તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તેલંગાણાના મંત્રીની તાલિબાની જાહેરાત:શ્રમ મંત્રીએ કહ્યું- 6 વર્ષની બાળકીના રેપ અને મર્ડરના આરોપીને છોડવાનો સવાલ જ નથી, તેને પકડીશું અને એન્કાઉન્ટરમાં મારીશું

10 દિવસ પહેલા

તેલંગાણાના શ્રમ મંત્રી મલ્લા રેડીના એક નિવેદને દરેકને ચોંકાવી દીધા છે. રેડ્ડીએ રેપના આરોપીને એન્કાઉન્ટરમાં મારવાની જાહેરાત જનતાની વચ્ચે કરી દીધી છે. તેઓ મંગળવારે મેડચલ મલકાજગિરિ જિલ્લામાં એક ઈવેન્ટમાં સામેલ થવા માટે પહોંચ્યા હતા. આ દરમિયાન જ્યારે મીડિયાએ તેમને 6 વર્ષની બાળકીના રેપ અને મર્ડર વિશે સવાલ કર્યો ત્યારે તેમણે આ નિવેદન આપ્યું હતું.

રેડ્ડીએ કહ્યું- રેપ કરનાર 30 વર્ષનો આરોપી ચોક્કસ પકડવામાં આવશે અને તેને એન્કાઉન્ટરમાં મારવામાં આવશે. તેને છોડવાનો કોઈ સવાલ જ ઉભો થતો નથી. બાળકીને ન્યાય અપાવવા માટે આ કેસની ટ્રાયલ ઝડપથી કરવામાં આવશે. અમે પીડિત પરિવારને મળીશું. તેમની મદદ કરીશુ અને વળતર પણ આપીશું.

કોંગ્રેસ સાંસદ પણ કરી ચૂક્યા છે એન્કાઉન્ટરની વાત
રેડ્ડી જ નહીં, મલકાજગિરીના કોંગ્રેસ સાંસદ પણ આરોપીના એન્કાઉન્ટરની વાત કરી ચૂક્યા છે. તેમણે આ નિવેદન ત્યારે આપ્યું જ્યારે તેઓ પીડિત પરિવારને મળીને પરત ફરી રહ્યા હતા.

પડોશી પર જ બાળકી પર રેપ અને હત્યાનો આરોપ
બાળકી સાથે રેપ અને તેની હત્યા 9 સપ્ટેમ્બરે કરવામાં આવી છે. તેનો મૃતદેહ એક બંધ ઘરમાંથી મળ્યો છે. આ કેસમાં પડોશમાં રહેતો એક વ્યક્તિ આરોપી છે. તેલંગાણા પોલીસે તેની ધરપકડ કરવા માટે 15 ટીમ બનાવી છે અને આ ટીમને મહારાષ્ટ્ર અને આંધ્રપ્રદેશમાં મોકલી છે. પોલીસે આ આરોપી વિશે કોઈ પણ માહિતી આપનારને 10 લાખનું ઈનામ આપવાની જાહેરાત કરી છે. આ જધન્ય હત્યાકાંડના વિરોધમાં હૈદરાબાદમાં કેન્ડલ માર્ચ પણ કાઢવામાં આવી હતી.

2 વર્ષ પહેલાં દિશા રેપ કેસમાં આરોપીઓનું થયું હતું એન્કાઉન્ટર
તેલંગાણામાં 27 નવેમ્બર 2019ના રોજ હોસ્પિટલથી ઘરે પરત ફરતી વેટરનરી ડોક્ટર સાથે સામૂહિક દુષ્કર્મ કરવામાં આવ્યું હતું. ત્યારપછી ડોક્ટરની હત્યા કરીને દુષ્કર્મીઓએ તેની લાશ સળગાવી દીધી હતી. આ કેસમાં આરોપી ચાર લોરી ડ્રાઈવરો અને ક્લીનર્સનું પોલીસે એન્કાઉન્ટર કરી દીધું હતું. એન્કાઉન્ટર શાદનગરમાં આવેલી ચતનપલ્લીમાં જ થયું હતું જ્યાં દુષ્કર્મીઓએ ડોક્ટરની લાશ સળગાવી હતી. સવારે આ ખબર ફેલાતા જ રસ્તાથી લઈને સંસદ સુધી અને સોશિયલ મીડિયામાં લોકોએ પોલીસના વખાણ કર્યા હતા, જોકે આમાં પોલીસની કાર્યવાહી સામે સવાલ ઉભા થયા હતા.

ઘટનાના અંદાજે 10 કલાક પછી તેલંગાણાના પોલીસ કમિશ્નર વીસી સજ્જનાર સામે આવ્યા હતા અને તેમણે કહ્યું હતું કે, કાયદો પોતાનું કામ કરી રહ્યું છે. આ એન્કાઉન્ટર નહતું. અમે ઈચ્છતા હતા કે આરોપી સરન્ડર કરે પરંતુ તેઓ માન્યા નહીં અને પરિણામે ક્રોસ ફાયરિંગમાં તેમના મોત થયા.

અન્ય સમાચારો પણ છે...