી વાતની ટ્રાન્સક્રિપ્ટ
આજે સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટની બેન્ચે પૂછું કે ફોન પર જે વાત કરવામાં આવું તેની ટ્રાન્સક્રિપ્ટ ક્યાં છે? પછી વકીલ પુનિત બાલીએ ટ્રાન્સક્રિપ્ટ રજૂ કરી હતી. પુનિત બાલીએ કહ્યું હતું કે પરમવીરજીને કેવી ધમકીઓ આપવામાં આવી રહી છે તે હું સ્પષ્ટ જણાવું છું. એક પછી એક તેમની સામે 6 એફઆઈઆર કરવામાં આવી હતી. પોતાના કાર્યકાલ દરમિયાન તેમણે જે લોકોની સામે કાર્યવાહી કરી હતી તે લોકોએ જ એફઆઈઆર નોંધાવી છે.

ચાંદીવાલ કમિશન સમક્ષ હાજર થયા વજે
દેશમુખ સામે પરમબીરના આરોપો બાદરાજ્ય સરકાર દ્વારા રચવામાં આવેલા ચાંદીવાલ કમિશન સમક્ષ બરતરફ કરાયેલા મુંબઈ પોલીસ અધિકારી સચિન વજે હાજર થયા હતા.તેઓ કમિશનને કહે છે કે આ મામલામાં તેઓ એક નાનું મોહરું છે. તેમણે સમિતિને કહ્યું કે તેમને તેમની પર વિશ્વાસ છે. આવતીકાલે વજેની સમિતિના અધ્યક્ષ દ્વારા પૂછપરછ કરવામાં આવશે.

મુંબઇનો કોર્ટે ભાગેડુ જાહેર કર્યા હતા
આ પહેલા મુંબઈની કોર્ટે પરમવીર સિંહને ભાગેડુ જાહેર કર્યા હતા. જે બાદ હવે મુંબઈ પોલીસ તેને વોન્ટેડ આરોપી અને મીડિયા સહિત દરેક સંભવિત સ્થળોએ ભાગેડુ જાહેર કરવાની પ્રક્રિયા શરૂ કરી શકે છે. નિયમો અનુસાર, જો તેઓ 30 દિવસની અંદર કાયદાની સામે નહીં આવે તો મુંબઈ પોલીસ તેમની મિલકતો જપ્ત કરવાની કાર્યવાહી શરૂ કરી શકે છે.

અનેક વખત ચંદીગઢ ગઈ પોલીસની ટીમ
આ પહેલા ગૃહ વિભાગે પરમવીર ગુમ રહેવાની જાણકારી ઇન્ટેલિજન્સ બ્યૂરોને પણ આપી હતી. ઉલ્લેખનીય છે કે પરમવીર ઘણા મહીનાથી ખરાબ આરોગ્યને કારણે રજા પર ગયા બાદથી ગુમ છે. ગૃહ વિભાગે સિંહને તેમના ચંદીગઢ ખાતેના ઘરે અનેક વખત પત્ર મોકલ્યા અને તેમના ઠેકાણા બાબતે પૂછપરછ પણ કરી હતી, પરંતુ કોઈ જવાબ મળ્યો ન હતો.

ગયા મહીને ગૃહ મંત્રી દિલીપ વાલસે પાટિલે કહ્યું હતું કે તેઓ IPS અધિકારી સામે કાર્યવાહી કરવા માટે અખિલ ભારતીય સેવા નિયમોની જોગવાઈઑને જોઈ રહ્યા છે.

થાણે પોલીસે લુકઆઉટ નોટિસ જાહેર કરી છે
​​​​​​​મુંબઈની થાણે પોલીસે જુલાઈમાં પરમવીર સિંહ સામે લુકઆઉટ નોટિસ જાહેર કરી હતી. તે પૂર્વ ગૃહ મંત્રી અનિલ દેશમુખ સામે તેમના દ્વારા ભ્રષ્ટાચારની તપાસ માટે તેઓ રાજ્ય સરકાર દ્વારા રચાયેલી ચાંદીવાલ કમિશનની સામે હાજર થઈ રહ્યા ન હતા. ત્યારબાદ તેમની સામે 5, પછી 25 અને બાદમાં 50 હજારનો દંડ કર્યો હતો. ત્યાર બાદ પણ જ્યારે પરમવીર હજાર ન થયા ત્યારે તેમનું વોરન્ટ જાહેર કરવામાં આવ્યું હતું.

પરમવીર સામે તપાસ કરી રહી SIT
સરકારના ગૃહ વિભાગે પરમવીર સિંહની સામે લાગેલા ભ્રષ્ટાચારના આરોપોની તપાસ માટે 7 સભ્યોની SIT ટીમની રચના કરવામાં આવી હતી. આ ટીમની અધ્યક્ષતા DCP કક્ષાના અધિકારી કરી રહ્યા છે.અગ્રવાલ સામે જુહુ પોલીસ સ્ટેશનમાં દાખલ માકોકાના કેસની તપાસ પણ SIT કરશે. પરમવીર કમિશ્નર રહેવા દરમિયાન અગ્રવાલ સામે છોટા શકીલ સાથે સંબંધ હોવાના આરોપો લગાવતા માકોકાનો કેસ નોંધાયો હતો.

પરમવીર સામે નોંધાયા છે 5 કેસ
ANI મુજબ સ્ટેટ CID અને થાણે પોલીસે પરમવીર સામે લુકઆઉટ સર્ક્યુલર જાહેર કર્યું છે. પરમવીર સામે અત્યાર સુધીમાં 5 કેસ નોંધાયા છે, જેમાંથી એકની તપાસ મુંબઈ, એકની થાણે અને ત્રણ કેસની તપાસ સ્ટેટ CID કરી રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...