તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
મધ્યપ્રદેશમાં બનેલી દુર્ઘટનાએ દરેક પરિવારને ક્યારેય ન રુઝાય એવા ઘા આપ્યા છે. આ દુર્ઘટનામાં અત્યારસુધીમાં 51 લોકો મોતને ભેટી ચૂક્યા છે, જેમાં એક પતિ-પત્નીનાં મોતના પણ સમાચાર છે. અજય પનિકા(25)તેની પત્નીને ANMની પરીક્ષા અપાવવા માટે સીધીથી સતના લઈ જઈ રહ્યો હતો.
8 મહિના પહેલાં લગ્ન થયાં હતાં
સીધી જિલ્લાના શમી તાલુકામાં રહેતાં 25 વર્ષના અજય અને 23 વર્ષીય તપસ્યાના 8 જૂન,2020ના રોજ લગ્ન થયા હતા. ઘટનાની જાણ થતાં જ પરિવારમાં શોકનાં વાદળો છવાઈ ગયાં. પરિવારજનો ઘટનાસ્થળે પહોંચ્યાં તો તપસ્યાનો મૃતદેહ મંગળવારે 3 વાગ્યે મળ્યો અને અજયનો મૃતદેહ 5 વાગ્યે મળ્યો. પોસ્ટમાર્ટમ પછી બન્ને મૃતદેહને એમ્બ્યુલન્સમાં 10 વાગ્યે દેવરી પહોંચાડી દેવાયા.
પિતા અંતિમસંસ્કારમાં ન આવી શક્યા
આ દુર્ઘટનાથી આખું ગામ દુઃખી છે. અજયના પિતા ગુજરાતમાં હોવાથી પુત્ર અને પુત્રવધૂના અંતિમસંસ્કારમાં ન આવી શક્યા. તેમના આવતાં 3 દિવસ લાગતાં અને પોસ્ટમોર્ટમ કરેલા મૃતદેહને આટલો સમય ન રાખી શકાય.
દીકરીના પિતાનું દુઃખ- સપનું અધૂરું રહી ગયું
દીકરીના મોતથી દુઃખી તપસ્યાના પિતાએ કહ્યું, અમે 8 મહિના પહેલાં જ દીકરીના લગ્ન કરાવ્યા હતા. અમે અમારી દીકરીને ભણાવીગણાવીને કંઈક બનાવવા માગતા હતા, પણ હવે એ સપનું તૂટી ગયું છે. અમારા બધા અરમાન અધૂરા રહી ગયા.
અજય તેની પત્ની તપસ્યાને ભણાવીગણાવીને કંઈક બનાવવા માગતો હતો અને એટલા માટે જ તેને પરીક્ષા અપાવવા માટે સતના લઈને જઈ રહ્યો હતો, પરંતુ આ ભયાનક દુર્ઘટનાએ બન્નેનાં સપનાં પર પૂર્ણવિરામ લગાવી દીધું છે. અજય અને તપસ્યાના અંતિમસંસ્કાર એકસાથે બુધવારે કરવામાં આવ્યા અને વિધિસર મુખાગ્નિ આપવામાં આવી.
પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.