હૈદરાબાદના ગેંગરેપ કેસમાં નવો વળાંક આવ્યો છે. આ ઘટના સાથે જોડાયેલા કેટલાક ફોટા વાઈરલ થયા છે, જેમાં AIIMના ધારાભ્યનો પુત્ર પણ ઘટના સ્થળે દેખાઈ રહ્યો છે. ભાજપ ધારાસભ્ય રધુનંદન રાવે ફોટો શેર કરીને ધારાસભ્યનો પુત્ર આ કેસમાં સામેલ હોવાની વાત કહી છે.
આ બાબતે કોંગ્રેસ સાંસદ મનિકમ ટાગોરે BJPના ધારાસભ્ય પર જોરદાર નિશાન સાધ્યું છે. ટાગોરે રેપ વિક્ટિમ અને સગીર આરોપીના ફોટા શેર કરીને નીંદા પણ કરી છે.
ભાજપના ધારાસભ્યનો આરોપ- પોલીસે ઉતાવળ કરી
ભાજપના ધારાસભ્ય રાવે કહ્યું છે કે પોલીસે ઉતાવળમાં એક સગીર આરોપીને ક્લીન ચીટ આપી દીધી છે, જે AIMIMના ધારાસભ્યોનો પુત્ર છે. તેમણે વધુમાં કહ્યું કે તેમની પાસે પુરાવા તરીકે એક વીડિયો છે, જે જણાવે છે કે આ સમગ્ર મામલામાં ધારાસભ્યનો પુત્ર સામેલ છે. રાવે કહ્યું કે સગીરને ક્લીનચીટ આપવામાં આવી છે. આ કારણે તેમણે પુરાવાને જાહેર કરવા મજબૂર થવું પડ્યું.
બીજેપી ધારાસભ્યએ પૂછ્યું- પોક્સો અંતર્ગત કેસ શાં માટે નોંધવામાં આવ્યો નથી
ભાજપના ધારસભ્ય રધુનંદન રાવે આ સમગ્ર મામલામાં પોલીસની ભૂમિકા પર સવાલ ઉઠાવ્યા છે. તેમણે કહ્યું કે પોલીસ જણાવે કે જે દેખાઈ રહ્યો છે તે ધારાસભ્યનો પુત્ર છે કે નહિ? તેમણે કહ્યું કે જ્યારે પોલીસે પોતે સ્વીકાર્યું છે કે મર્સિડિઝમાં સગીર છોકરીની સાથે રેપ થયો છે તો પછી કારમાં બેઠલા લોકો પર પોક્સો એક્ટ અંતર્ગત શાં માટે કેસ કરવામાં આવ્યો નથી? ધારાસભ્યના પુત્રને શાં માટે છોડી દેવામાં આવ્યો છે.
કોંગ્રેસ સાંસદે બીજેપી પર સાધ્યું નિશાન
કોંગ્રેસ સાંસદ મનિકમ ટાગોરે આ સમગ્ર મામલામાં ભાજપના ધારાસભ્ય પર સવાલ કર્યા છે. તેમણે કહ્યું કે રધુનંદન રાવે રેપ વિક્ટિમ અને સગીર આરોપીના ફોટા શેર કરીને તેમની સુરક્ષા સાથે સમજાવટ કરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.