તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Hundreds Of Bodies Have Now Been Found From The Banks Of The Ganges At Rae Bareli And Prayagraj; The Family Said There Was No Money For The Funeral

UPમાં ફરી રેતીમાંથી મૃતદેહો મળ્યા:હવે રાયબરેલી અને પ્રયાગરાજમાં ગંગા કિનારેથી મળ્યા સેંકડો મૃતદેહો; પરિવારે કહ્યું- અંતિમસંસ્કાર માટેના પણ રૂપિયા નહોતા

પ્રયાગરાજ/રાયબરેલી3 મહિનો પહેલા
રાયબરેલીના ગેગાસોઘાટ પર સેંકડો મૃતદેહો દફનાવવાયા છે.
  • ઉત્તરપ્રદેશમાં ગંગા કિનારે કોરોનાથી મૃત્યુ પામી રહેલા લોકોના મૃતદેહો દફનાવવામાં આવી રહ્યા

કોંગ્રેસ-અધ્યક્ષ સોનિયા ગાંધીના સંસદીય ક્ષેત્ર રાયબરેલી અને તેમના ગૃહ જિલ્લા પ્રયાગરાજથી મોટા સમાચાર આવી રહ્યા છે. અહીં કાનપુર, ઉન્નાવ, કન્નૌજ, ગાઝીપુર અને બલિયાની જેમ ગંગા કિનારે સેંકડોની સંખ્યામાં દફનાવાયેલા મૃતદેહો મળી આવ્યા છે. ભાસ્કરના પત્રકારો બંને સ્થળે પહોંચ્યા હતા. પરિવારને જ્યારે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું, અંતિમસંસ્કાર કરવા માટેના રૂપિયા નહોતા, તેથી એને દફનાવવામાં આવ્યા.

રાયબરેલીના ગેગાસો ગંગાઘાટ પર રેતીમાં 200થી વધુ મૃતદેહો જોઇને ગ્રામજનો પણ સ્તબ્ધ થઈ ગયા છે. ગામલોકોનું કહેવું છે કે હવે આ મૃતદેહોને કૂતરાઓ દ્વારા બહાર ખેંચવામાં આવી રહ્યા છે. છેલ્લા એક મહિનાની અંદર આ મૃતદેહો અહીં દફન કરાયેલાછે. જોકે જ્યારે ભાસ્કરે એડીએમ તંત્ર રામ અભિલાષને સવાલ કરવામાં આવ્યા ત્યારે તેમણે એનો ઇનકાર કર્યો હતો.

પ્રયાગરાજમાં પણ મોટી સંખ્યામાં દફન કરાયેલા મૃતદેહો મળ્યા
પ્રયાગરાજમાં ફાફામઉ ગંગાઘાટના કાંઠે પણ મોટી સંખ્યામાં દફન કરાયેલા મૃતદેહો મળી આવ્યા હતા. આસપાસના લોકોએ જણાવ્યું હતું કે અહીં રોજ 15થી 20 જેટલા મૃતદેહો દફનાવવામાં આવે છે. ઘાટના કિનારે મૃતદેહો દફનાવવા આવેલી એક વ્યક્તિએ કહ્યું, તેઓ મોંઘાં લાકડાં અને સ્મશાનનો ખર્ચ ઉઠાવી શકતા નથી, તેથી તેઓ અહીં મૃતદેહને દફનાવી રહ્યા છે. માતા ગંગા તેમને મુક્તિ આપશે. ઘાટના કિનારે લગભગ 150થી વધુ મૃતદેહો દફનાવવામાં આવ્યા છે.

પ્રયાગરાજમાં ફાફામઉ ગંગાઘાટના કિનારે દફનાવાયેલા મૃતદેહો મળ્યા.
પ્રયાગરાજમાં ફાફામઉ ગંગાઘાટના કિનારે દફનાવાયેલા મૃતદેહો મળ્યા.

ભાસ્કરના અહેવાલમાં 2 હજારથી વધુ મૃતદેહોનું રહસ્ય બહાર આવ્યું
શુક્રવારે ભાસ્કરે ઉત્તરપ્રદેશના 27 જિલ્લાના અહેવાલથી ગ્રાઉન્ડ રિપોર્ટ કર્યો હતો. અહીં 30 પત્રકારોએ પરિસ્થિતિને જાતે જ જાણી હતી. એમાં જાણવા મળ્યું કે બિજનોરરથી ઉત્તરપ્રદેશમાં પ્રવેશતાં ગંગા માના કિનારે બલિયા સુધી છેલ્લા કેટલાક દિવસોમાં 2 હજારથી વધુ મૃતદેહો મળી આવ્યા છે. વાંચો સંપૂર્ણ અહેવાલ...

સ્મશાનગૃહમાં લાકડાંના ભાવમાં વધારો
કોરોનામાં મૃત્યુઆંકની સંખ્યામાં વધારો થવાને કારણે સ્મશાનઘાટ પર લાકડાંનો ભાવ પણ વધ્યો છે. સામાન્ય દિવસોમાં, જ્યાં લાકડાંને 1000 રૂપિયામાં એક ક્વિન્ટલ વેચવામાં આવતાં હતાં, હવે મનમરજીના ભાવ વસૂલવામાં આવી રહ્યા છે. નામ ન જણાવવાની શરતે પ્રયાગરાજના ફાફામઉ ઘાટ પર દાહ સંસ્કારની સામગ્રી વેચતી એક વ્યક્તિએ જણાવ્યું હતું કે આ વખતે લાકડાં પ્રતિ ક્વિન્ટલ 1500થી 1800 રૂપિયામાં વેચાઇ રહ્યાં છે.

હાલમાં અગ્નિસંસ્કાર માટે અત્યારે લગભગ 12 હજાર જેટલો ખર્ચ થઈ રહ્યો છે. એવા ગરીબ છે જે પહેલેથી જ તેમના પરિવારજનની સારવારમાં તૂટી ગયેલા છે, તેમના માટે અંતિમસંસ્કારમાં વધુ પૈસા ખર્ચ કરવા શક્ય નથી, તેથી તેઓ ગંગા કિનારે જ્યાં જગ્યા મળે ત્યાં મૃતદેહ દફનાવી રહ્યા છે.