મેઘાલયના રાજ્યપાલ સત્યપાલ મલિકનું નિવેદન:મને પણ સંકેત હતો કે ચૂપ રહેશો તો ઉપરાષ્ટ્રપતિ બનાવી દઈશું

ઝૂંઝુનું / જયપુર15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ભાજપમાં ઘણાં લોકો છે, જેમના પર ઈડી, CBI, ITના દરોડા પડી શકે છે

મેઘાલયના રાજ્યપાલ સત્યપાલ મલિકે ફરી એકવાર મોટું નિવેદન આપતા કહ્યું કે મને પણ સંકેત અપાયા હતા કે જો તમે ચૂપ રહેશો જો તમને ઉપરાષ્ટ્રપતિ બનાવી દઈશું. પણ મેં ના પાડી દીધી કે હું આવું કરવાનો નથી. તેમણે કહ્યું કે ભાજપમાં ઘણા લોકો છે જેમના પર ઈડી, સીબીઆઈ, આઈટીના દરોડા પડી શકે છે.

સરકારે આ ભાજપવાળાઓ પર દરોડા પાડી દેવા જોઈએ. મલિકે એમ પણ કહ્યું કે તે રાજ્યપાલનો કાર્યકાળ સમાપ્ત થયા બાદ ખેડૂતો વચ્ચે જશે. સત્યપાલ મલિક રવિવારે રાજસ્થાનની મુલાકાતે આવ્યા હતા. તે અહીં ઝૂંઝુનું જિલ્લાના બગડ વિસ્તારમાં પહોંચ્યા હતા.

મેઘાલયના રાજ્યપાલ મલિક તેમના તીખા મિજાજ માટે જાણીતા છે. તેમણે ઉપરાષ્ટ્રપતિ પદ અંગે મોટું નિવેદન આપતાં પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું કે જગદીપ ધનખડ ડિઝર્વ કરે છે આ પદે માટે પણ મને સંકેત અપાયા હતા કે જો હું સત્ય બોલવાનું બંધ કરી દઈશ તો મને ઉપરાષ્ટ્રપતિ બનાવી દેશે. પણ મેં ના પાડી દીધી કે હું આવું કરવાનો નથી.

તપાસ એજન્સીઓને લઈને અલગ માહોલ બની ગયો છે
રાજ્યપાલ સત્યપાલ મલિકે કહ્યું કે જે મહેસૂસ કરું છું, તે બોલું છું. ભલે પછી તેના માટે મારે કંઈ પણ ગુમાવવું પડે. દેશમાં બિન ભાજપ નેતાઓ પર ઈડી, IT અને CBIના દરોડા અંગે મલિકે મોટું નિવેદન આપતા કહ્યું કે ભાજપમાં પણ એવા અનેક લોકો છે જેમના પર અત્યાર સુધી ઈડી, આઈટી અને સીબીઆઈએ દરોડા પાડી દેવાની જરૂર હતી પણ એવું થયું જ નહીં. આ જ કારણ છે કે દેશમાં આ એજન્સીઓને લઈને અલગ જ માહોલ બની ગયો છે.

અન્ય સમાચારો પણ છે...