• Gujarati News
  • National
  • Husband Harassment Cases Increase 6 Times In Pune In Last 15 Months, Wives Accused Of Molestation And Mental Harassment

લોકડાઉનમાં આઘાતજનક ખુલાસો:પુણેમાં છેલ્લા 15 મહિનામાં પતિઓને થયેલી પજવણીના કેસમાં 6 ગણો વધારો, પત્નીઓ પર મારઝૂડ અને માનસિક ત્રાસના આરોપ લાગ્યા

4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • લોકડાઉનમાં 24 કલાક ઘરના રૂમમાં બંધ રહેવાને લીધે લોકોમાં માનસિક તણાવનું પ્રમાણ વધી રહ્યું છે અને પતિ-પત્ની નાની-નાની બાબતોમાં ઝઘડા કરે છે

મહારાષ્ટ્રમાં કોરોનાને પગલે છેલ્લા દોઢ વર્ષથી મોટાભાગના લોકો વર્ક ફ્રોમ હોમ કરી રહ્યા છે. આ સમયગાળા દરમિયાન સામે આવ્યું છે કે ઘર પર 24 કલાક સાથે રહેતી વખતે પતિ-પત્ની વચ્ચે ઝઘડાનું પ્રમાણ વધી રહ્યું છે. આ સ્થિતિમાં પતિ સૌથી વધારે પ્રતાડિત થયા હોવાની ચોકાવનારી માહિતી મળી છે. પુણે પોલિસના ટ્રસ્ટ સેલ (વિશ્વાસ સેલ)એ દાવો કર્યો છે કે લોકડાઉન દરમિયાન ઘરે રહેલા પતિ લોકડાઉન અગાઉની તુલનામાં પતિઓ વધારે પ્રતાડિત થયા છે.

લોકડાઉનમાં પતિ હિંસાનો ભોગ બન્યાના કેસ 6 ગણા વધ્યા
ટ્રસ્ટ સેલના વડા સુજાતા શાનમે જણાવ્યું કે લોકડાઉન અગાઉના એક વર્ષ દરમિયાન 1283 લોકો પુણે પોલીસના ટ્રસ્ટ સેલમાં પારિવારીક ઝઘડાની ફરિયાદ નોંધાવી હતી. તેમા પત્નીઓની સંખ્યા 791 હતી, જ્યારે પતિની સંખ્યા 252 હતી.પણ લોકડાઉન દરમિયાન એટલે કે છેલ્લા 15 મહિનામાં આ આંકડો વધીને 3,075 સુધી પહોંચી ગયો છે. આ પૈકી પતિઓ સામે ફરિયાદ નોંધાવનાર મહિલાઓની સંખ્યા 1540 છે, જ્યારે પુરુષોની સંખ્યા 1535 છે. એટલે કે ફરિયાદ કરનારા પુરુષોની સંખ્યા લોકડાઉન અગાઉના એક વર્ષની તુલનામાં 6 ગણા વધી ગયા છે.

સુજાતાના જણાવ્યા પ્રમાણે છેલ્લા દોઢ વર્ષ દરમિયાન ઘરેલુ હિંસાના 3 હજારથી વધારે કેસ નોંધાયા છે. આ પૈકી મોટાભાગના કેસ મારઝુડ, શારીરિક અને માનસિક ત્રાસને લગતા છે. કેટલાક કેસોમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે તેમની પત્નીઓ ઝઘડા કરી તેમના બાળકો સાથે પિયર જતી રહી છે અને હવે તે પરત ફરી રહી નથી.

ઘરમાં રહેવાને લીધે લોકોમાં વધ્યા માનસિક તણાવ
સુજાતાએ જણાવ્યું કે 24 કલાક ઘરમાં રૂમમાં બંધ રહેવાને લીધે લોકોમાં માનસિક તણાવનું પ્રમાણ વધી રહ્યું છે. પતિ-પત્ની નાની-નાની બાબતોમાં ઝઘડા કરી રહ્યા છે. અમે આ પ્રકારના લોકોને અમારે ત્યાં બોલાવીને અથવા ઓનલાઈન માધ્યમથી તેમનું કાઉન્સિલિંગ કરી સમજાવવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ.