તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Husband Has No Hair On His Head, Does Not Take Selfies, Wants A Divorce, Strange Cases For Divorce With The Police

મોડર્ન વૈવાહિક સમસ્યાઓ:પતિના માથા પર વાળ નથી, સેલ્ફી નથી લેતા.... છૂટાછેડા જોઈએ, પોલીસ સમક્ષ પહોંચી રહ્યાં છે આવા વિચિત્ર મામલાઓ

6 મહિનો પહેલા
  • કૉપી લિંક
પારિવારિક પરામર્શ કેન્દ્રમાં તમામ પ્રકારના દંપતીઓના ઝગડાઓને સાંભળીને તેનું યોગ્ય સમાધાન લાવવા માટે કાર્ય કરાય છે. - Divya Bhaskar
પારિવારિક પરામર્શ કેન્દ્રમાં તમામ પ્રકારના દંપતીઓના ઝગડાઓને સાંભળીને તેનું યોગ્ય સમાધાન લાવવા માટે કાર્ય કરાય છે.
  • ઉત્તર પ્રદેશના મેરઠ ખાતે પતિ-પત્નીના વૈવાહિક જીવનને લગતા અણબનાવોને દૂર કરવા પારિવારિક પરામર્શ કેન્દ્ર ચાલે છે.
  • કેન્દ્રમાં પતિ-પત્નીની વાતને સાંભળીને સમસ્યાનું સમાધાન કરાય છે.

ઉત્તર પ્રદેશના મેરઠમાં પોલીસ દ્વારા પારિવારિક પરામર્શ કેન્દ્ર ચલાવવામાં આવે છે. જેમાં તેઓ પતિ-પત્નીના વૈવાહિક જીવનને લગતા નાના-મોટા અણબનાવોને દૂર કરતા હોય છે. અહીંયા દરરોજ એક-એકથી ચઢીયાતા પારિવારિક પ્રશ્નોને લઈને દંપતીઓ આવતા હોય છે. આ કેન્દ્રમાં કાર્ય કરતા અધિકારીઓ પતિ-પત્નીનું કાઉન્સેલિંગ કરીને તેમના વચ્ચે રહેલા નાના-મોટા મતભેદોને દૂર કરે છે. પરિવાર પરામર્શ કેન્દ્રએ અત્યારસુધી આશરે 2500થી 3000 પારિવારિક ઝઘડાઓને ઉકેલ્યા છે.

આ કેન્દ્રના ઇન્ચાર્જ અને SI મોનિકા જિંદાલે જણાવ્યું કે, સૌથી પહેલા તેઓ પતિ અને પત્નીની વાતોને ધ્યાનથી સાંભળે છે. ત્યારપછી તેમની સમસ્યાને સમજીને અધિકારીઓ દંપતીને આગળ-પાછળના વિવિધ પાસાઓને તબક્કાવાર સમજાવે છે. આ તમામ વસ્તુઓ અને કાઉન્સેલિંગ દંપતીને વિશ્વાસમાં લઈને સમજદારી પૂર્વક કરવામાં આવે છે. જો કે, મોટાભાગના કેસોમાં અધિકારીઓ પતિ-પત્નીની ઓળખ બહાર આવવા દેતા નથી. દંપતીના પરિવારની ખાનગી વાતો પણ તેમા ઉલ્લેખવામાં આવી હોય છે, તો તેવા સંવેદનશીલ કેસોને કોઈ અન્ય વ્યક્તિ સમક્ષ રજૂ કરાતા નથી. પરંતુ કેટલાક એવા કેસો પણ હોય છે, જેના કારણોને લોકો સમક્ષ પ્રસ્તુત કરી શકાય છે.

મોનિકા જિંદાલ છેલ્લા 2 વર્ષથી મેરઠના પરિવારિક પરામર્શ કેન્દ્રમાં ઈન્ચાર્જ તરીકે કાર્ય કરી રહ્યા છે. તેમણે કહ્યું હતું કે, કોઈપણ દંપતી હોય તેને પોતાની વાતને વિચારીને સારી રીતે પ્રસ્તુત કરવા માટે કેટલોક સમય જોઈતો હોય છે, જે તેઓ પતિ-પત્નીને ફાળવતા હોય છે. તેવામાં ઘણીવાર પાયાવિહોણા અથવા તો વિચિત્ર કારણોને લઈને દંપતીઓ આ કેન્દ્રમાં આવતા હોય છે. ચલો જાણીએ આવા કેટલાક રસપ્રદ કિસ્સાઓ.

પ્રતિકાત્મક તસવીર
પ્રતિકાત્મક તસવીર

1. પતિના લાંબા વાળ હતા, જે અત્યારે નથી રહ્યા; મારે હવે છૂટાછેડા જોઈએ છીએ
આ કેસ મેરઠના પરામર્શ કેન્દ્રમાં થોડાક સમય પહેલા આવ્યો હતો. જેમાં પતિના કાળા ભરાવદાર વાળથી પ્રભાવિત થઈને પત્નીએ તેમના સાથે લગ્ન કર્યા હતા. પરંતુ લગ્નના એક વર્ષ પછી પતિના વાળ ખરવા લાગ્યા અને છેવટે તેને ટાલ પડી ગઈ હતી. જે વાળના જથ્થાથી પ્રભાવિત થઈને કન્યાએ લગ્ન કર્યા હતા તે ખરી જતા તેમની પત્ની સીધી પરામર્શ કેન્દ્રમાં પહોંચી ગઈ હતી અને છૂટાછેડાની અરજી દાખલ કરી દીધી હતી. જેમાં તેણે જણાવ્યું હતું કે તેના લગ્ન થયા એ સમયે પતિના માથા પર કાળા ઘટાદાર વાળ હતા, જેના કારણે જ તે પ્રભાવિત થઈ ગઈ હતી અને લગ્નના બંધનમાં બંધાઈ હતી.

પત્નીના જણાવ્યા અનુસાર લગ્ન પછીના કેટલાક સમય સુધી બધુ બરોબર ચાલતું રહ્યું. પરંતુ ધીરે-ધીરે પતિના વાળ ખરવા લાગ્યા અને થોડાક સમયમાં તેને ટાલ પડી ગઈ હતી. પોતાના પતિના બધા માથાના વાળ સાફ થઈ જતા તેણે છૂટાછેડા માટે અરજી આપી હતી. પરિવાર પરામર્શ કેન્દ્રમાં આ કેસ આવતા ત્યાંના અધિકારીઓએ બંન્નેનું સારી રીતે કાઉન્સેલિંગ કર્યું હતું. જેના પરિણામે દંપતી વચ્ચે ઊભા થયેલા પ્રશ્નનું નિરાકરણ આવી ગયું અને બન્નેમાં સમાધાન પણ થઈ ગયું હતું. સમાધાન કર્યાપછી પતિ-પત્નીએ જણાવ્યું હતું કે તેમના વચ્ચે હવે આ વાતને લઈને કોઈપણ પ્રકારનો મતભેદ રહેતો નથી અને હવે તેઓ આ મુદ્દે આગળ ચર્ચા કરવા ઇચ્છતા નથી.

પ્રતિકાત્મક તસવીર
પ્રતિકાત્મક તસવીર

2. પતિ મારી સાથે સેલ્ફિ નથી લેતો, મારે છૂટાછેડા જોઈએ છે
પરિવાર પરામર્શ કેન્દ્રમાં આવે જ એક અલગ કિસ્સો સામે આવ્યો હતો. જેમાં પત્નિએ ફરિયાદ કરી હતી કે, તેનો પતિ તેમના સાથે સેલ્ફી પડાવવા માટે રાજી થતો નથી. આ કારણથી તે પતિથી ઘણી નારાજ છે અને તેને છૂટાછેડા જોઈએ છે. તો બીજી બાજૂ પતિએ આ વાતને નકારી દીધી હતી અને પોતાની પત્ની સાથે પડાવેલી કેટલીક સેલ્ફીઓ પરામર્શ કેન્દ્રના મોનિકા જિંદાલને બતાવી હતી. આ કેસમાં પણ અધિકારીઓએ દંપતીની વાક ધ્યાનથી સાંભળી હતી અને ત્યાર પછી યોગ્ય કાઉન્સેલિંગ કરીને બન્ને વચ્ચે સમાધાન કરાવ્યું હતું. ત્યારપછી બન્ને પતિ-પત્ની જૂની વાતોને ભૂલીને એકબીજા સાથે રહેવા લાગ્યા હતા.

3. પતિ પહેલા મારી દરેક વાત સાંભળતો હતો, લગ્ન થયા પછી નથી સાંભળતો; મારે છૂટાછેડા જોઈએ છે.
મેરઠના પરામર્શ કેન્દ્રમાં આવેલા આ કેસમાં પતિ-પત્નીએ પ્રેમલગ્ન કર્યા હતા. તેમને લગ્નપછી એક નાની દીકરી પણ છે. પત્નીએ કહ્યું હતું કે લગ્ન થયા તે પહેલા પતિ તેની દરેક વાતોને સાંભળતો હતો અને માનતો પણ હતો. પરંતું લગ્ન થયા પછી તે સાવ બદલાઈ ગયો છે, કશું માનતો નથી અને જેના કારણે તેમના વચ્ચે મોટાભાગે ઝગડાઓ થતા રહેતા હોય છે. ત્યારપછી અધિકારીઓએ બંન્ને દંપતીઓને શાંતીથી સમજાવ્યા અને તમામ મતભેદોનું નિવારણ કરીને ઝગડાનો અંત લાવ્યા હતા. અત્યારે બન્ને પતિ-પત્ની ખુશીથી જીવન વિતાવી રહ્યા છે.