તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
રાજસ્થાનના રાજસમંદ જિલ્લાના ભીમ વિસ્તારના હાઈવે પર રવિવારે બેકાબૂ કાર પલટી ખાઈ ગઈ હતી. કારમાં સવાર પતિ-પત્નીનું ઘટનાસ્થળે મૃત્યું થયું હતું. ત્યાં, તેમના 2 બાળકોનો આબાદ બચાવ થયો હતો, પરંતું અકસ્મતના પગલે બાળકોને ઈજાઓ પહોંચી હતી. પોલીસે મૃતદેહોને મોર્ચરીમાં મોકલીને બાળકોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડ્યા હતા.
અકસ્માતમાં બાળકોએ મા-બાપને ગુમાવ્યા
ભીમ પોલીસ સ્ટેશનના SI બાલૂરામે જણાવ્યું હતું કે ટોગીની પાસે એક બેકાબૂ કાર પલટી મારી ગઈ હતી. કારચાલક તેમના પરિવાર સાથે સૂરતથી હનુમાનગઢ તરફ જઈ રહ્યા હતા. આ દુર્ધટનામાં કારચાલક અને તેમના પત્નીનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. તો તેમના બાળકો સાત્વિક (13 વર્ષ) અને તન્વી (5 વર્ષ)ને ગંભીર ઈજાઓ પહોંચી હતી.
આ ઘટનાની સૂચના પ્રાપ્ત થતા પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચીને દંપતીના શવને એમ્બુલન્સની સહાયતાથી ભીમ ચિકિત્સાલયના મોર્ચરીમાં મોકલાયા હતા અને ઈજાગ્રસ્ત બાળકોને ત્યાંજ સારવાર કેન્દ્રમાં દાખલ કરાયા હતા. માર્ગ દુર્ઘટનામાં સિદ્ધાર્થ અને તેની પત્ની સુમનનું મોત નીપજ્યું હતું. પોલીસે આ સમગ્ર ઘટનાની જાણકારી તેમના પરિવારજનોને આપી હતી.
પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.