• Gujarati News
  • National
  • I Had Tears Of Joy In My Eyes At The Tricolor Announcement But My Heart Wept At The Return Of The Refugees From Lahore.

હું 1947નું હિન્દુસ્તાન બોલું છું...આઠમી કડી:ત્રિરંગાના એલાનથી મારી આંખોમાં ખુશીના આંસુ હતા પણ લાહોરથી પાછા ફરેલા શરણાર્થીઓને જોઈને હૃદય રડતું હતું

દિલ્હી2 મહિનો પહેલા
  • વાંચો 1 જાન્યુઆરીથી 15 ઓગસ્ટ 1947 વચ્ચે આઝાદીનો માર્ગ ક્યાં ક્યાંથી પસાર થયો, 15 કડીમાં આજે આઠમી

જુલાઈ 1947, વરસાદ જાણે પૂરેપૂરા જોશથી હિન્દુસ્તાનીઓનું બધું દુઃખ પોતાની સાથે વહાવીને લઈ જાય અને ખુશીઓના રંગ ભરી દે, એ રીતે પડતો હતો. પરંતુ તે એટલું સરળ ન હતું. બ્રિટીશ સંસદથી લઈને દિલ્હીની બંધારણ સભા સુધી ભાગલા અને આઝાદની જમીન તૈયાર થઈ રહી હતી. એ કશ્મકશ 1947ના હિન્દુસ્તાનના શબ્દોમાં જણાવી રહ્યા છે- ધનંજય ચોપરા (લેખક અલ્લાહાબાદ યુનિવર્સિટીના સેન્ટર ઓફ મીડિયા સ્ટડીઝમાં કોર્સ કો-ઓર્ડિનેટર છે.)

4 જુલાઈ 1947, હિન્દુસ્તાનનું હવામાન બદલાઈ રહ્યું હતું અને લંડનમાં બ્રિટિશ સંસદમાં રાજકીય ગરમાવો વ્યાપી ગયો હતો. બ્રિટિશ પીએમ ક્લેમેન્ટ એટલીએ ઈન્ડિયન ઈન્ડિપેડન્સ એક્ટ 1947 રજૂ કરતા જ આખી સંસદ ગૂંજી ઉઠી. ચર્ચા એટલી જોરશોરથી શરૂ થઈ કે, બીજા 14 દિવસ સુધી ચાલતી રહી. છેવટે 18 જુલાઈ 1947ના રોજ એક્ટ સ્વીકારી લેવાયો, જેમાં લખ્યું હતું કે, ભારતના ભાગલા થશે. બીજી તરફ, આઝાદીની તૈયારી જોરશોરથી ચાલતી હતી. રાષ્ટ્રીય મંત્રીમંડળના નામ નક્કી થતાં જ અનેક સમિતિઓ સક્રિય થઈને રાજકાજ સંભાળવાની તૈયારી કરી ચૂકી હતી. આ દરમિયાન 22 જુલાઈ 1947ના રોજ બંધારણ સભાની બેઠકમાં આઝાદ દેશે પોતાનો ધ્વજ નક્કી કર્યો. એ દિવસે એવું લાગ્યું, જાણે મને કોઈ નવી ઓળખ મળી હોય.

યુનિયન જેક ઉતરતા જ જે ઝંડો લહેરાવાનો હતો, તે મારો પ્યારો ત્રિરંગો હતો. ઉપર કેસરિયો, વચ્ચે સફેદ અને નીચે લીલો રંગ. સફેદ રંગના પટ્ટા વચ્ચે હવે અશોકના ધર્મચક્રને સ્થાન અપાયું છે, જ્યાં પહેલા ગાંધીજીનો ચરખો હતો. રાષ્ટ્રીય ધ્વજને આ સ્વરૂપ સુધી પહોંચાડવામાં સ્વાતંત્ર્ય સેનાની પિંગલી વેંકૈયાની ભૂમિકા હું ક્યારેય ભૂલી નહીં શકું. તેમણે જ 1916થી 1921 વચ્ચે 30 દેશના રાષ્ટ્રીય ધ્વજ વિશે સંશોધન કરીને પહેલી ડિઝાઈન તૈયારી કરી હતી. બીજી તરફ, પંજાબનું સુંદર શહેર લાહોર લાચારીના આંસુ વહાવતું હતું. પંજાબથી જીવ બચાવીને આવેલા શરણાર્થીઓને દિલ્હીથી 120 કિ.મી. દૂર એક શિબિરમાં રખાતા હતા. ગાંધીજી ત્યાં પહોંચ્યા, તો સતત રડતા, તૂટેલા, ગુસ્સે થયેલા લોકોએ તેમને ઘેરી લીધા. અનેકના ઘા હજુ તાજા હતા. ગાંધીજી તેમને સંભાળવામાં વ્યસ્ત થઈ હતા.

25 જુલાઈ1947ના રોજ માઉન્ટબેટને દિલ્હીમાં પહેલીવાર તમામ રજવાડાના અગ્રણીઓની બેઠક બોલાવી. તેમાં 75 મહારાજા અને નવાબ સાથે 74 બીજા રાજા-મહારાજાના પ્રતિનિધિઓ પણ આવ્યા. આ બેઠકમાં ત્રાવણકોરના દીવાને કહી દીધું કે, ‘અમારી પાસે બંદર અને યુરેનિયમનો ભંડાર છે. અમે કોઈ સાથે નહીં જઈએ. અમારો સ્વતંત્ર દેશ બનાવીશું.’ હૈદરાબાદના નિઝામે પણ જીદ કરી કે, ‘અમે પણ આઝાદ થઈશું.’ આ દરમિયાન શ્યામા પ્રસાદ મુખરજી કાશ્મીર પહોંચી ચૂક્યા હતા અને ત્યાંની લઘુમતીઓનો અવાજ બુલંદ કરવામાં વ્યસ્ત થઈ ગયા હતા. - કાલે વાંચોઃ રેડક્લિફ કેવી રીતે સરહદો ખેંચી રહ્યા હતા

અન્ય સમાચારો પણ છે...