• Gujarati News
  • National
  • I Am Talking India Of 1947... British Rule Had Surrendered, People Were Celebrating Independence, Jinnah Wanted To Cut Me Into Pieces.

હું 1947નું ભારત બોલું છું... બીજી કડી:બ્રિટિશ શાસન હાર માની ચૂક્યું હતું, લોકો આઝાદીની ઉજવણી કરતા હતા, ઝીણા મારા ટુકડા કરવા માંગતા હતા

અલ્હાબાદ7 દિવસ પહેલા
  • વાંચો, 1 જાન્યુ.થી 15 ઓગ., 1947 વચ્ચે આઝાદીનો માર્ગ ક્યાં-ક્યાંથી પસાર થયો...જાણો રસપ્રદ કહાણી

27 જાન્યુઆરી, 1947ના રોજ વસંત પંચમી મનાવી ચૂકેલું ભારત તેની આઝાદીના માર્ગ પર તેમના જ લોકો વચ્ચેની તકરારથી નારાજ હતું. દિલ્હીથી લંડન સુધી સતત બેઠકોનો દોર હતો. તે સમયે કેવી અફરાતફરી હતી તેને 1947ના ભારતની જુબાની બતાવી રહી છે - ડૉ. ધનંજય ચોપડા. (લેખક અલ્હાબાદ યુનિવર્સિટીના સેન્ટર ઓફ મીડિયા સ્ટડીઝમાં અભ્યાસક્રમ સંયોજક છે.)

^મને તે યાદગાર પળો યાદ છે, તારીખ હતી - 20 ફેબ્રુઆરી, 1947, લંડનમાં બ્રિટિશ વડાપ્રધાન ક્લીમેન્ટ એટલીએ હાઉસ ઓફ કોમન્સમાં જાહેરાત કરી કે અંગ્રેજો જૂન 1948થી પહેલાં ભારત છોડી દેશે અને સત્તાની સોંપણી જવાબદાર હાથોમાં કરાશે. આ સાંભળતા જ મારા શરીરમાં રોમાંચ વ્યાપી ગયો હતો. 19 ફેબ્રુઆરી, 1947ના રોજ સવારે નાસ્તો કરી રહેલા વાઇસરોય વાવેલને લંડનથી ખાનગી લેટર મળતા જ તે શરૂઆતમાં ગંભીર થયા અને પછી હસતાં હસતાં બોલ્યા - અંતે તેઓએ મને ભગાડી દીધો. કારણ કે નવા વાઇસરોય લુઇ ફ્રાન્સિસ એલ્બર્ટ વિક્ટર નિકોલસ માઉન્ટબેટનને આઝાદી અપાવવાની જવાબદારી સોંપાઇ હતી. ત્યાં, મારા કરોડો ભારતીયોના ચહેરા પર આઝાદીનું હાસ્ય હજુ ફેલાયું જ હતું ત્યાં જ દરેકની આંખમાં એક પ્રકારનો ડર પણ જોવા મળ્યો હતો. કારણ હતું - મોહમ્મદ અલી ઝીણા. આ જ એ શખસ હતા જે ભાગલાના ખંજરથી મારા શરીરના બે ટુકડા કરવા તૈયાર હતા.

ઝીણાએ સ્પષ્ટપણે કહ્યું હતું કે તેમની પાર્ટી ભારતનું વિભાજન ઇચ્છે છે નહીંતર આ દેશ ધ્વસ્ત થઇ જશે. બીજી તરફ, લંડનમાં લેબર પાર્ટીના પ્રતિનિધિઓ એ ગણિતમાં વ્યસ્ત હતા કે વિભાજન મારફતે કઇ રીતે ભારતમાં નફરતનાં બીજને વાવી શકાય કે જેથી દેશમાં અશાંતિ ફેલાય અને તેઓની છબી પણ ખરડાય નહીં. આ વચ્ચે 10, ડાઉનિંગ સ્ટ્રીટ અને બકિંઘમ પેલેસની ઊંઘ એ માટે હરામ થઇ ચૂકી હતી કે ભારતીય અને અંગ્રેજી સૈનિકો વચ્ચેની તિરાડ સતત વધી રહી હતી. રોયલ એરફોર્સના અંગ્રેજ અધિકારીઓએ તો બળવો જ કર્યો હતો. વાસ્તવમાં, 18 ફેબ્રુઆરી, 1946ના રોજ અંદાજે 2000 ભારતીય નૌસેનિકોએ બળવો કર્યો હતો અને ફાયરિંગમાં લગભગ 400 ભારતીય સૈનિકો શહીદ થયા હતા. ત્યારથી જ અંદર ગુસ્સો અને રોષ હતો. 1946માં જ અંગ્રેજોએ ભારતને આઝાદ કરવાનું નક્કી કર્યું હતું. તેને ધ્યાનમાં લઇને 2 સપ્ટેમ્બર, 1946ના રોજ વચગાળાની સરકાર રચાઇ, જેના વડા જવાહરલાલ નેહરુ હતા. આ વચગાળાની સરકારમાં મુસ્લિમ લીગ સામેલ તો થઇ હતી પરંતુ 1947 સુધીમાં તેઓની હરકતોથી જબરદસ્ત આંતરિક વિરોધ ઊભો કર્યો હતો.

પરિણામે ફેબ્રુઆરી, 1947માં નેહરુની ધીરજ ખૂટતા લીગના મંત્રીના રાજીનામાની માંગ કરી હતી. સરદાર પટેલે પણ સખત ચેતવણી આપી હતી કે મુસ્લિમ લીગના સભ્યો ફોરેન કેબિનેટ નહીં છોડે તો કોંગ્રેસના સભ્યો રાજીનામું ધરી દેશે. જોકે, નવા વાઇસરોયનું નામ અને આઝાદીની તારીખ નક્કી થવાની જાહેરાતને કારણે આ ખળભળાટ કેટલાક દિવસ માટે શાંત થયો હતો. - કાલે વાંચો - જ્યારે માઉન્ટબેટન ગાંધીજીને મળ્યા.

અન્ય સમાચારો પણ છે...