પ્રિયંકા ગાંધીના સેક્રેટરીએ ટિકિટના બદલામાં માંગ્યા રુપિયા:'લડકી હૂં, લડ શકતી હૂં' કેમ્પેઈન પોસ્ટર યુવતીએ કહ્યું- લાંચ ન આપી શકવાને કારણે બીજાને ટિકિટ આપી દેવાઈ

લખનઉ12 દિવસ પહેલા
  • પ્રિયંકા ગાંધીના જન્મદિવસે પણ રુપિયાની માંગ કરવામાં આવી હતી

કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીના 'લડકી હૂં, લડ શકતી હૂં' કેમ્પેઈન પોસ્ટરની કતારમાં સૌથી આગળ ઉભેલી મહિલા ટિકિટમાં રેસમાં પાછળ રહી ગઈ છે. કોંગ્રેસના શક્તિ વિધાન મહિલા મેનિફેસ્ટોની પોસ્ટર ગર્લ ડૉ.પ્રિયંકા મૌર્યાએ આરોપ લગાવ્યો છે કે લાંચ ન આપી શકવાને કારણે લખનઉના સરોજિનીનગર વિધાનસભા બેઠક પરથી તેમની ટિકિટ કાપીને રુદ્ર દમન સિંહને આપી દેવામાં આવી છે. તેમણે કહ્યું કે લાંચની રકમ કોઈ બીજાએ નહીં પરંતુ પ્રિયંકા ગાંધીના સચિવ સંદીપ સિંહે માંગી હતી.

ડો. પ્રિયંકા મૌર્યાએ આરોપ લગાવ્યો છે કે લાંચ ન આપી શકવાને કારણે લખનઉની સરોજિનીનગર વિધાનસભા બેઠક પરથી તેમની ટિકિટ કાપવામાં આવી હતી.
ડો. પ્રિયંકા મૌર્યાએ આરોપ લગાવ્યો છે કે લાંચ ન આપી શકવાને કારણે લખનઉની સરોજિનીનગર વિધાનસભા બેઠક પરથી તેમની ટિકિટ કાપવામાં આવી હતી.

લડકી હૂં, લડ શકતી હૂં, કેમ્પેઈનનો મહત્વનો ભાગ રહી
યુપી કોંગ્રેસના કાર્યકર્તા ડૉ. પ્રિયંકા મૌર્યા લખનઉની સરોજિનીનગર બેઠક પરથી ટિકિટ માટે રજૂઆત કરી રહ્યાં હતા. તે પ્રિયંકા ગાંધીની લડકી હૂં, લડ શકતી હૂં -અભિયાનમાં પણ મહત્વપૂર્ણ પાત્ર રહી હતી. એટલું જ નહીં કોંગ્રેસે જે ટાઈટલ સાથે જે મહિલા મેનિફેસ્ટોને બહાર પાડ્યો હતો, પ્રિયંકા મૌર્યા તેમની પોસ્ટર ગર્લ પણ હતી. જેના કારણે એવું માનવામાં આવતું હતું કે ઉમેદવારોની યાદીમાં તેમનું નામ ટોપ પર હશે.

પ્રિયંકાના સેક્રેટરીએ ફોન કરાવીને રુપિયા મંગાવ્યા
ગુરુવારે કોંગ્રેસે 125 બેઠકો માટે ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી, જેમાં વચન મુજબ 40 ટકા મહિલાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. જે સીટ પરથી પ્રિયંકા મૌર્યા ચૂંટણી લડવાની તૈયારી કરી રહી હતી તે સીટ પરથી રૂદ્ર દમન સિંહનું નામ ફાઈનલ કરવામાં આવ્યુ હતુ. યાદી જાહેર થયાના થોડા કલાકો બાદ ડૉ.પ્રિયંકા મૌર્યાએ તેમના ટ્વિટર હેન્ડલ પરથી ટ્વિટ કરીને પાર્ટીમાં ટિકિટની સોદાબાજીના આરોપ લગાવ્યા હતા.

તેમણે લખ્યું છે કે પ્રિયંકા ગાંધીના સેક્રેટરી સંદીપ સિંહે તેમને ટિકિટના બદલામાં રુપિયા માટે કોઈ પાસે ને ફોન કરાવ્યો હતો. રુપિયા ન આપવા પર તેમની જગ્યાએ અન્ય કોઈનું નામ જાહેર કરવામાં આવ્યું હતું.

આરોપ છે કે સચિવ સંદીપ સિંહે તેમને ટિકિટના બદલામાં રુપિયા માટે કોઈની પાસેથી ફોન કરાવ્યો હતો.
આરોપ છે કે સચિવ સંદીપ સિંહે તેમને ટિકિટના બદલામાં રુપિયા માટે કોઈની પાસેથી ફોન કરાવ્યો હતો.

પ્રિયંકા ગાંધીના જન્મદિવસે પણ રુપિયાની માંગ કરવામાં આવી હતી
ડૉ. પ્રિયંકા મૌર્યાએ આરોપ લગાવ્યો કે કોંગ્રેસ મહિલાઓ અને યુવાનોને આગળ વધારવાની આડમાં વસુલી કરી રહ્યુ છે. તેમનું કહેવું છે કે પહેલા લડકી હૂં, લડ શકતી હૂં, મેરેથોનમાં ભીડ એકઠી કરવાના નામે વસુલી કરવામાં આવી હતી. તે પછી પ્રિયંકા ગાંધીના જન્મદિવસ પર પણ રૂપિયાની માંગણી કરવામાં આવી હતી. જ્યારે તેમણે ચૂંટણી લડવાનો દાવો રજૂ કર્યો ત્યારે ટિકિટ માટે પણ રૂપિયાની માંગવામાં આવ્યા હતી. તેમનો દાવો છે કે દરેક આરોપના તેમની પાસે મજબૂત પુરાવા છે, જે ટૂંક સમયમાં જ જાહેર કરવામાં આવશે. સાથે જ આ મામલે પક્ષના પ્રવક્તા ડો.અશોક સિંહનું કહેવું છે કે ટિકિટ ન મળવાને કારણે ખોટા આરોપ લગાવવામાં આવી રહ્યા છે.

સંદીપ પર હુમલો અને ધાકધમકીનો ગુનો નોંધાયો હતો
18 નવેમ્બરે લખનૌમાં પ્રિયંકા ગાંધીના અંગત સચિવ સંદીપ સિંહ, કોંગ્રેસ સમિતિના નેતા શિવ પાંડે સહીત 3 વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. રાજ્ય મિલકત વિભાગમાં ડ્રાઈવર તરીકે ફરજ બજાવતા પ્રશાંત કુમાર સિંહની ફરિયાદ પર હુસૈનગંજ પોલીસે ત્રણેય સામે મારપીટ અને ધાકધમકીનો ગુનો નોંધવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...