તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • I Don't Understand The Verdict And I Got A Headache While Reading, I Had To Apply Balm: Justice Shah

ભાસ્કર વિશેષ:ચુકાદો સમજાતો નથી અને વાંચતા વાંચતા માથું દુખવા લાગ્યું, બામ લગાવવો પડ્યોઃ જસ્ટિસ શાહ

નવી દિલ્હી5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • હિમાચલ હાઈકોર્ટના ચુકાદાની ભાષા અંગે સુપ્રીમકોર્ટ નારાજ
  • જસ્ટિસે કહ્યું- ચુકાદાની ભાષા સરળ હોવી જોઈએ જેથી સામાન્ય માણસને સમજાય

સેન્ટ્રલ ગવર્નમેન્ટ ઇન્ડસ્ટ્રીયલ ટ્રિબ્યુનલના એક કેસમાં હિમાચલ પ્રદેશ હાઈકોર્ટના ચુકાદાને લાંબો સમય વાંચ્યા પછી પણ સુપ્રીમકોર્ટને કંઈ સમજાયું નહીં. અાખરે કોર્ટે સવાલ કર્યો કે આમા કહેવા શું માગો છો. સુપ્રીમકોર્ટના જસ્ટિસ ચંદ્રચુડે હિન્દીમાં કહ્યું કે આ શું જજમેન્ટ લખ્યું છે?

હું તેને 10.10 વાગે વાંચવા બેઠ્યો. 10.55 સુધી વાંચતો રહ્યો પણ હે ભગવાન હાલત અકલ્પનીય છે. આ અંગે જસ્ટિસ એમ.આર. શાહે કહ્યું કે મને તો કંઈ સમજાયું નહીં. તેમાં એટલા લાંબા લાંબા વાક્યો છે કે કંઈ સમજ જ નથી પડતી. પ્રારંભમાં શું કહ્યું છે અને અંતમાં શું છે તેનો કોઈ મેળ જ બેઠતો નથી. એક અલ્પવિરામ દેખાયું તો તે પણ ખોટી રીતે મૂક્યું હતું.

આ ચુકાદો વાંચતા તો મને ઘણીવાર મારા જ્ઞાન અને સમજ પર પણ શંકા થવા માંડી હતી. ચુકાદાનો અંતિમ ફકરો વાંચ્યા પછી મારે માથા પર ટાઈગર બામ લગાવવો પડ્યો હતો. ત્યારપછી જસ્ટિસ ચંદ્રચુડે કહ્યું હતું કે ચુકાદો એટલો સરળ હોવો જોઈએ કે સામાન્ય. વ્યક્તિની સમજમાં આવી જાય. જસ્ટિસ કૃષ્ણ ઐયરના ચુકાદા આવા સરળ હતા.

કેન્દ્રના એક કર્મચારીની અરજી અંગે આ ચુકાદો હતો. હાઈકોર્ટે સીજીઅાઈટીના આદેશ પર મોહર લગાવી હતી અને કર્મચારીએ આ ચુકાદાને સુપ્રીમકોર્ટમાં પડકાર્યો હતો.

18 પેજના લાંબા ચુકાદામાં હાઈકોર્ટે જણાવેલા કારણ સમજની બહાર
એક કર્મચારી પર ભ્રષ્ટાચારના આરોપ મામલે સીજીઆઈટીના આદેશને હિમાચલ હાઈકોર્ટે ગયા વર્ષે 27 નવેમ્બરે યોગ્ય ઠરાવ્યો હતો. હાઈકોર્ટના આ આદેશ સામે સુપ્રીમકોર્ટમાં અરજી કરાઈ હતી. તેની સુનાવણી દરમિયાન સુપ્રીમકોર્ટના જજોએ આ ટિપ્પણી કરી હતી. તેમણે ત્યાં સુધી કહ્યું કે હાઈકોર્ટના 18 પેજ લાંબા ચુકાદામાં દર્શાવાયેલા કારણો તેમની સમજથી બહાર છે. તર્ક અને ભાષા એવી છે કે તેને માફ કરી શકાય તેમ નથી.

અન્ય સમાચારો પણ છે...