વાવાઝોડું અસાની LIVE:આંધ્ર પ્રદેશ સરકારે માછીમારોને સમુદ્રમાં નહીં જવા ચેતવણી આપી; વિશાખાપટ્ટનમ અને કાકીનાડામાં રેડ એલર્ટ

વિશાખાપટ્ટનમ/ભુવનેશ્વર/કોલકાતા11 દિવસ પહેલા
  • પશ્ચિમ બંગાળ, ઓડિશા અને આંધ્રપ્રદેશમાં NDRFની કુલ 50 ટીમો મોકલવામાં આવી

વાવાઝોડું અસાનીએ 24 કલાકમાં પોતાનો માર્ગ બદલી નાખ્યો છે. મંગળવાર સુધીમાં ઓડિશા અને બંગાળની ખાડી તરફ આગળ વધવાની આશંકા વચ્ચે વાવાઝોડું આંધ્ર પ્રદેશ તરફ આગળ વધી રહ્યું છે.આંધ્ર પ્રદેશના કૃષ્ણા જિલ્લાના કલેક્ટર રંજીત ભાષાએ બુધવારે લોકોને ચેતવણી આપી છે કે તેઓ સમુદ્ર તરફ ન જાય.

હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે વાવાઝોડું ગમે ત્યારે વિશાખાપટ્ટનમ અને કાકીનાડા વચ્ચેના તટીય વિસ્તારોને ટકરાઈ શકે છે. આ સ્થિતિમાં ભારેથી અતી ભારે વરસાદ થવાની શક્યતા છે. પવન 80 કિમી પ્રતિ કલાકની ઝડપથી ફૂંકાઈ શકે છે. નીચાણવાળા વિસ્તારોમાં રહેલા લોકોને એલર્ટ મોકલવામાં આવ્યું છે. આંધ્ર સરકારે 7 જિલ્લામાં રાહત કેમ્પ ખોલ્યા છે.

ફ્લાઈટ રદ્દ કરવામાં આવી
અસાનીને ધ્યાનમાં રાખીને, બુધવારે વિશાખાપટ્ટનમમાં ઇન્ડિગોની તમામ ફ્લાઇટ્સ (22 આગમન અને 22 પ્રસ્થાન) રદ કરવામાં આવી છે. જ્યારે એરએશિયા બેંગ્લોર અને દિલ્હીથી વિશાખાપટ્ટનમની એક-એક ફ્લાઇટ રદ કરવામાં આવી છે. આ દરમિયાન, આંધ્રપ્રદેશના સીએમ જગન મોહન રેડ્ડીએ દરિયાકાંઠાના જિલ્લાઓના જિલ્લા અધિકારીઓની સાથે વિડિયો કોન્ફરન્સ કરીને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. કોઈપણ ઈમરજન્સી સમયે તેમને હાઈ એલર્ટ પર રહેવા માટે કહેવામાં આવ્યું છે.

IMDના વૈજ્ઞાનિક, સંજીવ દ્વિવેદીએ જણાવ્યું હતું કે વાવાઝોડું બુધવારે સવાર સુધીમાં કાકીનાડા અને વિશાખાપટ્ટનમ વચ્ચે આંધ્રપ્રદેશના દરિયાકાંઠે ત્રાટકી શકે છે. તે પછી પશ્ચિમ-મધ્ય બંગાળની ખાડી સુધી પહોંચી શકે છે.

જેના કારણે આંધ્રપ્રદેશમાં રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. તોફાનની અસર બિહાર, ઝારખંડ, છત્તીસગઢમાં પણ રહેશે. અહીં 11 થી 13 મે સુધી વરસાદ પડશે, સાથે જ ભારે પવન પણ ફૂંકાશે.

અસાની સંબંધિત અપડેટ્સ…

  • આંધ્ર સરકારે વાવાઝોડાથી પ્રભાવિત 7 જિલ્લાઓમાં 454 રાહત શિબિરો ખોલ્યા છે.
  • હવામાન વિભાગે આગામી 48 કલાકમાં તમિલનાડુના ઘણા ભાગોમાં ગાજવીજ અને વરસાદની આગાહી કરી છે.
  • આંધ્રના દરિયાકાંઠાના ગુંટુર અને કૃષ્ણા જિલ્લાઓમાં રેટ એલર્ટ જારી કરવામાં આવ્યું છે.
  • શ્રીકાકુલમ, વિજિયાનગરમ અને ગોદાવરી જિલ્લામાં યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે.
  • રેડ એલર્ટ બાદ રાજ્યમાં બુધવારે યોજાનારી ઇન્ટરમીડિયેટ પરીક્ષાઓ મોકૂફ રાખવામાં આવી છે.

પવન 100 કિમી પ્રતિ કલાકની ઝડપે ફુંકાશે
અસાની વાવાઝોડામાં ભારે વરસાદ સાથે 100 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. આવી સ્થિતિમાં, અહીં નુકસાન થવાની સંભાવના છે. આ જોતા સ્થાનિક વહીવટીતંત્ર વાવાઝોડા સંબંધિત આફતોથી બચવા માટે એલર્ટ આપવામાં આવ્યું છે.

આંધ્રપ્રદેશના કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદ
IMD અનુસાર, આંધ્ર પ્રદેશના શ્રીકાકુલમ, વિજિયાનગરમ, વિશાખાપટ્ટનમ, પૂર્વ ગોદાવરી, કૃષ્ણા, ગુંટુર અને પશ્ચિમ ગોદાવરી જિલ્લામાં બુધવારે સવારે 8.30 વાગ્યા સુધી 40-50 કિમી પ્રતિ કલાકની ઝડપે 60 કિમી પ્રતિ કલાકનૂ ઝડપે પવન સાથે ભારે વરસાદ પડવાની શક્યતાઓ છે.

વિશાખાપટ્ટનમ અને ચેન્નઈએ 33 ફ્લાઈટ રદ કરી છે
મંગળવારે ખરાબ હવામાનને કારણે આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમ એરપોર્ટ પરથી 23 ફ્લાઈટ્સ રદ કરવામાં આવી હતી. જ્યારે, ચેન્નાઈ એરપોર્ટે પણ10 ફ્લાઈટ રદ કરી છે. જેમાં હૈદરાબાદ, વિશાખાપટ્ટનમ, જયપુર અને મુંબઈની ફ્લાઈટ્સનો સમાવેશ થાય છે.

ઓડિશામાં મોટી દુર્ઘટના ટળી
ઓડિશાના ગંજમ જિલ્લાના છતરપુર પાસે મંગળવારે દરિયામાં પાંચ માછીમારી બોટ પલટી ગઈ હતી. આ અકસ્માતોમાં તમામ 65 માછીમારો તરીને કિનારે પહોંચ્યા હતા. એક અધિકારીએ જણાવ્યું હતુ કે આ ઘટના ત્યારે બની જ્યારે પાંચ માછીમારોને લઈ જતી એક બોટ પલટી ગઈ હતી અને અન્ય ચાર બોટને ટક્કર મારી, જેમાં કુલ 60લોકો સવાર હતા. અકસ્માતમાં તમામ બોટ ડૂબી ગઈ હતી.

આગામી 24 કલાક દરમિયાન હવામાનની સ્થિતિ

  • સ્કાયમેટ અનુસાર, આગામી 24 કલાક દરમિયાન દરિયાકાંઠાના આંધ્ર પ્રદેશમાં એક કે બે સ્થળોએ મધ્યમથી ભારે વરસાદની સાથે ભારે વરસાદની શક્યતા છે. ગંગા પશ્ચિમ બંગાળ, દરિયાકાંઠાના ઓડિશા, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા અને દક્ષિણ કર્ણાટક અને કેરળમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે.
  • તમિલનાડુ, પશ્ચિમ બંગાળ, ઉત્તરપૂર્વ ભારતના બાકીના ભાગો, બિહાર અને ઝારખંડના પૂર્વ ભાગો અને પશ્ચિમ હિમાલયના અલગ ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. કર્ણાટક, તેલંગાણા, ઓડિશા, છત્તીસગઢ અને ઉત્તર પ્રદેશની તળેટીમાં હળવો વરસાદ પડી શકે છે.
  • આંધ્રપ્રદેશ, દરિયાકાંઠાના ઓડિશા અને ગંગાના પશ્ચિમ બંગાળમાં મધ્યમથી ભારે પવન ફુંકાવાની સંભાવના છે. પવનની ઝડપ 50 થી 60 કિમી પ્રતિ કલાકથી 70 કિમી પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે. દરિયાની સ્થિતિ ખરીબ બની રહેશે અને દરિયામાં ઊંચા મોજા ઉછળશે. દક્ષિણ હરિયાણા, રાજસ્થાનના ભાગો, ગુજરાતના અલગ-અલગ ભાગો, મધ્યપ્રદેશમાં હીટસ્ટ્રોકની સંભાવના છે.
ચક્રવાતને કારણે કોલકાતામાં ભારે વરસાદ થયો હતો. આજે અને આવતીકાલે પણ અહીં વરસાદની શક્યતા છે.
ચક્રવાતને કારણે કોલકાતામાં ભારે વરસાદ થયો હતો. આજે અને આવતીકાલે પણ અહીં વરસાદની શક્યતા છે.

છેલ્લા 24 કલાક દરમિયાન દેશભરમાં હવામાનની હલચલ

  • છેલ્લા 24 કલાક દરમિયાન, કેરળ અને ગંગાના પશ્ચિમ બંગાળમાં છૂટાછવાયા સાથે હળવાથી મધ્યમ વરસાદ પડ્યો હતો. તમિલનાડુની રાયલસીમા, કર્ણાટક, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરાના ભાગોમાં છૂટાછવાયા ભારે વરસાદ સાથે હળવોથી મધ્યમ વરસાદ પડ્યો છે.
  • આસામ, અરુણાચલ પ્રદેશ, મેઘાલય, પશ્ચિમ બંગાળ, જમ્મુ કાશ્મીરવા કેટલાક ભાગો, આંધ્રપ્રદેશ અને અંદમાન નિકોબારમાં હળવાથી ભારે વરસાદ પડ્યો હતો.
  • પશ્ચિમ હિમાલય, દરિયાકાંઠાના ઓડિશાના ભાગો અને બિહારના અલગ ભાગોમાં હળવો વરસાદ થયો. રાજસ્થાનના ભાગો અને ગુજરાત, મધ્યપ્રદેશ અને વિદર્ભના અલગ-અલગ ભાગોમાં ગરમીનું મોજુ પ્રવર્તી રહ્યું છે.
NDRF અને SDRFએ દરિયાઈ વિસ્તારોમાં મોરચો સંભાળી લીધો છે. લોકોને દરિયાથી દૂર રહેવાની સતત ચેતવણી આપવામાં આવી રહી છે.
NDRF અને SDRFએ દરિયાઈ વિસ્તારોમાં મોરચો સંભાળી લીધો છે. લોકોને દરિયાથી દૂર રહેવાની સતત ચેતવણી આપવામાં આવી રહી છે.

NDRFની 50 ટીમો તહેનાત, નેવી પણ એલર્ટ
અસાનીના કારણે પશ્ચિમ બંગાળ, ઓડિશા અને આંધ્રપ્રદેશ માટે NDRFની કુલ 50 ટીમો તહેનાત કરવામાં આવી છે. તેમાંથી 22 ટીમો મેદાન પર તહેનાત કરવામાં આવી છે, જ્યારે 28 ટીમોંને પરિસ્થિતિનો સામનો કરવા માટે રાજ્યોમાં એલર્ટ પર રાખવામાં આવી છે. આ સિવાય વિશાખાપટ્ટનમ હવાઈ સર્વેક્ષણ અને જરૂર પડ્યે અસરગ્રસ્ત વિસ્તારોના રાહત કામગીરી માટે ચેન્નઈ નજીક આઈએનએસ ડેગા અને આઈએનએસ રજાલીને નેવી સ્ટેશન પર એલર્ટ મોડ પર રાખવામાં આવ્યા છે.

માછીમારોને દરિયાથી દૂર રાખવા વહીવટીતંત્ર દરિયાકાંઠાના વિસ્તારોમાં પેટ્રોલિંગ કરી રહ્યું છે.
માછીમારોને દરિયાથી દૂર રાખવા વહીવટીતંત્ર દરિયાકાંઠાના વિસ્તારોમાં પેટ્રોલિંગ કરી રહ્યું છે.

વર્ષ 2022નું પ્રથમ વાવાઝોડું
અસાની આ વર્ષનું પ્રથમ ચક્રવાતી વાવાઝોડું છે. અગાઉ 2021માં 3 ચક્રવાતી વાવાઝોડા આવ્યા હતા. ચક્રવાત જાવદ ડિસેમ્બર 2021માં આવ્યું હતું. જ્યારે, સપ્ટેમ્બર 2021 માં ચક્રવાત ગુલાબે દસ્તક આપી હતી, જ્યારે મે 2021માં ચક્રવાત યાસે બંગાળ, બિહાર સહિત ઘણા રાજ્યોમાં તબાહી મચાવી હતી.

ભવિષ્યના વાવાઝોડાના નામ પહેલેથી જ નક્કી કરવામાં આવે છે
વાવાઝોડું અસાની એ શ્રીલંકાએ આપેલું નામ છે જેનો સિંહાલીમાં અર્થ 'ક્રોધ' થાય છે. અસાની પછી જે ચક્રવાત સર્જાશે તેને સિતારંગ કહેવામાં આવશે, જે થાઈલેન્ડ દ્વારા આપવામાં આવેલ નામ છે. જે નામો ભવિષ્યમાં ઉપયોગમાં લેવાશે તેમાં ભારતના ઘુરની, પ્રોબાહો, ઝાર અને મુરાસુ, બિપરજોય (બાંગ્લાદેશ), આસિફ (સાઉદી અરેબિયા), દીક્સમ (યમન) અને તુફાન (ઈરાન) અને શક્તિ (શ્રીલંકા) સામેલ છે.

અન્ય સમાચારો પણ છે...