• Gujarati News
  • National
  • Body Of Accused Raping 6 year old Girl Found On Track In Hyderabad, Telangana Minister Says 2 Days Ago

રેપના આરોપીનું મૃત્યુ:હૈદરાબાદમાં 6 વર્ષની બાળકી પર રેપ કરનારની લાશ રેલવે-ટ્રેક પરથી મળી, તેલંગાણાના મંત્રીએ 2 દિવસ પહેલાં કહ્યું હતું- એન્કાઉન્ટરમાં મારી નાખીશું

હૈદરાબાદએક મહિનો પહેલા
  • તેલંગાણાના હૈદરાબાદમાં 9 સપ્ટેમ્બરે એક 6 વર્ષની બાળકીનું શબ મળ્યું હતું

તેલંગાણામાં 6 વર્ષની બાળકી પર રેપ કરીને તેનું મર્ડર કરનાર આરોપીનું શબ રેલવે-ટ્રેક પરથી મળ્યું છે. પોલીસે શરીર પર પાડવામાં આવેલા ટેટૂ પરથી તેની ઓળખ કરી છે. તેલંગાણાના DGPએ પુષ્ટિ કરી છે કે શબ હૈદરાબાદના સિંગારેની કોલોનીમાં થયેલા રેપ અને મર્ડરના આરોપી પી રાજુ(30)નું છે. આરોપીનું શબ મળવાની સાથે જ હૈદરાબાદ પોલીસ અને સરકાર પર વિપક્ષ સવાલ ઉઠાવી રહ્યો છે, કારણ કે 2 દિવસ પહેલાં જ રાજ્યના શ્રમમંત્રી મલ્લા રેડ્ડીએ કહ્યું હતું કે અમે આરોપીને એન્કાઉન્ટરમાં મારી નાખીશું.

વારનગલમાં રેલવે-ટ્રેક પરથી શબ મળ્યું
વારનગલમાં રેલવે-ટ્રેક પરથી એક શબ મળ્યું છે. જ્યારે પોલીસ અહીં પહોંચી ત્યારે તેણે શબની તપાસ કરી અને હાથ પર પાડવામાં આવેલા ટેટૂના આધારે એ વાતની પુષ્ટિ કરી કે આ વ્યક્તિ સૈદાબાદ રેપ-હત્યા ઘટનાનો આરોપી છે. હૈદરાબાદ સીપી અંજિની કુમારના જણાવ્યા મુજબ, હાલ તો એ તે જ આરોપી લાગી રહ્યો છે, જોકે આ અંગેની પુષ્ટિ સી પ્રકારનું રિઝલ્ટ આવ્યા બાદ જ કરી શકાય છે. એ પછી તેલંગાણાના ડીજીપીએ આ અંગેની પુષ્ટિ કરી છે.

તેલંગાણાના ડીજીપીએ ટ્વીટ કરીને લખ્યું છે કે સિંગારેની કોલોનીમાં રેપ અને મર્ડર કરનાર આરોપીનું શબ રેલવે-ટ્રેક પર મળ્યું છે. એ ધનપુર પોલીસ સ્ટેશન અંતર્ગત આવે છે. શરીર પર મળેલા નિશાનના આધારે આરોપીની પુષ્ટિ કરવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે તેલંગાણાના હૈદરાબાદમાં 9 સપ્ટેમ્બરે એક 6 વર્ષની બાળકીનું શબ મળ્યું હતું. બાળકી પર પહેલા રેપ કરવામાં આવ્યો અને પછીથી તેની હત્યા કરવામાં આવી. પોલીસને 30 વર્ષના આરોપી પર શંક હતો, જે બાળકીના પાડોશમાં રહેતો હતો.

હૈદરાબાદમાં નવેમ્બર 2019માં દિશા રેપ કેસના આરોપીઓનું એન્કાઉન્ટર કરવામાં આવ્યું હતું.
હૈદરાબાદમાં નવેમ્બર 2019માં દિશા રેપ કેસના આરોપીઓનું એન્કાઉન્ટર કરવામાં આવ્યું હતું.

પોલીસે આરોપી પર દસ લાખનું ઈનામ જાહેર કર્યું હતું
પોલીસ દ્વારા આરોપી પર દસ લાખ રૂપિયાનું ઈનામ મૂકવામાં આવ્યું હતુું. આ દરમિયાન તેલંગાણાના મંત્રી મલ્લા રેડ્ડીએ નિવેદન આપ્યું હતું કે પોલીસ આ મામલામાં આરોપીને પકડશે અને પછી તેનું એન્કાઉન્ટર કરશે. મંત્રીના નિવેદન પછી લગભગ 24 કલાકની અંદર જ આરોપી મૃતક મળ્યો છે.

2 વર્ષ પહેલા દિશા રેપ કેસના આરોપીનું પણ થયું હતું એન્કાઉન્ટર
તેલંગાનામાં 27 નવેમ્બર 2019ના રોજ હોસ્પિટલથી ઘરે પરત ફરી રહેલા ડોક્ટર પર સામુહિક ગેંગરેપ થયો હતો. તે પછી ડોક્ટરની હત્યા કરવામાં આવી હતી અને આરોપીઓએ શબને સળગાવી દીધું હતું. આ મામલામાં આરોપી એવા ચાર ટ્રક ડ્રાઈવર અને ક્લીનરનું પોલીસે એન્કાઉન્ટર કર્યું હતું. એન્કાઉન્ટર શાદનગર સ્થિત ચતનપલ્લીમાં જ થયું હતું, અહીં આરોપીએ ડોક્ટરની લાશને સળગાવી દીધી હતી. સવારે જેવા સમાચાર આવ્યા રસ્તાથી લઈને સંસદ અને સોશિયલ મીડિયા સુધી લોકોએ પોલીસની પ્રશંસા કરી હતી. જોકે પોલીસની રીત પર પણ સવાલ ઉઠ્યા હતા.

ઘટનાના લગભગ 10 કલાક પછી તેલંગાનાના પોલીસના કમિશ્નર વીસી સજ્જનાર સામે આવ્યા હતા અને કહ્યું હતું કે કાયદાએ તેનુ કામ કર્યું. આ એન્કાઉન્ટર નહોતું. અમે ઈચ્છતા હતા કે આરોપી સરન્ડર કરે પરંતુ તે ન માન્યા અને ક્રોસ ફાયરિંગમાં મૃત્યુ પામ્યા.