તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શું થશે?:હૈદરાબાદ ભીષણ ગરમીનો સામનો સારી રીતે કરશે

હૈદરાબાદ25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જૂન-2041ની કાલ્પનિક તસવીર, ચેન્નઈની સ્થિતિ ભયાનક

ઈકોનોમિસ્ટ દર વર્ષે કેટલીક સંભવિત સ્થિતિઓની કાલ્પનિક તસવીર બનાવે છે. આ રિપોર્ટ, ઐતિહાસિક તથ્યો, વર્તમાન અનુમાનો અને સાયન્સ પર આધારિત હોય છે. તેમાંથી એક રિપોર્ટ ભારતનાં બે શહેરો- હૈદરાબાદ અને ચેન્નઈમાં વર્ષ 2021માં પ્રચંડ ગરમીની સ્થિતિનું અનુમાન લગાવે છે.

ભારતના ઈતિહાસની સૌથી જીવલેણ ગરમ લહેરને ત્રણ સપ્તાહ પસાર થઈ ચૂક્યા છે. રાજધાની દિલ્હીમાં તાપમાન 49.3 ડિગ્રી સેલ્સિયસ છે. દક્ષિણ ભારત તો વધુ ગરમ છે. ચેન્નઈ શહેરમાં સૌથી વધુ સંકટ છે. હોસ્પિટલોમાં લૂથી બીમાર થયેલા લોકોની ભીડ છે.ગરમી અને હવામાં ભેજને કો-વેટ બલ્બ ટેમ્પરેચર કહે છે. આ એવું લઘુત્તમ તાપમાન છે, જેમાં કોઈ પણ વસ્તુ સપાટીથી બાષ્પીકરણ દ્વારા ઠંડી થાય છે. સુકી હવામાં પણ માનવ શરીરનું તાપમાન 37 ડિગ્રી પર લોકો પરસેવો પાડીને ઠંડા થઈ શકે છે.

ટેનેસીની ઓક રિજ નેશનલ લેબોરેટરીના ભૌતિકશાસ્ત્રી મોતસિમ અશ્ફાક કહે છે કે, 32 ડિગ્રીના વેટ બલ્બ ટેમ્પરેચરમાં શારીરિક શ્રમ સૌથી મોટું જોખમ છે. બહુ ઓછા લોકો 35 ડિગ્રી વેટ બલ્બ ટેમ્પરેચરમાં જીવતા રહી શકે છે. ચેન્નઈમાં છેલ્લા દસ વર્ષથી વેટ બલ્બ ટેમ્પરેચર 32 ડિગ્રીથી વધુ છે.

અધિકૃત આંકડા અનુસાર ચેન્નઈમાં ગરમીથી 17,642 લોકોનાં મોત થઈ ચુક્યાં છે. જોકે, નજીકના હૈદરાબાદ સાથે તુલનાં કરતાં આ આંકડો ચોંકાવનારો લાગે છે. બંને શહેરની વસતી લગભગ એક કરોડ છે. તેમના આજુબાજુના વિસ્તારોનું તાપમાન પણ એક સમાન છે. છતાં દક્ષિણ ભારતના કોઈ બીજા મોટા શહેરથી સૌથી ઓછાં 26 મોત હૈદરાબાદમાં થયા છે.

26 વર્ષ પહેલાં હૈદરાબાદમાં ઉનાળાની લહેર પછી શહેરમાં ગરમી ઘટાડવાના પ્રયાસ ઝડપથી શરૂ થયા છે. 2015માં શહેર અને નજીકના વિસ્તારોમાં ભીષણ ગરમીના કારણે 585 લોકોનાં મોત થયાં હતાં. આ પરિવર્તન મોડું હતું. ઈમારતોમાંથી સૂર્યના કિરણોને બીજી તરફ પરાવર્તિત કરીને ગરમી ઘટાડી શકાય છે. હૈદરાબાદ નગરનિગમે 2017માં શહેરના ઓછી આવકવાળા વિસ્તારોમાં છતને ઠંડી રાખવાનો કાર્યક્રમ (કૂલ રૂફ પ્રોગ્રામ) શરૂ કર્યો. અહીં ઘરોના ધાબા પર સસ્તી સફેદ પોલિથિલીન કોટિંગ શીટ ફીટ કરાઈ. ઘરનું તાપમાન બે ડિગ્રી ઘટી ગયું.

કૂલ રૂફ પ્રોગ્રામ
2019માં તેલંગાણા સરકારે રાજ્યભરમાં કૂલ રૂફ પ્રોગ્રામ લાગુ કર્યો છે. 2017 સુધી હૈદરાબાદમાં 8 હજારથી વધુ બિલ્ડિંગમાં કૂલ રૂફ લગાવી દવાયા હતા. 2020માં શહેરમાં લાગુ ગ્રામીણ રોજગાર યોજના-નરેગા હેઠળ ઝુંપડા અને અસ્થાયી બાંધકામો પર સફેદ ચૂનો લગાવાયો. શહેરમાં 25 લાખ વૃક્ષો રોપવામાં આવ્યા.

અન્ય સમાચારો પણ છે...