• Home
  • National
  • Husband and son did not eat for several days to avoid starvation, fearing begging

દેશની રાજધાનીની કહાની / પતિ અને દિકરો ભૂખ્યા ન રહે તે માટે કેટલાક દિવસો સુધી ખાધુ નહીં, ડર હતો કે ભીખ માંગવાની સ્થિતિ ન સર્જાય

Husband and son did not eat for several days to avoid starvation, fearing begging
X
Husband and son did not eat for several days to avoid starvation, fearing begging

  • પહેલા લોકડાઉનને લીધે પતિની નોકરી ગઈ, ફરી વખત મળી તો વેતન અડધુ થઈ ગયુ
  • વિશ્વ બેન્કના અહેવાલ પ્રમાણે ભારતમાં લોકડાઉનને લીધે 4 કરોડ પ્રવાસી શ્રમિકોને અસર

અંકિતા મુખોપાધ્યાય

Jun 29, 2020, 07:09 PM IST

આ કહાની છે પ્રિયંકા કુમારીની. પ્રિયંકા  એક સારા આવતીકાલની આશા સાથે બિહારથી ગુરુગ્રામ આવી હતી. પણ કોરોના તથા લોકડાઉનને તેની તમામ આશા પર પાણી ફેરવી દીધું. પહેલા લોકડાઉનને લીધે પતિની નોકરી જતી રહી. ફરી વખત મળી તો પગાર અડધો થઈ ગયો. પ્રિયંકા અહીં એક ઝૂંપડામાં મુશ્કેલીભર્યા દિવસો વિતાવી રહી છે. તે પોતાની વસ્તીની આજુબાજુ કચરાને લીધે આરોગ્યને લઈ ખૂબ જ ચિંતિત છે. જોકે, પ્રિયંકા કોરોના વાઈરસ અંગે વિશેષ જાણકારી ધરાવતી નથી.

જાણકારી ઓછી હોવા છતા સાવચેત
પ્રિયંકા કહે છે કે તે ઝૂંપડપટ્ટી છોડવા માંગે છે અને જો આ મહામારી ફેલાઈ ન હોત તો તેનો પરિવાર એક મોટા ઘરમાં જતો રહ્યો હોત. હું ઘરમાં લોકોને આવતા પહેલા હાથ સેનિટાઈઝ કરવા કહું છું. ત્યાં સુધી કે આરોગ્યની બાબતને ધ્યાનમાં રાખી મારા બાળકોને અન્ય બાળકો સાથે રમવા પણ દેતી નથી.

બિહાર જાઓ, અહીં તમારા માટે કંઈ નથી
પ્રિયંકાને રાશન માટે રજિસ્ટર કરાવવા માટે જ્યારે લોકલ હેલ્પલાઈન નંબર પર ફોન કર્યો તો સામેથી અવાજ આવ્યો ''જાઓ બિહારમાં ખાવાનું લો, અહીં તમારા માટે કંઈ જ નથી. જોકે પ્રિયંકા આ વાતથી બિલકુલ અજુગતુ લાગ્યુ ન હતું. આ લોકો હંમેશા એમ જ કરે છે.
પ્રિયંકા કહે છે કે તેને એ વાતથી ડર હતો કે તેને ક્યાંય ભીખ માંગીને ખાવુ ન પડે. રાશન મેળવવાનો તેનો પ્રયત્ન નિષ્ફળ ગયો. હું અનેક દિવસો સુધી ખાધા વગર રહી, કારણ કે આજકાલ મને ખાવાની ઈચ્છા જ નથી થતી. હું ઈચ્છું છું કે કોરોના જતો રહે. મારી પાસે મર્યાદિત પ્રમાણમાં ભોજનની વ્યવસ્થા છે. હું ઈચ્છતી નથી કે મારા પતિ અને બાળકો ભૂખ્યા રહે.

પ્રિયંકાનો પતિ કમલેશ આર્થિક સ્થિતિને લઈ આશાવાદી છે. તેને લાગે છે કે સમય સાથે બધુ સારું થઈ જશે

બેરોજગારી, અડધો પગાર, મકાન માલિકનો ડર
પ્રિયંકાનો પતિ કમલેશ શોરૂમમાં કામ કરે છે. માર્ચ મહિનામાં લોકડાઉનને લીધે તેની નોકરી જતી રહી હતી, પણ મે મહિનામાં ફરી વખત કામ પર જવાની શરૂઆત કરી. જોકે તેનો પગાર 14 હજારથી ઓછો થઈ ફક્ત રૂપિયા 7 હજાર થઈ ગયો છે અને જૂન મહિનામાં પણ વેતન મળ્યું નથી.
કમલેશ કહે છે કે મહામારીના સૌથી ખરાબ દિવસોમાં તેને બે ટંક ભોજન માટે ઉધાર પૈસા લેવા પડ્યા હતા. જોકે તે તેના મકાન માલિકની પ્રશંસા કરતા કહે છે કે તેમણે મકાન ભાડા માટે તેમને બિલકુલ પરેશાન કર્યાં નથી. કમલેશે એક ઘરમાં ભોજન બનાવવા માટેનું પણ કામ કર્યું હતું. પણ પૈસા મળ્યા ન હતા.
દિકરો શિક્ષણ વગર ન રહે તે માટે ગામ પરત જવા ઈચ્છતો નથી 
પ્રિયંકા કહે છે કે હકીકતમાં હું ગામ પરત જવા ઈચ્છતી નથી. મે મારા ગામમાં શિક્ષણ પૂરું કર્યું નથી. કારણ કે મારા ગામમાં શાળાની સ્થિતિ સારી ન હતી. ત્યાં શિક્ષણને ઉત્તેજન આપવામાં આવતુ ન હતું. મારા માતાપિતાએ મારી લગ્ન નાની ઉંમરમાં કરી દીધા. હવે હું મારા દિકરાને અશિક્ષિત રહેવા દેવા ઈચ્છતી નથી.

ટીવી કનેક્શન માટે પૈસા નથી
19 વર્ષની પ્રિયંકા કહે છે કે લોકો માસ્ક પહેરે છે માટે હું માસ્ક પહેરુ છું. મને જાણવા મળ્યું છે કે ચીન અને ત્યાની એક વ્યક્તિએ ચામાચિડીયુ ખઈ લીધુ હતું. આ અંગે શરૂઆતમાં ટીવી મારફતે જાણકારી મળી હતી, પણ હવે પૈસા ન હોવાથી કનેક્શન નથી. મારી પાસે સ્માર્ટફોન પણ નથી.

સરકાર પાસેથી કોઈ મદદ મળી નથી 
સરકારના દાવા પ્રમાણે જરૂરિયાતમંદો માટે શેલ્ટર કેમ્પ, ફ્રી રાશન અને પૈસાની મદદ કરવામાં આવી રહી છે. પણ જમીની હકીકત કંઈક અલગ જ છે. જ્યારથી લોકડાઉનની શરૂઆત થઈ છે, પ્રિયંકા અને પરિવારને ભોજન માટે પણ સંઘર્ષ કરવો પડી રહ્યો છે. બિહારનું રાશન કાર્ડ હોવાને લીધે તેમને લોકલ દુકાનોથી પરત મોકલવામાં આવે છે.
સ્થાનિક પોલીસના જણાવ્યા પ્રમાણે એક જ પરિવારના લોકો ફ્રી સર્વિસનો લાભ લીધો હતો, માટે કમ્યુનિટી સેન્ટે ખાદ્ય ચીજવસ્તુનું વિતરણ બંધ કર્યું છે. 

લોકડાઉનથી પ્રવાસી શ્રમિકોને સૌથી વધારે અસર 
ભારતમાં માર્ચ મહિનામાં લોકડાઉનની જાહેરાત કરવામાં આવી હતી. આ સંજોગોમાં સૌથી વધારે પ્રભાવિત પ્રવાસી શ્રમિકો હતા. વિશ્વ બેન્કના અહેવાલ પ્રમાણે ભારતમાં લોકડાઉને 4 કરોડ શ્રમિકોના જીવનને અસર કરી છે.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી