તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Yeh Dosti Hum Nahin Todenge, See Unusual Friendship Scenes: A Fierce Attempt To Dominate The Lava

વિશ્વભરના સમાચારો તસવીરોમાં:યે દોસ્તી હમ નહીં તોડેંગે, જુઓ અનયુઝ્અલ ફ્રેન્ડશિપનાં દૃશ્યોઃ લાવા પર હાવી થવાનો ધગધગતો પ્રયાસ

7 મહિનો પહેલા
  • કૉપી લિંક
બેબી મંકીની શાહી સવારી. - Divya Bhaskar
બેબી મંકીની શાહી સવારી.

યે દોસ્તી હમ નહીં તોડેેંગે...
ચીનમાં શેનયાંગમાં ગુઆલ્પો મેન્ચુરિયન ટાઈગર પાર્કમાં સિંહ અને વાઘના બચ્ચા રમત કરી રહ્યા છે. જ્યારે એક બાળ વાનર તો જાણે શાહી સવારીનો આનંદ લઈ રહ્યો છે. જોરદાર ભાઈબંધીની છે આ અફલાતૂન તસવીર. જૂઓ આવી અન્ય તસવીરો.

લખનઉમાં એક સમયે ભારે વરસાદથી ઠેર ઠેર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ ત્યારે આ દેડકાએ તેના ખાસ મિત્ર ઊંદરને પોતાની પીઠ પર ઊંચકીને તેનો જીવ બચાવી લીધો હતો.

ચીનના ગુઆંગઝોઉના પાર્કમાં એક વાઘ એવો થાક્યો કે ડુક્કરના થપ્પા પર જ સૂઈ ગયો. અને ડુક્કરોની હિંમતને દાદ આપવાની કે ઉપર વાઘ સૂતો છે પણ જરાય દરકાર નથી.

ચીનના શેનઝેનના એક પ્રાણી સંગ્રહાલયમાં સૂટબૂટમાં સજ્જ એક મંકીએ પોપટની કેવી સેવા કરી એ જૂઓ.

આ હિપ્પોભાઈ અને કાચબાભાઈ કોઈ રેસ લગાવવાની તૈયારીમાં નથી. પણ બંને ખાસ મિત્રો હોવાથી અલકમલકની વાતો કરી રહ્યા છે.

બેબી રીંછ અને ડોગીની ભાઈબંધી જૂઓ. કુદરતના શાસનમાં પ્રેમને સ્થાન છે તેનો આ બોલતો પુરાવો.

ડોગ માણસજાત માટે તો વફાદાર પ્રાણી છે જ પરંતુ એવું નથી કે એને બીજા કોઈ સાથે મિત્રતા ન હોય. અહીં જૂઓ એક ઘેટા સાથે ગમ્મત કરી રહેલું એક ડોગી.

જ્વાળામુખીના 1187 ડિગ્રીએ ધગધગતા લાવાની ઉપરથી પસાર થવાનો વર્લ્ડ રેકોર્ડ

બ્રાઝિલના વન્યજીવ ચિકિત્સક અને વીડિયો પ્રોડ્યુસર કૈરીના ઓલિયાનીએ જ્વાળામુખીના લાવાની ઉપરથી પસાર થઇને વર્લ્ડ રેકોર્ડ સર્જી દીધો. ટિરોલિયન ટ્રાવર્સ (રસ્સીના સહારે પસાર થવું) દરમિયાન કૈરીનાએ 100 મી.નું અંતર કાપ્યું, જેને ગિનિસ બુકમાં સ્થાન મળ્યું.