• Gujarati News
  • National
  • Hurricane 'Jawad' Is Coming, It Will Hit Andhra And Odisha; NDRF 46 Teams In Tehenat, 107 Trains Canceled

કાલે પુરીમાં ટકરાશે 'જવાદ' વાવાઝોડું:ચક્રવાતનું જોર પ્રમાણમાં ધીમું પડ્યું, ઓડિશાના પુરીમાં મૂશળધાર અને બંગાળમાં હળવો વરસાદ વરસ્યો, પવનની ગતિ પણ મંદ રહેશે

ઓડિશા2 મહિનો પહેલા
  • NDRFની 46 ટીમ તહેનાત, 107 ટ્રેન રદ

ચક્રવાત 'જવાદ' દેશના પૂર્વ કિનારા તરફ ઝડપથી આગળ વધી રહ્યું છે. આ વાવાઝોડું હવે શનિવાર સાંજના બદલે રવિવારે સવારે ઓડિશાના પુરીના દરિયા કિનારે અથડાશે. જો કે, જવાદ પ્રમાણમાં નબળું પડ્યું છે અને તેની અસરના કારણે બંગાળમાં હળવો વરસાદ વરસ્યો છે જ્યારે ઓડિશાના પુરીમાં મૂશળધાર વરસાદ વરસ્યો છે. અલબત્ત, હવે ચક્રવાત પ્રમાણમાં નબળું પડતાં ઓડિશામાં જે દહેશત હતી, તેવું નુકસાન નહીં થાય.

આંધ્રપ્રદેશ અને ઓડિશામાં દરિયાકાંઠાના વિસ્તારોમાં ત્રાટકશે. સુરક્ષાના ભાગરૂપે આંધ્રપ્રદેશમાંથી 54 હજારથી વધુ લોકોનું સ્થળાંતર કરાયું છે. વાવાઝોડાની અસર દેશના વિવિધ ભાગોમાં જોવા મળશે, પરંતુ આંધ્રપ્રદેશ અને ઓડિશા આનાથી સૌથી વધુ પ્રભાવિત થશે. આમ, બંને રાજ્ય સરકારે આ અંગે ઘણી માર્ગદર્શિકા જાહેર કરી છે. વાવાઝોડા 'જવાદ'થી આંધ્રપ્રદેશ અને ઓડિશાની સાથે સાથે પશ્ચિમ બંગાળમાં પણ અસર થવાની સંભાવનાઓ છે.

આંધ્રપ્રદેશમાં ત્રણ જિલ્લામાંથી 54 હજારથી વધુ લોકોને સલામત સ્થળે ખસેડાયા
ચક્રવાત 'જવાદ' દેશના પૂર્વ કિનારા તરફ ઝડપથી આગળ વધી રહ્યું છે. આ વાવાઝોડું આંધ્રપ્રદેશ અને ઓડિશામાં દરિયાકાંઠાના વિસ્તારોમાં ત્રાટકશે. આ વાવાઝોડાની અસર દેશના વિવિધ ભાગોમાં જોવા મળશે, પરંતુ આંધ્રપ્રદેશ અને ઓડિશા આનાથી સૌથી વધુ પ્રભાવિત થશે. આંધ્રપ્રદેશમાં ત્રણ જિલ્લામાંથી 54,008થી વધુ લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. બચાવ ટીમે શ્રીકાકુલમ જિલ્લામાંથી 15,755 વિજયનગરમથી 1,700 અને વિશાખાપટ્ટનમથી 36,553 લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. આમ, બંને રાજ્ય સરકારે આ અંગે ઘણી માર્ગદર્શિકા જાહેર કરી છે.

ઓડિશાના પુરીમાં વાવાઝોડાને કારણે ભારે પવન સાથે સતત વરસાદ પડી રહ્યો છે
ઓડિશાના પુરીમાં વાવાઝોડાને કારણે ભારે પવન સાથે સતત વરસાદ પડી રહ્યો છે
ઓડિશાના ગજપતિ જિલ્લામાં તંત્રએ વાવાઝોડાથી બચવા માટેની બધી જ તૈયારીઓ કરી છે.
ઓડિશાના ગજપતિ જિલ્લામાં તંત્રએ વાવાઝોડાથી બચવા માટેની બધી જ તૈયારીઓ કરી છે.

197 રાહત શિબિર શરૂ કરાઈ
આ વાવાઝોડું 'જવાદ' આંધ્ર, ઓડિશમાં સૌથી વધુ કહેર મચાવી શકે છે. સરકારે શાળાઓ અને સરકારી હોલોમાં 197 રાહત શિબિર શરૂ કરી છે. વાવાઝોડાને ધ્યાનમાં લેતાં સરકારે પણ ગ્રામપંચાયતો અને જિલ્લા કલેક્ટરોને પણ દિવસ-રાત કામ કરવાના આદેશ આપ્યા છે. આ તરફ ઓડિશા સરકારે પણ 4 ડિસેમ્બરના રોજ શાળા-કોલેજોમાં રજા જાહેર કરી છે.

ઓડિશાના 14 જીલ્લામાં એલર્ટ
ઓડિશાના દરિયાકાંઠાના 14 જિલ્લાઓમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. રાજ્યના દક્ષિણ કિનારાના વિસ્તારો માટે 266 રેસ્ક્યૂ ટીમને સ્તેંદબાય રાખવામા આવી છે. તેમાં NDRF, સ્ટેટ ફાયર વિભાગ અને ઓડિશાની SDRF સામેલ છે. યાસ અને ગુલાબ બાદ આ ત્રીજું વાવાઝોડું છે જે ઓડિશા પહોંચી રહ્યું છે.

ઓડિશાના 19 જિલ્લાની સ્કૂલો બંધ કરાઈ
જવાદ વાવાઝોડાને પગલે ઓડિશા સરકારે 19 જિલ્લાની સ્કૂલોને બંધ રાખવા આદેશ કર્યો છે. આ જિલ્લાઓમાં ભારે વરસાદ પડવાની સંભાવનાને પગલે આ નિર્ણય લેવાયો છે. આ સમય દરમિયાન કોઈ સ્કૂલમાં પરીક્ષા હશે તો એ જિલ્લા વહીવટી તંત્રની સીધી દેખરેખ હેઠળ ખાસ તકેદારી સાથે લેવાશે.

UGC-NETની પરીક્ષા રદ્દ
ઓડિશા અને આંધ્રમાં જાહેર કરાયેલ રેડ એલર્ટને કારણે 5 ડિસેમ્બરના રોજ યોજનારી UGC-NETની પરીક્ષા રદ્દ કરવામાં આવી છે.

પશ્ચિમ બંગાળમાં પણ ભારે વરસાદની શક્યતા
પશ્ચિમ બંગાળમાં કિનારાના વિસ્તારોમાં ભારે વરસ્ડ પાડવાની પણ શક્યતાઓ છે. કોલકાતામાં 2, દક્ષિણ 24 પરગના, ઉત્તર 24 પરગના, પૂર્વ મિદનાપુર, હુગલી અને નાદિયા જિલ્લામાં રેસ્ક્યૂની એક-એક ટીમ તહેનાત કરવામાં આવી છે.

પુરીમાં માછીમારોને દરિયાના જવા પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે.
પુરીમાં માછીમારોને દરિયાના જવા પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે.
ભારે વરસાદ પાડવાની શક્યતાને કારણે લોકોને સલામત સ્થળે જવા માટે જણાવવામાં આવી રહ્યું છે.
ભારે વરસાદ પાડવાની શક્યતાને કારણે લોકોને સલામત સ્થળે જવા માટે જણાવવામાં આવી રહ્યું છે.
લોકોને સલામત સ્થળે પહોંચાડવા માટે SDRF રેસ્ક્યૂ બોટને તૈયાર કરી રહ્યું છે.
લોકોને સલામત સ્થળે પહોંચાડવા માટે SDRF રેસ્ક્યૂ બોટને તૈયાર કરી રહ્યું છે.

ચક્રવાત 'જવાદ'નો કહેર
દેશના પૂર્વ તટ પર ફરી ચક્રવાતી તોફાનનો ખતરો છે. આંધ્રપ્રદેશ અને ઓડિશામાં 'જવાદ' વાવાઝોડાનો કહેર જોવા મળી શકે છે. ચક્રવાત જાવાદ આંધ્રપ્રદેશ અને ઓડિશાના દરિયાકાંઠે તથા પશ્ચિમ મધ્ય બંગાળની ખાડી સુધી પહોંચવાની સંભાવના છે. આ પછી એ ઓડિશા અને આંધ્રપ્રદેશના દરિયાકાંઠે ઉત્તરપૂર્વ તરફ આગળ વધશે. જવાદ 5મી ડિસેમ્બરે બપોરે પુરીની આસપાસના દરિયાકાંઠાના વિસ્તારોમાં પહોંચશે.

NDRFની 46 ટીમને તહેનાત કરવામાં આવી
જણાવી દઈએ કે વાવાઝોડું 'જવાદ' અંગે દેશભરમાં અલર્ટ જાહેર કરાયું છે. આ વાવાઝોડાની ગતિ 100 કિમી પ્રતિ કલાકની ઝડપે પવાન ફૂંકાવાની શક્યતા છે. ભારે પવનને કારણે ઝાડ અને વીજળીના થાંભલાઓ પડી શકે છે. આ વાવાઝોડા સામે પૂર્વ દરિયા કાંઠાના વિસ્તારોમાં NDRFની 46 ટીમને તહેનાત કરવામાં આવી છે.

વાવાઝોડાથી અસરગ્રસ્ત વિસ્તારોમાં લોકોને મેડિકલ સુવિધા પહોંચાડવા માટે એમ્બ્યુલન્સ પણ તૈયાર છે.
વાવાઝોડાથી અસરગ્રસ્ત વિસ્તારોમાં લોકોને મેડિકલ સુવિધા પહોંચાડવા માટે એમ્બ્યુલન્સ પણ તૈયાર છે.

ભારે પવન સાથે વરસાદ પડી શકે છે
હવામાન વિભાગના જણાવ્યા મુજબ, વાવાઝોડું 'જવાદ' શનિવારે સવારે ઉત્તર આંધ્ર અને દક્ષિણ ઓડિશા સુધી પહોંચવાની સંભાવના છે. ઓડિશામાં રવિવારના રોજ ભારે વરસાદ પડી શકે છે. આ દરમિયાન 80થી 100 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની પણ શક્યતા છે.

રેલવેએ રદ કરી 107 ટ્રેન
વાવાઝોડું 'જવાદ'ના કહેરને ધ્યાનમાં લેતાં રેલવે વિભાગે પણ 107 ટ્રેન રદ કરી દીધી છે. આંધ્રપ્રદેશ અને ઓડિશાના દરિયાકાંઠાના વિસ્તારોમાંથી પસાર થતી ટ્રેનોને રદ કરવામાં આવી છે. વાવાઝોડું 'જવાદ' અંગે ઓડિશાના 19 જિલ્લામાં આજ રોજ શાળા-કોલેજોમાં પણ રજા જાહેર કરવામાં આવી છે. બંને રાજ્યમાં UGC NET પરીક્ષા પણ મોકૂફ કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...