કપુરથલામાં પત્નીની હત્યાનો VIDEO:પતિએ હોસ્પિટલમાં જ ગળું દબાવીને પત્નીને મોતને ઘાટ ઉતારી, 4 દિવસ પહેલા જ મહિલાએ પુત્રને જન્મ આપ્યો હતો

કપુરથલાએક મહિનો પહેલા
  • આ ઘટનાનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે.

પંજાબનાં કપુરથલા જિલ્લાની સિવિલ હોસ્પિટલના ગાયનેક વોર્ડમાં દાખલ મહિલાની તેના જ પતિએ હત્યા કરી હતી. હોસ્પિટલનાં સ્ટાફે હત્યાની આ ઘટનાનો વીડિયો બનાવ્યો હતો, જે હવે વાયરલ થઈ રહ્યો છે.

પતિ પોતાની પત્ની પર શંકા કરી રહ્યો હતો
જાણવા મળી રહ્યું છે કે પતિ પોતાની પત્ની પર શંકા કરી રહ્યો હતો. અને આ જ શંકાને કારણે તેણે પોતાની પત્નીનું ગળું દબાવીને મોતને ઘાટ ઉતારી છે. પોતાની જ પત્નીની નિર્દયતાથી હત્યા કરતા પતિ જરા પણ અચકાયો નહતો. જ્યારે પોતાના જ હાથે ગળું દબાવીને તેની પત્નીનું મોત થયું છે તે બાબતે તેને વિશ્વાસ ન થતાં તેણે પત્નીનું મોંઢું ઓશીકા વડે દબાવી દીધું હતુ, જેથી તે ગુગળાઈને મૃત્યુ પામે.

પતિ પોતાની પત્ની પર શંકા કરી રહ્યો હતો.
પતિ પોતાની પત્ની પર શંકા કરી રહ્યો હતો.

4 દિવસ પહેલા જ મહિલાએ પુત્રને જન્મ આપ્યો હતો
મહિલાઓ ચાર દિવસ પહેલા જ પુત્રને જન્મ આપ્યો હતો. મહિલાની હત્યાની ઘટના બાબતે હોસ્પિટલ તંત્રએ પોલીસને જાણ કરી હતી. સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ થોડા સમય પહેલા જ દંપતિના પ્રેમ લગ્ન થયા હતા. બંને પહેલેથી જ એક પુત્રમા માતા-પિતા પણ છે. આરોપીને કસ્ટડીમાં લેવામાં આવ્યો છે.

મહિલાની હત્યાની ઘટના બાબતે હોસ્પિટલ તંત્રએ પોલીસને જાણ કરી હતી.
મહિલાની હત્યાની ઘટના બાબતે હોસ્પિટલ તંત્રએ પોલીસને જાણ કરી હતી.
અન્ય સમાચારો પણ છે...