• Gujarati News
  • National
  • Hypertension Is Not Properly Diagnosed, Leading To Heart, Brain, Artery, Or Kidney Disease.

આજે વર્લ્ડ હાયપરટેન્શન ડે:હાયપરટેન્શનની યોગ્ય રીતે તપાસ થઇ રહી નથી, તેના લીધે હૃદય, મગજ, ધમની અથવા કિડનીની બીમારી પછી દર્દીને તેની જાણ થાય છે

નવી દિલ્હીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઇન્ટરનેશનલ સોસાયટી ઑફ હાયપરટેન્શનના સચિવ ડૉ. અંગરે તપાસ પ્રક્રિયાને ભૂલભરેલી ગણાવી

જ્યાં સુધી બીમાર ના થાય, ત્યાં સુધી તપાસ નહીં કરાવીએ. હોસ્પિટલ પહોંચ્યા તો તાત્કાલિક બીપી મશીન લગાડીને રિપોર્ટ આપી દીધો. તપાસની આ પ્રક્રિયા જ અનેક બીમારીઓ વધારી રહી છે. દૈનિક ભાસ્કરના રિતેશ શુક્લ સાથેની વાતચીતમાં ડૉ. થૉમસ અંગરે બીપીની તપાસની યોગ્ય રીત, બચવાના ઉપાયો તેમજ સમાધાન અંગે જાણકારી આપી.

પ્રશ્નઃ દિનચર્યા બદલવા છતાં આજીવન દવા લેવાની જરૂર શા માટે પડે છે?
જવાબઃ હાયપરટેન્શનથી પીડિત મોટા ભાગના લોકોને તે અંગે જાણ નથી હોતી. તેના બે કારણો છે. એક તો આ બીમારીના લક્ષણો દેખાતા નથી તેમજ બીજું બ્લડ પ્રેશર માપવાની રીત ખોટી છે. હાયપરટેન્શનને કારણે મુખ્યત્વે મગજ, હૃદય, ધમનીઓ તેમજ કિડનીની બીમારીઓ થાય છે. જ્યારે કિડની ફેલ થવાની હોય છે અથવા સ્ટ્રોક આવે છે, ત્યારે ખબર પડે છે કે હાયપરટેન્શન હતું. 2010 બાદ ગરીબ દેશોમાં હાયપરટેન્શનની બીમારીનો વ્યાપ વધ્યો છે. ત્યાં લક્ષણો વગર તપાસની પરંપરા ના હોવાથી કિડની અને સ્ટ્રોકની બીમારીઓ વધી છે.

પ્રશ્નઃ તપાસની યોગ્ય રીત શું છે?
જવાબઃ ડૉક્ટરની પાસે પહોંચતા જ બ્લડપ્રેશર ના મપાવવું જોઇએ. પહેલા વ્યક્તિએ ઓછામાં ઓછા 5 મિનિટ શાંત બેસવાની જરૂર છે. બ્લેડર હળવું હોવું જોઇએ. તપાસ દરમિયાન વાતચીત ટાળવી જોઇએ. ત્યારબાદ 5 મિનિટના બ્રેક પર 3 વાર બ્લડપ્રેશર માપવું જોઇએ. તપાસ થતી હોય તેની આસપાસ અવાજ ના થાય તે જરૂરી છે. ત્રણ વારની તપાસની સરેરાશને જ યોગ્ય બ્લડપ્રેશરનું માપ કહી શકાય છે. તે ઉપરાંત તપાસ વધુ નક્કર થાય તે માટે ઇસીજી પણ કરાવવું જોઇએ.

પ્રશ્નઃ આ બીમારીનું કારણ શું છે?
જવાબઃ દાયકાઓ સુધીના સંશોધનો છતાં 90% કેસમાં તેનું સાચુ કારણ જાણવા નથી મળ્યું. જો બીમારી વારસાગત હોય તો ખતરો વધી જાય છે. વાયુ અથવા ધ્વનિ કે પછી બંને પ્રદૂષણને કારણે આ બીમારી વધુ થાય છે. સરેરાશ બીપી 120/70થી 130/80ની વચ્ચે નોર્મલ છે. જો 130/80ની ઉપર છે તો આ પ્રી-હાઇપર ટેન્શન સ્ટેજમાં છે. 140/90ની ઉપર હોય તો દવા લેવાની જરૂર છે. દવા આજીવન ના લેવાથી બીમારી હૃદય, મગજ અને કિડનીને પણ અસર કરી શકે છે.

પ્રશ્નઃ પુરુષો કરતાં મહિલાઓમાં બીમારીનું પ્રમાણ વધુ, તેનું મૂળ કારણ શું છે?
જવાબઃ પુરુષોની તુલનામાં મહિલાઓ બીપીની તપાસ કરાવવાનું વધુ ટાળે છે. પરિણામે, તેઓને પાછળથી ખબર પડે છે. જેને કારણે બ્લડપ્રેશરને નિયંત્રિત કરવામાં પણ વધુ સમય લાગે છે. વિશ્વભરમાં એક વિચિત્ર ચલણ પણ જોવા મળ્યું છે કે જ્યારે પતિ કોઇ બીમારીથી પીડિત હોય છે ત્યારે પત્ની સંપૂર્ણપણે તેની દેખરેખ રાખે છે, પરંતુ પત્નીને કોઇ બીમારી હોય તો પતિ એ જ કાળજી સાથે પત્નીનો ખ્યાલ નથી રાખતા. આ આદતને બદલવી પડશે.

અન્ય સમાચારો પણ છે...