• Home
  • National
  • Hum Honge Kamyab: Bengaluru Police add melodious twist to stay home message

કોરોના સામેની લડાઈ / બેંગલુરુની પોલીસે ‘હમ હોંગે કામયાબ’સોંગ ગાઈને સોસાયટીના લોકોને હિંમત આપી

X

દિવ્ય ભાસ્કર

Mar 26, 2020, 10:49 AM IST

બેંગલુરુ: કોરોના વાઇરસ સામે લડવા માટે દેશભરમાં લોકોને ઘરમાં જ સલામત રહેવાની સૂચના અપાઈ રહી છે. શહેરની પોલીસ ક્રિએટીવ અને ડાન્સિંગ વીડિયો બનાવીને લોકોને ઘરે રહેવાનું સમજાવી રહ્યા છે. હાલમાં જ બેંગલુરુના અસિસ્ટન્ટ કમિશનર ઓફ પોલીસ તબરાક ફાતિમાએ મેલોડીયસ રીતે લોકોને ઘરે રહેવાની આજીજી કરી છે. સોશિયલ મીડિયા પર લોકો વીડિયોના વખાણ કરીને ફોરવર્ડ કરી રહ્યા છે. 

View this post on Instagram

Earworm alert! Our ACP Tabarak Fathima gave a new twist to the song we all know so well. See how easy it is to stay safe? #ArrestCorona

A post shared by Bengaluru City Police (@blrcitypolice) on Mar 24, 2020 at 7:44am PDT

બેંગલુરુ શહેરના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ પેજ પર #ArrestCorona સાથે આ વીડિયો  શેર કર્યો છે.  આ વીડિયોમાં જોઈ શકાય છે કે, ACP સોસાયટીની વચ્ચે ઊભા છે અને લોકોને માઇકમાં સલાહ આપી રહ્યા છે. તેઓ હમ હોંગે કામિયાબ ગીત ગાઈ રહ્યા છે અને આ જ સોંગમાં ઘરે રહેવાની આને હાથ ધોવાનું પણ કહી રહ્યા છે.  આ વીડિયો પોસ્ટ થતાની સાથે જ લોકોએ બેંગલુરુ પોલીસના વખાણ કરવાના શરુ કરી દીધા હતા.

View this post on Instagram

Crackdown on criminals, or be compassionate? We can do both. While the city is on a lockdown owing to recent events, we are doing our bit. #Janasnehipolice #ArrestCorona

A post shared by Bengaluru City Police (@blrcitypolice) on Mar 24, 2020 at 3:10am PDT

આની પહેલાં પણ બેંગલુરુ પોલીસે જરૂરિયાતમંદ લોકોને ભોજન આપતા હોવાના ફોટોઝ શેર કર્યા હતા.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી